Home /News /entertainment /Bigg Boss 14: રાધે મા સલમાન ખાનનાં શોમાં આવશે? જુઓ પ્રોમો

Bigg Boss 14: રાધે મા સલમાન ખાનનાં શોમાં આવશે? જુઓ પ્રોમો

પોતાને ભગવાન માનનાર રાધે માની બિગ બોસ 14ના ઘરમાં આવવાના રિપોર્ટ્સ અગાઉ પણ આવ્યા હતા

પોતાને ભગવાન માનનાર રાધે માની બિગ બોસ 14ના ઘરમાં આવવાના રિપોર્ટ્સ અગાઉ પણ આવ્યા હતા

    ટેલિવિઝનનો બહુચર્ચિત શો બિગ બોસ 14 (Big Boss 14) ફરી એકવાર ધડાકો કરવા માટે તૈયાર છે. ફરી એકવાર રાધે માની (Radhe Maa) એન્ટ્રીએ માતાના ભક્તોની દિલની ધડકન વધારી છે. બિગ બોસ 14 એક તરફ જ્યાં ગોપી વહુ એટલે કે જિયા માણેકના શોમાંથી બહાર જવાના સમાચાર આવી રહ્યા છે ત્યાં બીજી તરફ રાધે માના ભક્તો માટે સારા સમાચાર છે. કલર્સે રાધેમાનો વીડિયો શેર કરીને જણાવ્યું છે કે, આ શનિવારે શો પર કોના આશીર્વાદ રહેશે.

    પોતાને ભગવાન માનનાર રાધે માની બિગ બોસ 14ના ઘરમાં આવવાના રિપોર્ટ્સ અગાઉ પણ આવ્યા હતા. રાધે માના એટલે સુખવિંદર કૌરને બિગ બોસની ગત સિઝન માટે પણ સંપર્ક કરવામાં આવ્યો હતો પણ આખરે તેમણે આ વર્ષે બિગ બોસના ઘરમાં એન્ટ્રી કરી લીધી છે. મેકર્સ આનો પ્રોમો રિલીઝ કર્યો છે. બિગ બોસ 14ના પ્રથમ એપિસોડનું પ્રીમિયર 4 ઓક્ટોબરના રોજ થવા જઈ રહ્યું છે.

    રાધેમાનો પ્રોમો વિડીયો

    કલર્સ ચેનલે પોતાના ટ્વીટર હેન્ડલ પર મંગળવારે એક પ્રોમો રિલીઝ કર્યો છે. આ વિડીયોમાં રાધે મા બિગ બોસના ઘરમાં આવે છે અને તે કહે છે કે, આ ઘર હંમેશા યથાવત રહે અને બિગ બોસ આ વખતે બહુ ચાલે. જોકે, તેમનો પૂરો ચહેરો બતાવવામાં આવ્યો નથી.આ અંગે લોકોએ સોશિયલ મીડિયા પર અગગ-અલગ પ્રતિક્રિયાઓ આપવાની પણ શરૂ કરી દીધી છે.




      અનેકવાર વિવાદોમાં ફસાઇ ચૂકી છે રાધે મા

    નોંધનીય છે કે, રાધે માંનો જન્મ ગુરદાસપુર જિલ્લામાં થયો હતો. નાની ઉંમરે તે ભક્તિના માર્ગે જતી રહી હતી. અને પોતાના અજીબ કપડાં અને બોલવાના ખાસ અંદાજના કારણે તે લોકોની નજરોમાં આવવા લાગી. લોકોની સમસ્યા દૂર કરનાર રાધે માં અનેકવાર વિવાદોમાં પડી ચૂકી છે. લોકોએ આઇ લવ યૂ ફ્રોમ બોટમ ઓફ માય હાર્ટ બોલનાર સુખવિંદર મીડિયા અને સોશિયલ મીડિયામાં પણ ચર્ચાનું કેન્દ્ર બની રહે છે.

    કોણ કોણ થશે સામેલ?

    બિગ બોસ 14માં ટીવી એક્ટ્રેસ જૈસ્મિન ભસિન, નિયા શર્મા અને નૈના સિંહ પણ નજર આવશે. સાથે જ અનુ મલિક અને આમીર અલી પણ શોનો ભાગ બનશે. શોમાં હાલ રિપેરિંગ ચાલી રહી છે. 4 ઓક્ટોબરે બિગ બોસના શોનું ગ્રાન્ડ પ્રીમિયર થશે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Bigg Boss, Bigg boss 14, Radhe maa, સલમાન ખાન

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन