સુપરસ્ટાર પ્રભાસ (Prabhas) અને બોલિવૂડ એક્ટ્રેસ પૂજા હેગડે (Pooja Hegde) ની આગામી ફિલ્મ 'રાધે શ્યામ' (Radhe Shyam) ને લઈને જબરદસ્ત ચર્ચા છે. આ ફિલ્મ 14 જાન્યુઆરીએ રિલીઝ થવાની હતી, પરંતુ કોરોનાના મહામારીના કારણે ફિલ્મની રિલીઝ ડેટ મોકૂફ રાખવામાં આવી હતી. હવે આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહેલા પ્રભાસના ફેન્સ માટે એક સારા સમાચાર છે. નિર્માતાઓ દ્વારા આજે ફિલ્મની નવી રિલીઝ ડેટ (Radhe Shyam new Release date out) જાહેર કરવામાં આવી છે. આ ફિલ્મ 11મી માર્ચે (Radhe Shyam released on 11th March) થિયેટરમાં રિલીઝ થવા જઈ રહી છે.
રાધેશ્યામ 11 માર્ચે થિયેટરોમાં જોવા મળશે
'રાધે શ્યામ' ફિલ્મ્સ (Radhe Shyam film) દ્વારા એક ટ્વિટ કરવામાં આવ્યું છે, જેમાં આ ફિલ્મની રિલીઝ ડેટને લઈને આજે સવારે ચાહકોને સારા સમાચાર આપવામાં આવ્યા છે. ટ્વીટમાં લખ્યું હતું કે, 'રોમાંચક પ્રેમ કથાની નવી રિલીઝ તારીખ છે! 11 માર્ચે સિનેમાઘરોમાં રાધેશ્યામ! આ સાથે #RadheShyamOnMarch11 હેશટેગ આપવામાં આવ્યું છે.
રાધેશ્યામ ફિલ્મ 11 માર્ચે થિયેટરમાં રિલીઝ થશે
પૂજા અને પ્રભાસ પહેલીવાર સ્ક્રીન પર સાથે રોમાન્સ કરતા જોવા મળશે
જ્યારથી આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે ત્યારથી દર્શકોમાં તેને થિયેટરમાં જોવાની ઉત્સુકતા વધી ગઈ છે. 'રાધે શ્યામ' (Radhe Shyam) માં પૂજા (Pooja Hegde) અને પ્રભાસ (Prabhas) પહેલીવાર સ્ક્રીન પર સાથે રોમાન્સ કરતા જોવા મળશે. ફિલ્મમાં, પ્રભાસ એક સ્ટીરિયસ લવર બોય વિક્રમ આદિત્યના રોલમાં છે, જે હાથ જોઈ લોકોનું ભવિષ્ય વાંચી લે છે અને જ્યારે તે પ્રેરણા એટલે કે પૂજાને મળે છે ત્યારે તેને દિલ આપી બેસે છે.
પ્રભાસ અને પૂજા હેગડે સિવાય આ કલાકારો પણ જોવા મળશે
તમને જણાવી દઈએ કે, 'રાધેશ્યામ' યુરોપમાં એક એપિક લવ સ્ટોરી માનવામાં આવી રહી છે. ફિલ્મમાં 'પેન ઈન્ડિયા' સ્ટારર પ્રભાસ (Prabhas) અને પૂજા હેગડે (Pooja Hegde) મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મમાં સચિન ખેડેકર, પ્રિયદર્શી, મુરલી શર્મા, સાશા છેત્રી, કુણાલ રોય કપૂર સહિત અન્ય ઘણા કલાકારો સામેલ છે. આ ફિલ્મનું નિર્માણ ભૂષણ કુમાર, વંશી અને પ્રમોદ દ્વારા કરવામાં આવ્યું છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર