Home /News /entertainment /રાધે મા હવે એક્ટિંગ કરશે, ખૂબ બોલ્ડ છે વેબ સિરીઝ 'રાહ દે મા'નું ટ્રેલર

રાધે મા હવે એક્ટિંગ કરશે, ખૂબ બોલ્ડ છે વેબ સિરીઝ 'રાહ દે મા'નું ટ્રેલર

રાધે મા વેબ સિરીઝ 'રાહ દે માં'થી એક્ટિંગ ડેબ્યૂ કરવા જઇ રહી છે

આ વેબ સિરીઝમાં તેમની સાથે રહેતા ભક્તો જ આમા દેખાશે. આના પ્રોડ્યુસર રમ્મન હાંડા છે.

    પોતાને દેવીનો અવતાર માનનાર રાધે મા એક્ટિંગમાં પણ પોતાનો હાથ અજમાવ્યો છે. રાધે મા વેબ સિરીઝ 'રાહ દે માં'થી એક્ટિંગ ડેબ્યૂ કરવા જઇ રહી છે. હાલમાં જ તે ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. આ સિરીઝ દ્વારા રાધે માના ભક્તોની વાત દર્શાવવામાં આવશે. આ વેબ સિરીઝમાં રાધે મા પોતાના જ કેરેક્ટરમાં જોવા મળશે.

    થોડા છેલ્લા સમયથી રાધે માના ઘણાં વિવાદો સામે આવ્યાં છે. જે પછી તેઓ આ સિરીઝ દ્વારા પોતાની છવી સુધારવા માંગે છે. આ વેબ સિરીઝમાં તેમની સાથે રહેતા ભક્તો જ આમા દેખાશે. આના પ્રોડ્યુસર રમ્મન હાંડા છે.

    આ વિશે પૂછતા વેબ સીરીઝના નિર્માતા રમ્મન હાંડાએ જણાવ્યુ હતું કે, આ એક માધ્યમ છે, જેથી લોકો અસલી રાધે માંને ઓળખી શકે. મારા માટે તેમના નામ નો મતલબ છે: 'રાહ દે માં' જેનો અર્થ છે અમને રાસ્તો દેખાડો માતા.

    આ સિરીઝ દ્વારા રાધે માના ભક્તોની વાત દર્શાવવામાં આવશે


    આ વેબ સીરીઝમાં પણ રાધે મા માર્ગદર્શક બન્યાં છે. જેમાં તે સીરીઝના મહત્વના પાત્રને રસ્તો બતાડે છે. આ વેબ સીરીઝનું શુટિંગ રાધે માના ભવ્ય બંગલા ખાતે કરવામાં આવ્યુ છે.

    " isDesktop="true" id="786435" >

    જણાવીએ કે વિવાદિત રાધે માનો જન્મ પંજાબના ગુરદાસપુર જિલ્લામાં એક સિખ પરિવારમાં થયો છે. પંજાબમાં જ તેમના લગ્ન થયા હતાં પરંતુ થોડા દિવસો બાદ જ તેમણે આધ્યાત્મિક જીવન અપનાવી લીધું હતું. આ વેબ સિરીઝ માટે ચાર પોસ્ટર જાહેર કરવામાં આવ્યાં છે. હાલ તે કહેવામાં નથી આવ્યું કે આ વેબ સિરીઝ ક્યારથી શરૂ થશે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Radhe maa, Web Series, ભારત

    विज्ञापन
    विज्ञापन