Radhe Shyam : 'રાધે શ્યામ' એ વર્લ્ડ સિનેમામાં ઈતિહાસ રચ્યો, પહેલી વખત મેટાવર્સમાં જોવા મળશે ફિલ્મનું સ્પેશિયલ વર્ઝન!
Radhe Shyam : 'રાધે શ્યામ' એ વર્લ્ડ સિનેમામાં ઈતિહાસ રચ્યો, પહેલી વખત મેટાવર્સમાં જોવા મળશે ફિલ્મનું સ્પેશિયલ વર્ઝન!
રાધે શ્યામ ફિલ્મે ઈતિહાસ રચ્યો
Radhe Shyam Make History : મનોરંજન પ્રેમીઓ હવે 'રાધે શ્યામ'ની મેટાવર્સ (Radhe Shyam Metaverse) લિંક દ્વારા પોતાનો અવતાર બનાવી શકશે, જે આજે લાઈવ થઈ ગયો છે. ફિલ્મમાં પ્રભાસ (Prabhas) અને પૂજા હેગડે (Pooja Hegde) લીડ રોલમાં છે.
Radhe Shyam : આ વર્ષની મચ અવેટેડ ફિલ્મ 'રાધે શ્યામ મેક હિસ્ટ્રી' (Radhe Shyam Make History) આંતરરાષ્ટ્રીય સ્તરે સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. ફિલ્મમાં પ્રભાસ (Prabhas) અને પૂજા હેગડે (Pooja Hegde) લીડ રોલમાં છે. આવી સ્થિતિમાં ફેન્સમાં આ ફિલ્મની ઉત્તેજના સ્પષ્ટપણે જોવા મળી રહી છે અને હવે મેકર્સ ચાહકોની આ ઉત્સુકતાને એક ડગલું આગળ લઈ જવાની તૈયારી કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, 'રાધે શ્યામ' (Radhe Shyam) વિશ્વની પ્રથમ એવી ફિલ્મ બની છે, જે લોકોને મેટાવર્સમાં તેમનો પોતાનો અવતાર બનાવવાનો મોકો આપશે. આ પહેલાં ક્યારેય કોઈ ફિલ્મમાં મેટાવર્સ જેવા ગતિશીલ બ્રહ્માંડની શોધ કરવામાં આવી નથી અને આ સાથે આ પહેલો પ્રોજેક્ટ છે., જેણે એક નવો બેન્ચમાર્ક સેટ કર્યો છે.
આ સાથે, મનોરંજન પ્રેમીઓ હવે 'રાધે શ્યામ'ની મેટાવર્સ (Radhe Shyam Metaverse) લિંક દ્વારા પોતાનો અવતાર બનાવી શકશે, જે આજે લાઈવ થઈ ગયો છે. ફિલ્મનું નવું ટ્રેલર બુધવારે મુંબઈમાં પ્રભાસ, પૂજા હેગડે, દિગ્દર્શક રાધા કૃષ્ણ કુમાર, નિર્માતા ભૂષણ કુમાર, વંશી અને પ્રમોદની હાજરીમાં લૉન્ચ કરવામાં આવ્યું હતું, જેને ચાહકોએ અત્યાર સુધીની શ્રેષ્ઠ ફિલ્મ ગણાવી છે!
રાધે શ્યામ લવ સ્ટોરી (Radhe Shyam Love Story) 1970ના દાયકામાં યુરોપમાં સેટ થયેલી એક પ્રેમકથા છે. ફિલ્મની વાર્તા એક અલગ જ કોન્સેપ્ટ પર આધારિત છે, જે 'રાધે શ્યામ'ના સ્પેશિયલ કર્ટેન રેઝર વીડિયોમાં જોવા મળે છે. એક તરફ, આશા છે કે, ફિલ્મના ગીતો, પોસ્ટર્સ અને ટીઝર અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખશે. બીજી તરફ તેના કર્ટેન રેઝરએ ઈન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો છે.
'રાધે શ્યામ'નું શૂટિંગ વિશ્વના ઘણા દેશોમાં થયું
આ ફિલ્મમાં પ્રથમ વખત સુપરસ્ટાર પ્રભાસ હસ્તરેખાવાદકની અલગ ભૂમિકામાં જોવા મળશે, જેમાં પીઢ અમિતાભ બચ્ચનનો એક સુત્રધાર તરીકે અવાજ સાંભળવા મળશે. ફિલ્મમાં ઈટાલી, જ્યોર્જિયા અને હૈદરાબાદના સુંદર વિઝ્યુઅલ જોવા મળશે, જેમાં પ્રભાસ અને પૂજા હેગડેની કેમેસ્ટ્રી જાદુઈ સ્પર્શ જેવી છે.
ગુલશન કુમાર અને ટી-સિરીઝે રાધે શ્યામને યુવી ક્રિએશન્સ પ્રોડક્શન રજૂ કર્યું છે. રાધા કૃષ્ણ કુમાર દ્વારા નિર્દેશિત અને કોટાગિરી વેંકટેશ્વર રાવ દ્વારા સંપાદિત. જ્યારે ફિલ્મનું નિર્માણ ભૂષણ કુમાર, વંશી અને પ્રમોદ દ્વારા કરવામાં આવ્યું છે, જે આ 11 માર્ચ, 2022ના રોજ રિલીઝ થવાની છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર