Home /News /entertainment /

Radhika Apte: રાધિકા આપ્ટે બની હતી બોડી શેમિંગનો શિકાર, બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટની પણ મળતી સલાહ

Radhika Apte: રાધિકા આપ્ટે બની હતી બોડી શેમિંગનો શિકાર, બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટની પણ મળતી સલાહ

રાધિકા આપ્ટેએ 'ફિલ્મ કમ્પેનિયન' ને આપેલા ઈન્ટરવ્યૂમાં પોતાના કરિયરના શરૂઆતના દિવસોને યાદ કર્યા

Radhika Apte Films : રાધિકા આપ્ટેએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું - પહેલી મુલાકાતમાં મને કહેવામાં આવ્યું કે મારા નાકની સર્જરી કરાવી લો. બીજી મીટિંગમાં મને બ્રેસ્ટ સર્જરી કરાવવાનું કહેવામાં આવ્યું હતું

મુંબઈ : બોલિવૂડ અભિનેત્રી રાધિકા આપ્ટે ( Radhika Apte) ફિલ્મ કારકિર્દીની શરૂઆતમાં બોડી શેમિંગનો શિકાર બની હતી. તેણે એક ઇન્ટરવ્યુમાં આ વાતનો ઘટસ્ફોટ કર્યો છે. બોલિવૂડ ડેબ્યૂ દરમિયાન તેને બોટોક્સથી માંડીને બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ (breast impants) કરાવવાનું કહેવામાં આવ્યું હતું.

રાધિકા આપ્ટે પોતાની એક્ટિંગથી લાખો દિલો પર રાજ કરે છે. તે પોતાના અભિનયથી પાત્રમાં પ્રાણ ફૂંકી દે છે. રાધિકા આપ્ટે 'પાર્ચ્ડ', 'માંઝી: ધ માઉન્ટેન મેન', 'પેડમેન', 'ધ લસ્ટ સ્ટોરીઝ' અને 'રાત અકેલી હૈ' જેવી હિટ ફિલ્મો (Radhika Apte hit films) માટે જાણીતી છે. આજે ભલે રાધિકાનું નામ બૉલીવુડની (bollywood)સફળ અભિનેત્રીઓની યાદીમાં સામેલ થઈ ગયું હોય, પરંતુ તેને પોતાની કારકિર્દીના શરૂઆતના દિવસોમાં 'બૉડી શેમિંગ'નો સામનો કરવો પડ્યો હતો.

રાધિકા આપ્ટેએ 'ફિલ્મ કમ્પેનિયન' ને આપેલા ઈન્ટરવ્યૂમાં પોતાના કરિયરના શરૂઆતના દિવસોને યાદ કર્યા હતા. તેણે વાતચીતમાં ખુલાસો કર્યો હતો કે શરૂઆતના દિવસોમાં તેના હાથમાંથી ઘણા સારા પ્રોજેક્ટ નીકળી ગયા હતા કારણ કે તેના બ્રેસ્ટઅને હોઠ અન્ય અભિનેત્રીઓની સરખામણીમાં મોટા ન હતા. તેને વારંવાર શરીર અને ચહેરામાં ફેરફાર કરાવવા માટે સર્જરી કરાવવાની સલાહ આપવામાં આવી હતી.

આ પણ વાંચો - Taarak Mehta Ka Ooltah Chashmah માં દયાબેનની એન્ટ્રી, વીરા સુંદર બહેનને લઈ ગોકુલધામ પહોંચ્યો - VIDEO

‘બોડી પર કામ’ કરવાની સલાહથી આવતો ગુસ્સો

રાધિકાએ વાતચીતમાં આગળ કહ્યું કે, આ વાતોથી તેને ખૂબ જ દુઃખ થતું હતું અને તે ખૂબ જ ગુસ્સે પણ થતી હતી. જોકે તેણે ક્યારેય 'શરીર પર કામ કરવાની' સલાહને પોતાના પર મનમાં લીધી નથી.

બોડી શેપ અને સાઇઝ અંગે પ્રેશર

રાધિકા આપ્ટેએ જણાવ્યું હતું કે, શરૂઆતમાં હું 'સ્પેશિયલ બોડી શેપ એન્ડ સાઇઝ' માટે પ્રેશરમાં હતી. જ્યારે હું ઇન્ડસ્ટ્રીમાં નવી હતી ત્યારે મને મારા શરીર પર થોડું કામ કરવાનું કહેવામાં આવ્યું હતું. પહેલી મુલાકાતમાં મને કહેવામાં આવ્યું કે મારા નાકની સર્જરી કરાવી લો. બીજી મીટિંગમાં મને બ્રેસ્ટ સર્જરી કરાવવાનું કહેવામાં આવ્યું હતું. આ ટ્રેન્ડ આમ જ ચાલ્યો, પણ પછી હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે લોકોએ મને મારા પગ પર તો ક્યારેક મારા જડબાની સર્જરી કરાવવાની સલાહ આપવાનું શરૂ કર્યું હતું.

વાળ કલર કરાવવામાં લાગ્યા 30 વર્ષ

મારા વાળને રંગવામાં મને 30 વર્ષ લાગ્યા હતા. હું ક્યારેય ઇન્જેક્શન પણ નહીં લગાવું. મને આ બધી બાબતો પર ગુસ્સો આવ્યો હતો, પરંતુ તેમના કારણે હું મારા શરીરને વધુ પ્રેમ કરવા લાગી છું.
Published by:Ashish Goyal
First published:

Tags: Bollywood actress, Entertainment

આગામી સમાચાર