Home /News /entertainment /રેસ 3નું પહેલું સોંગ રિલીઝ, પોલ ડાંસ કરતી જોવા મળી જૈકલીન

રેસ 3નું પહેલું સોંગ રિલીઝ, પોલ ડાંસ કરતી જોવા મળી જૈકલીન

    'રેસ 3'નું પહેલું સોગ 'હીરીયે' રિલીઝ થઈ ગયું છે. આ સોંગમાં સલમાન ખાન અને જેકલીન ફર્નાડિસ જોરદાર ડાંસ કરી રહ્યાં છે. આ સોંગમાં જેકલીન પોલ ડાંસ કરતી જોવા મળી રહી છે. આ સોંગ રિલીઝ થતાં જ ટ્વિટર પર ટ્રેંડ થઈ ગયું હતું.

    આ એક પંજાબી સોંગ છે. જેને મીત બ્રધર્સ, ડીપ મની અને નેહા ભસીને ગાયુ છે. મ્યૂઝિક પણ મીત બ્રધર્સે આપ્યું છે. ફિલ્મમાં સલમાન સિવાય અનિલ કપૂર, બોબી દેઓલ, ડેઝી શાહ, સાકિબ સલીમ છે. આ ફિલ્મને રેમો ડિસૂઝાએ ડાયરેક્ટ કરી છે. સલમાને આ સોંગને ટ્વીટ પણ કર્યું છે.



    ફિલ્મનું શૂટિંગ અબૂ ધાબી, લેહ-લદાખ અને જોધપુરમાં થયું છે. ગુરૂવારે આ સોંગનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. ત્યારથી લોકો આ સોંગની આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતા.

    15 મેએ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું. જેને લોકોનો સારો એવો રિસ્પોન્સ મળ્યો હતો. આ એક એક્શન પૈક્ડ ફિલ્મ છે. જેમાં શૂટિંગ લોકેશન જોરદાર છે. આ ફિલ્મ 15 જૂને રિલીઝ થશે.
    " isDesktop="true" id="764513" >
    Published by:Nisha Kachhadiya
    First published:

    Tags: Race 3, Song, સલમાન ખાન

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन