મુંબઈઃ સલમાન ખાનને મોતની ધમકીને પગલે 'રેસ 3'નું શૂટિંગ અટક્યું

'મારી સામે લગાવવામાં આવેલા આરોપ ખોટા છે, જો હવે પોલીસ ઇચ્છે છે કે હું કોઈ મોટો ગુનો કરું તો હું જોધપુરમાં જ સલમાન ખાનની હત્યા કરીશ.'

News18 Gujarati
Updated: January 12, 2018, 11:51 AM IST
મુંબઈઃ સલમાન ખાનને મોતની ધમકીને પગલે 'રેસ 3'નું શૂટિંગ અટક્યું
સલમાન ખાન (ફાઈલ ફોટો)
News18 Gujarati
Updated: January 12, 2018, 11:51 AM IST
મુંબઈઃ અભિનેતા સલમાન ખાને મંગળવારે પોતાની આગામી ફિલ્મ રેસ 3નું શૂટિંગ અટકાવ્યું હતું. પોલીસ તેને એસ્કોર્ટ કરીને તેના ઘરે લઈ ગઈ હતી. પોલીસને એવી માહિતી મળી હતી કે અમુક હથિયારધારી તત્વો તેને નુકસાન પહોંચાડવાના ઉદેશ્ય સાથે ફિલ્મના સેટ પર આવી રહ્યા છે.

52 વર્ષીય અભિનેતા ફિલ્મ સીટી ખાતે તેની આગામી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો. શૂટિંગ દરમિયાન અમુક પોલીસકર્મી સેટ પર પહોંચી ગયા હતા. પોલીસે માહિતી આપી હતી કે એક ગેંગ ફિલ્મના સેટ તરફ આવી રહી છે. પોલીસ સલમાનને ત્યાંથી એસ્કોર્ટ કરીને બ્રાંદ્રા ખાતેના તેના ઘરે લઈ ગઈ હતી.

સલમાનના પિતા સલિમ ખાને ગઈકાલે જણાવ્યું હતું કે, રાજસ્થાનના એક ગેંગસ્ટરે સલમાનને મોતની ધમકી આપી હતી. લોરેન્સ બિશ્નોઈ નામના ગેંગસ્ટરે ગયા અઠવાડિયે જાહેરાત કરી હતી કે જોધપુરમાં સલમાનની હત્યા કરી દેવામાં આવશે. 1998માં હરણના શિકારના સંદર્ભે ગેંગસ્ટરે સલમાન ખાનને આ ઘમકી આપી હતી. ઉલ્લેખનીય છે કે બિશ્નોઇ સમાજ હરણની પૂજા કરે છે, તેમજ તેઓ પ્રાણીઓની રક્ષા માટે કાર્ય કરે છે.

ગેંગસ્ટરન બિશ્નોઇને ખંડણી અને ધમકીના કેસમાં જોધપુરની કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો ત્યારે તેણે રિપોર્ટસ સાથે વાત કરતા ધમકી આપી હતી કે, 'જોધપુરમાં સલમાન ખાનની હત્યા કરી દેવામાં આવશે.' સલમાન ખાન જોધપુર કોર્ટમાં હાજર રહ્યો તેના બીજા દિવસે આ કોર્ટમાં બિશ્નોઈને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. તેણે કહ્યું હતું કે, 'મારી સામે લગાવવામાં આવેલા આરોપ ખોટા છે, જો હવે પોલીસ ઇચ્છે છે કે હું કોઈ મોટો ગુનો કરું તો હું જોધપુરમાં જ સલમાન ખાનની હત્યા કરીશ.'
First published: January 12, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर