Home /News /entertainment /movie leaked : 'રાધે શ્યામ' અને 'ધ કાશ્મીર ફાઇલ્સ' ઓનલાઈન LEAK, બોક્સ ઓફિસની કમાણી પર પડશે ફટકો!
movie leaked : 'રાધે શ્યામ' અને 'ધ કાશ્મીર ફાઇલ્સ' ઓનલાઈન LEAK, બોક્સ ઓફિસની કમાણી પર પડશે ફટકો!
રાધે શ્યામ અને ધ કાશ્મિર ફાઈલ્સ ફિલ્મ લીક થઈ ગઈ
Movie Leaked : આજના ડિઝિટલ યુગમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે પાઈરેસી મોટી સમસ્યા બની ગઈ છે. રાધે શ્યામ (Radhe Shyam) અને ધ કાશ્મિર ફાઈલ્સ (The Kashmir Files) પહેલા પણ ઘણી ફિલ્મો લીક થયાનો શિકાર બની ચૂકી છે,
movie leaked : પ્રભાસ (Prabhas) અને પૂજા હેગડે (Pooja Hegde) ની ફિલ્મ 'રાધે શ્યામ' (Radhe Shyam) અને વિવેક રંજન અગ્નિહોત્રી (Vivek Ranjan Agnihotri) દિગ્દર્શિત ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' (The Kashmir Files) રિલીઝ થયા પછી તરત જ ઓનલાઈન લીક થઈ ગઈ છે. ફિલ્મ લીક થયા બાદ મેકર્સને મોટો ફટકો પડી શકે છે, જેની અસર આગામી દિવસોમાં બોક્સ ઓફિસની કમાણી (Box Office Collection) પર જોવા મળશે. કહેવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મ HD ક્વોલિટીમાં લીક થઈ છે.
'રાધે શ્યામ' 11 માર્ચે તેલુગુ, હિન્દી, તમિલ, કન્નડ અને મલયાલમ ભાષાઓમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મની ચાહકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. મળતી માહિતી મુજબ, આખી ફિલ્મ ઘણી ટોરેન્ટ સાઇટ્સ પર લીક થઈ ગઈ છે. ફિલ્મ મેકર્સ માટે આ એક મોટો ઝટકો છે, કારણ કે આ ફિલ્મ 350 કરોડ રૂપિયાના જંગી બજેટમાં બની છે. હૈદરાબાદ ઉપરાંત 'રાધે શ્યામ'નું શૂટિંગ ઈટાલી અને જ્યોર્જિયામાં કરવામાં આવ્યું છે.
વિવેક અગ્નિહોત્રીની 'ધ કાશ્મીર ફાઇલ્સ' ઓનલાઈન પ્લેટફોર્મ પર લીક થઈ ગઈ છે. આ ફિલ્મ 90ના દાયકામાં કાશ્મીરમાં કાશ્મીરી પંડિતો અને હિંદુઓના નરસંહાર અને હિજરતની વાર્તા દર્શાવે છે. ફિલ્મમાં અનુપમ ખેર સાથે મિથુન ચક્રવર્તી, દર્શન કુમાર અને પલ્લવી જોશી મહત્વની ભૂમિકામાં છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાધે શ્યામ અને ધ કાશ્મીર ફાઇલ્સ ટોરેન્ટ, તમિલ રોકર્સ, મૂવી રૂલ્સ, ટેલિગ્રામ જેવી સાઇટ્સ પર લીક થઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મ HD ક્વોલિટીમાં લીક થઈ છે.
તમને જણાવી દઈએ કે, આજના યુગમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે પાઈરેસી મોટી સમસ્યા બની ગઈ છે. આ પહેલા પણ ઘણી ફિલ્મો પાયરસીનો શિકાર બની ચૂકી છે. આ પહેલા 'ગંગુબાઈ કાઠિયાવાડી', 'ગહેરાઈયાં', 'અતરંગી રે' અને 'સૂર્યવંશી' જેવી ઘણી ફિલ્મો પણ લીક થઈ ચૂકી છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલી ફિલ્મો ઓનલાઈન લીક થવાને કારણે નિર્માતાઓને ખાસ્સું નુકસાન વેઠવું પડે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર