Home /News /entertainment /Race-3: જેક્લિન ફર્નાન્ડિઝની આંખમાં થઇ કાયમી ઇજા, ઇન્સ્ટાગ્રામ પર જાહેર કર્યુ દર્દ

Race-3: જેક્લિન ફર્નાન્ડિઝની આંખમાં થઇ કાયમી ઇજા, ઇન્સ્ટાગ્રામ પર જાહેર કર્યુ દર્દ

જેક્લિને શેર કરેલા ફોટોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે, તેની આંખોની પુતળીની આસપાસનો ભાગ હવે પહેલાં જેવો ગોળ રહ્યો નથી

જેક્લિને શેર કરેલા ફોટોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે, તેની આંખોની પુતળીની આસપાસનો ભાગ હવે પહેલાં જેવો ગોળ રહ્યો નથી

    મુંબઇ: જેક્લિન ફર્નાન્ડિઝ માર્ચ 2018નાં અંતમાં રેસ-3નાં સેટ પર સ્વોશ રમતી હતી આ સમયે તેની આંખોની કીકી (પૂતળી)ની આસપાસનાં ભાગમાં ઇજા થઇ છે. જે દેંખીતી રીતે જ નજરે ચઢે તેવી છે. જોકે આ દેંખીતી ઇજા બાદ જ જેક્લિને રેસ-3નાં એક્શન સીનનું શૂટિંગ કર્યુ હતું.

    ફિલ્મનાં પ્રોડ્યુસર રમેશ તુરાનીએ માર્ચ મહિનામાં જ જેક્લિનની ઇજા વિશે જાહેરમાં વાત કરતાં કહ્યું હતું કે, હા આ વાત સાચી છે કે રેસ-3નાં સેટ પર જેક્લિનને સ્ક્વોશ રમતા સમયે ઇજા થઇ હતી. જોકે તે એક સામાન્ય ઇજા હતી. તેને તુંરત જ ડોક્ટર પાસે લઇ વજામાં આવી હતી. જે બાદ થોડ સમય સુધી શૂટિંગ બંધ રાખામાં આવ્યું હતું. જે બાદ તેણે પૂણે 24 માર્ચનાં રોજ સલમાનની દબંગ ટૂરમાં પણ ભાગ લીધો હતો

    આ ઘટના બાદ એક ઓનલાઇન પોર્ટલે લખ્યુ હતું કે, જેક્લિનને તુરતંજ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તેની આંખોમાંથી નીકળતું લોહી બંધ જ નહોતું થતું. હાલમાં તે અંડર ઓબઝર્વેશન છે. તેને ડોક્ટરની સલાહ બાદ જ હોસ્પિટલમાંથી ડિસચાર્જ કરવાંમાં આવશે.

    સામાન્ય ટ્રિટમેન્ટ બાદ તેને રજા આપી દેવામાં આવી હતી. જે બાદ જેક્લિને ફિલ્મો ક્લાઇમેક્સ સીન શૂટ કર્યો હતો પણ તેને આ સીન સનગ્લાસ પહેરીને કર્યો હતો. કારણ કે તેની ઇજા નરી આંખે જોઇ શકાય તેવી હતી.

    હવે આ ઘટનાનાં બે મહિના બાદ જેક્લિન ફર્નાન્ડિઝે તેનાં ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શરે કરી છે જેમાં તેણે તેની આંખોની ઇજા વિશે વાત કરી છે. આ પોસ્ટમાં તેણે તેની આંખોની ક્લોઝઅપ ઇમેજ શેર કરી છે. સાથે જ તેણે લખ્યું છે કે, 'આ કાયમી ઇજા છે હવે મારી આંખની પુતળીની આસપાસનો ગોળ ભાગ પહેલાં જેવો ગોળ નથી રહ્યો પણ હું ભગવાનની આભારી છુ કે હું જોઇ શકુ છું. #race3memories ❤️❤️ #abudhabi'




    જેક્લિને શેર કરેલા ફોટોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે, તેની આંખોની પુતળીની આસપાસનો ભાગ હવે પહેલાં જેવો ગોળ રહ્યો નથી. જોકે આ સાથે જ ખુશીનાં સમાચાર એ છે કે તેની આંખોની રોશનીને કોઇ નુક્શાન થયુ નથી.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Jacqueline Fernandez, Race 3, ઇજા

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन