Home /News /entertainment /

Box Office Collection: Radhe Shyam ની ધીમી શરૂઆત, The Kashmir Files 'પ્રભાસ તોફાન'ને સહન કરી ગઈ

Box Office Collection: Radhe Shyam ની ધીમી શરૂઆત, The Kashmir Files 'પ્રભાસ તોફાન'ને સહન કરી ગઈ

રાધે શ્યામ અને ધ કાશ્મિર ફાઈલ્સ બોક્સ ઓફિસ કલેક્શન

Box Office Collection: આશંકા હતી કે, રાધે શ્યામ (Radhe Shyam) ના 'પ્રભાસ તુફાન' (Prabhas) સામે ધ કાશ્મિર ફાઈલ્સ (The Kashmir Files) ફિલ્મ ટકી શકશે નહીં, પરંતુ ઓછા બજેટની આ ફિલ્મએ સારી કમાણી કરી છે. તો જોઈએ બંને ફિલ્મનો પહેલો દિવસ કમાણી મામલે કેવો રહ્યો

વધુ જુઓ ...
    Box Office Collection: બે ફિલ્મો 'રાધે શ્યામ' (Radhe Shyam) અને 'ધ કાશ્મીર ફાઇલ્સ' (The Kashmir Files) સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. બંને ફિલ્મો ઘણા સમયથી ચર્ચામાં છે. 'રાધે શ્યામ' પ્રભાસ (Prabhas) અને પૂજા હેગડે (Pooja Hegde) સ્ટારર ફિલ્મ છે. તો, અનુપમ ખેર (anupam kher) અને મિથુન ચક્રવર્તી (mithun chakraborty) 'ધ કાશ્મીર ફાઇલ્સ'માં તેમના અભિનયનો જાદુ બતાવી રહ્યા છે.

    'રાધે શ્યામ' સાથે રિલીઝ થયેલી 'ધ કાશ્મીર ફાઇલ્સ'ને આશંકા હતી કે, તે 'પ્રભાસ તુફાન' સામે નહીં ટકે, પરંતુ વિવેક રંજન અગ્નિહોત્રી (Vivek Ranjan Agnihotri) દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ 'પ્રભાસના તુફાન'ને સહન કરી ગઈ અને સારી કમાણી કરી છે. તો આવો જાણીએ પહેલા દિવસે બંને ફિલ્મોએ બોક્સ ઓફિસ પર કેટલી કમાણી થઈ.

    'રાધે શ્યામ' એ પહેલા દિવસે કેટલી કમાણી કરી

    રાધે શ્યામના પહેલા દિવસના બોક્સ ઓફિસ કલેક્શન (Radhe Shyam Box Office collection day 1) ની વાત કરીએ તો, ફિલ્મે પહેલા જ દિવસે લગભગ 15 કરોડની કમાણી કરીને શાનદાર શરૂઆત કરી છે. આ ફિલ્મે માત્ર હિન્દી વર્ઝન દ્વારા 4.50 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. જો કે, પ્રભાસના ચાહકો અને આ ફિલ્મ વિશે બનેલી બઝને જોઈને, અપેક્ષાઓ વધુ વધી રહી હતી. બોક્સ ઓફિસ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, ભલે 'રાધે શ્યામ' તેલુગુમાં સારી ઓપનિંગ કરી હોય પરંતુ રાજ્યની બહાર, તે હકીકતમાં ઝાકમઝોળ કરી શકી નથી.

    'ધ કાશ્મીર ફાઇલ્સ'ની એક સારી શરૂઆત છે

    તો, જો આપણે 'ધ કાશ્મીર ફાઇલ્સ' વિશે (The Kashmir Files Box Office collection day 1) વાત કરીએ, તો પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે, વિવેક રંજન અગ્નિહોત્રીની આ ફિલ્મ 'પ્રભાસના તોફાન'નો સામનો કરી શકશે નહીં. પરંતુ અનુપમ ખેર અને મિથુન ચક્રવર્તીની આ ફિલ્મ લોકોના દિલ પર રાજ કરવામાં સફળ રહી. ઓછા બજેટની આ ફિલ્મે પહેલા દિવસે સારી કમાણી કરી છે. ફિલ્મે પહેલા દિવસે 3.25 કરોડની કમાણી કરી લીધી છે.

    પ્રભાસની ફિલ્મ પાસેથી વધુ અપેક્ષાઓ

    પ્રભાસની છેલ્લી રિલીઝ થયેલી ફિલ્મ 'સાહો'ની કમાણી વિશે વાત કરીએ તો, પહેલા દિવસે તે 25 કરોડની આસપાસ હતી, તો આ હિસાબે 'રાધે શ્યામ'નું કલેક્શન થોડું નિરાશાજનક છે. BOI રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, આગળ જતાં, 'રાધે શ્યામ'ની તેના ઘરની બહાર સારી કમાણી કરવાની શક્યતા ઓછી છે.

    આ પણ વાંચોLock Upp: અંજલી અરોરાનો કરણવીર બોહરા પ સનસનાટીભર્યો આરોપ, 'મારી પાસે આવ્યા અને કહ્યું...'

    તરણ આદર્શે રાધે શ્યામને માત્ર 2 સ્ટાર આપ્યા હતા

    'રાધે શ્યામ' ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શને આકર્ષી શકી નથી. ફિલ્મને 2 સ્ટાર રેટિંગ આપતા તેણે તેને 'નિરાશાજનક' ગણાવી હતી. તરણ આદર્શે ટ્વિટ કરીને લખ્યું- 'જરૂરી નથી કે રસપ્રદ વિચારોને રસપ્રદ ફિલ્મોમાં બદલી શકાય. રાધે શ્યામ પાસે બધુ જ છે પરંતુ તેમ છતાં આ ફિલ્મ એક સૌથી મોટા વિભાગમાં નબળી રહી જાય છે.. અને તે છે લેખન.
    Published by:kiran mehta
    First published:

    Tags: Box Office, Box office Collection, Mithun chakrabrorty, Pooja hegde, Prabhas, Prabhas Films

    આગામી સમાચાર