Home /News /entertainment /

'Race 3' નું પહેલા દિવસે Box Office Collection જબરદસ્ત

'Race 3' નું પહેલા દિવસે Box Office Collection જબરદસ્ત

    નવી દિલ્હી: રેસ 3ના રિલીઝ બાદ ઓપનિંગ ડે પર બોક્સ ઓફિસ કલેક્શન આશ્ચર્યજનક રહ્યુ છે. બૉલીવુડના સુપરસ્ટાર એક્ટર સલમાન ખાને ફરી એક વખત પોતાની સ્ટારડમ સાબિત કરી હતી. ઇદ પર રિસીઝ થયેલી 'રેસ 3' પહેલાજ દિવસે આટલી મોટી કમાણી કરી છે.

    સલમાનનો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો માટે ફેન્સે પ્રી બુકિંગ ટિકિટ પણ કરી લીધી હતી, જેના કારણે પહેલીવાર બૉક્સ ઑફિસ કલેક્શન જબરદસ્ત થયું. ભારતમાં જ નહીં અન્ય દેશમા પણ સલમાન ખાનના મોટી ફેન્સ છે. આ ફિલ્મનુ ફર્સ્ટ ડે ઓવરસીઝ કલેક્શન પણ અત્યંત શાનદાર રહ્યુ.

    રેમ્સ બાલાની ટ્વીટ અનુસાર ફિલ્મ 'રેસ 3' ના ઓપનિંગ ડે પર બોક્સ ઓફિસ કલેક્શન લગભગ 27 કરોડ છે. આ કલેક્શનથી તે સ્પષ્ટ થઈ ગયું છે કે ઓપનિંગ ડે પર વર્ષ 2018 ની સૌથી મોટી કમાણી કરનારી ફિલ્મ 'રેસ 3' છે.


    સલમાન ખાનની આ ફિલ્મ માટે લોકોનુ રીએક્શન જોવા મળ્યુ છે. સલમાન ખાનના ફેન્સ માટે આ ફિલ્મ બ્લોકબસ્ટર રહી છે, જ્યારે અન્ય માટે આ ફિલ્મ નકામી રહી છે. હજુ પણ વિક્ં એન્ડના બે દિવસ છે અને શનિવારે ઇદના દિવસે બીજા દિવસની કમાણીનો આંકડો પણ આશ્ચર્યજનક રહેશે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Box office Collection, સલમાન ખાન

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन