નવી દિલ્હી: સુપરસ્ટાર સલમાન ખાનની ઇદના અવસરે રિલીઝ થયેલી ફિલ્મ રેસ 3 બોક્સ ઓફિસ પર કમાણીનો નવો રિકોર્ડ્સ બનાવી રહ્યી છે. એક્શનથી ભરપૂર આ મલ્ટીસ્ટારર ફિલ્મે પહેલા દિવસે 29.17 કરોડનું અદ્ભુત કલેક્શન કર્યુ હતુ. ત્યાં, શનિવારના દિવસે આ ફિલ્મે આશાથી ડબલ કમાણી કરી છે. ટ્રેડ એનલિસ્ટ રેમેશ વાલા અનુસાર શનિવારે ફિલ્મે આશરે 36 કરોડ રૂપિયાની કમાણી કરી છે. એટલે કે ફિલ્મે બે દિવસમાં 65.17 કરોડની કમાણી કરી લીધી છે.
બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાને ફરી એક વખત પોતાની સ્ટારડમ સાબિત કરી હતી. ઇદ પર રિસીઝ થયેલી 'રેસ 3' પહેલાજ દિવસે આટલી મોટી કમાણી કરી છે.. શનિવાર બાદ આશા છે કે રવિવારે ફિલ્મની કમાણીનો આકડો લગભગ 100 કરોડને પાર થશે.
સલમાન ખાનની આ ફિલ્મ માટે લોકોનુ રીએક્શન જોવા મળ્યુ છે. સલમાન ખાનના ફેન્સ માટે આ ફિલ્મ બ્લોકબસ્ટર રહી છે, જ્યારે અન્ય માટે આ ફિલ્મ નકામી રહી છે. હજુ પણ વિક્ં એન્ડના બે દિવસ છે અને રવિવાર બાદ કમાણીનો આંકડો પણ આશ્ચર્યજનક રહેશે.
'રેસ 3' માં સલમાનની સિવાય જેક્લીન ફર્નાન્ડિઝ, અનિલ કપૂર, બોબી દીઑલ, ડેજી શાહ, સાકીબ સલીમ જેવા મોટા ફિલ્મ સ્ટાર છે. ફિલ્મના ડિરેક્ટર રેમો ડિસુઝા છે અને પ્રોડ્યુસર રમેશ તૌરાની છે.
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર