Home /News /entertainment /

Radhe Shyam : પ્રભાસની 'રાધે શ્યામ'ની રિલીઝ પહેલા જ વિદેશમાં 90% ટિકિટો વેચાઈ, થિયેટરો ભરાઈ ગયા

Radhe Shyam : પ્રભાસની 'રાધે શ્યામ'ની રિલીઝ પહેલા જ વિદેશમાં 90% ટિકિટો વેચાઈ, થિયેટરો ભરાઈ ગયા

પ્રભાસની રાધેશ્યામ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ તેનું એડવાન્સ બુકિંગ શરૂ

Radhe Shyam Release Date : પ્રભાસ (Prabhas) અને પુજા હેગડે (pooja hegde) ની સ્ટારર રાધેશ્યામ (Radhe Shyam) 11 માર્ચે વિશ્વભરના સિનેમાઘરોમાં રીલિઝ થવા જઈ રહી છે. રસપ્રદ વાત એ છે કે, ફિલ્મનું બુકિંગ (Radhe Shyam Advance Booking) શરૂ થઈ ગયું છે

વધુ જુઓ ...
    Radhe Shyam Release Date : દેશભરમાં લોકો પ્રભાસ (Prabhas) ની રાધે શ્યામ (Radhe Shyam) ની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને હવે તેની રિલીઝને થોડા જ દિવસો બાકી છે. રાધા કૃષ્ણ કુમાર દ્વારા નિર્દેશિત રાધેશ્યામ 11 માર્ચે વિશ્વભરના સિનેમાઘરોમાં રીલિઝ થવા જઈ રહી છે. રસપ્રદ વાત એ છે કે, ફિલ્મનું બુકિંગ (Radhe Shyam Advance Booking) શરૂ થઈ ગયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મેલબોર્નમાં 'રાધેશ્યામ'નું એડવાન્સ બુકિંગ થોડા દિવસો પહેલા શરૂ થયું હતું, જ્યાં લોકોએ મોટા પાયે ટિકિટ ખરીદી છે.

    મેલબોર્નમાં રાધે શ્યામની 90 ટકા ટિકિટો વેચાઈ છે

    પ્રભાસ સ્ટારર પેન ઈન્ડિયાને રિલીઝ (Prabha’s Radhe Shyam) થવામાં હવે થોડા જ દિવસો બાકી છે પરંતુ તેની ટિકિટોની ભારે માંગ છે. અહેવાલો અનુસાર, મેલબોર્નમાં ફિલ્મના ઘણા શો માટે એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે અને ઘણા થિયેટરોની ટિકિટો વેચાઈ ગઈ છે. મોટાભાગના કેન્દ્રો પર સીટો ઝડપથી ભરાઈ રહી છે. મળતી માહિતી મુજબ, શહેરના સિનેમા હોલમાં લગભગ 90 ટકા ટિકિટો વેચાઈ ગઈ છે અને બુકિંગ માટે થોડી જ ટિકિટો બાકી છે.

    રાધેશ્યામ સોન્ગ



    પ્રભાસ પહેલીવાર સ્ક્રીન પર રોમાન્સ કરશે - પૂજા

    ફિલ્મમાં પ્રભાસની સામે પૂજા હેગડે (pooja hegde) જોવા મળશે અને આ જોડી પહેલીવાર સ્ક્રીન પર રોમાન્સ કરતી જોવા મળશે. ફિલ્મના પોસ્ટર અને ટ્રેલરે પહેલાથી જ લોકોનો ઉત્સાહ વધારી દીધો છે. તેમજ બાહુબલીમાં પ્રભાસનો અભિનય જોઈને ફેન્સ ખૂબ જ પ્રભાવિત થયા છે, તેથી તે તેની કોઈપણ ફિલ્મ જોવાનું ચૂકતા નથી. ફિલ્મમાં જસ્ટિન પ્રભાકરનનું સંગીત છે અને યુવી ક્રિએશન્સ અને ટી-સિરીઝ દ્વારા નિર્મિત છે. આ એક મોટા બજેટની ફિલ્મ છે જેની કિંમત 350 કરોડ છે.

    રાધેશ્યામ ટ્રેલર



    આ પણ વાંચોValimai : અજીત કુમારની 'વલીમાઇ' Box Office પર ધૂમ મચાવશે, હિન્દીમાં પણ થશે રિલીઝ, કરશે કરોડોની કમાણી!

    રાધે શ્યામ પ્રેરણા અને વિક્રમાદિત્યની પ્રેમકથા છે

    પ્રેરણા અને વિક્રમાદિત્યની એપિક લવ સ્ટોરી 'રાધે શ્યામ' વિશ્વભરમાં તેલુગુ, તમિલ, હિન્દી, કન્નડ, મલયાલમ, ચાઈનીઝ અને જાપાનીઝમાં રિલીઝ થશે. પ્રભાસ ઉપરાંત પૂજા હેગડે, ભાગ્યશ્રી, સચિન ખેડેકર, પ્રિયદર્શી પુલીકોન્ડા, ભાગ્યશ્રી, જગપતિ બાબુ, મુરલી શર્મા, કુણાલ રોય કપૂર, રિદ્ધિ કુમાર, સાશા છેત્રી, સત્યન જેવા સ્ટાર્સ પણ આઇકોનિક બહુભાષી ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવશે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Pooja hegde, Pooja Hegde Films, Pooja Hegde movies, Prabhas, Prabhas Films, Prabhas hindi Films, Prabhas Movies

    આગામી સમાચાર