છેલ્લા ઘણા દિવસોથી સતત સલમાન ખાનની ફિલ્મ 'રેસ 3'ના પોસ્ટર સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી રહ્યાં છે. જેને સલમાન ખાને પોતે જ ટ્વિટર અકાઉન્ટ પર શેર કર્યા છે. ત્યારે હવે આ ફિલ્મના સેટ પરથી એક વીડિયો સામે આવ્યો છે. જેને જોઈને તમે અંદાજ લગાવી શકો છો. કેવી રીતે કેમેરાનો પ્રયોગ આ ફિલ્મમાં કરવામાં આવ્યો છે. અને કેટલી મહેનત આ ફિલ્મ માટે કરવામાં આવી રહી છે.
'રેસ 3'ના સેટ પરથી સામે આવ્યો વીડિયો 'રેસ 3'ના સેટ પરથી સામે આવેલા આ વીડિયોને વી લવ યૂ સલમાન ખાન નામના એક ટ્વિટર હેન્ડલે પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં ફિલ્મ સાથે જોડાયેલી તૈયારીઓ અને ક્યા લેવલ પર જઈને આ ફિલ્મનું શૂટિંગ કરવામાં આવી રહ્યું છે. જે જાણવાનો મોકો મળી રહ્યો છે. એક મોટી ગાડી આગળ એક મોટો કેમેરો લાગેલો છે. અને તેની પાછળ કેમેરાને હેન્ડલ કરવા માટે વિદેશી લોકો જોવા મળી રહ્યાં છે.
આ ફિલ્મના સેટ પરથી કેટલીક તસવીરો પણ સામે આવી છે. જેમાં કેટલીક ગાડીઓને લાઈમાં ઉભી રાખવામાં આવી છે. સાથે જ વીડિયોમાં તમે જે જોયું તે તસવીર દ્વારા બતાવવામાં આવી રહ્યું છે. તમને જણાવી દયે કે આ ફિલ્મને રેમો ડીસૂઝા ડાયરેક્ટ કરી રહ્યાં છે. અને આ ફિલ્મનું બજેટ પણ ખાસુ એવું છે. આ ફિલ્મમાં ઘણા મોટા કલાકારો જોવા મળશે. મહત્વનું છે કે આ ફિલ્મ ઇદના તહેવાર પર રિલીઝ કરવામાં આવશે. આ વખતે ફિલ્મ 'રેસ 3' વધારે રસપ્રદ રહેશે. ફિલ્મમાં સલમાન અને બીજા ઘણા પોપ્યુલર સ્ટાર્સની હાજરી સ્પેશિયલ બનાવે છે.