Home /News /entertainment /

BOX OFFICE પર 'રાઝી'એ મારી બાજી, કરી 100 કરોડને પાર કમાણી

BOX OFFICE પર 'રાઝી'એ મારી બાજી, કરી 100 કરોડને પાર કમાણી

આલિયા ભટ્ટની ફિલ્મ 'રાઝી'એ 17 દિવસમાં 100 કરોડથી વધુની કમાણી કરી લીધી છે

આલિયા ભટ્ટની ફિલ્મ 'રાઝી'એ 17 દિવસમાં 100 કરોડથી વધુની કમાણી કરી લીધી છે

    મુંબઇ: બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટની અંડર કવર એજન્ટ પર આધારિત ફિલ્મ 'રાઝી' બોક્સ ઓફિસ પર છવાઇ ગઇ છે. ફિલ્મે 17 દિવસમાં 100 કરોડથી વધુની કમાણી કરી લીધી છે.

    મેઘના ગુલઝારનાં નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ ખરેખરમાં જોવા લાયક છે. ફિલ્મ છેક સુધી તમને જકડી રાખે છે. એટલું જ નહીં આ ફિલ્મ વૂમન સેન્ટ્રીક ફિલ્મ છે. તે
    પણ ઘણું જ મહત્વનું છે. આ સાથે જ 100 કરોડ ક્લબમાં શામેલ થનારી આલિયા ભટ્ટની આ ત્રીજી ફિલ્મ છે.

    100 કરોડ ક્લબમાં સામેલ થનારી બીજી ફિમેલ સેન્ટ્રીક ફિલ્મ
    આલિયાની આ ફિલ્મ રિલીઝના 17 દિવસોમાં જ 100 કરોડ ક્લબમાં એન્ટ્રી કરી લીધી છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શ અનુસાર, રાઝીના કલેક્શન રિપોર્ટ પર શેર
    કરતા રાઝીને વર્ષ 2018ના બ્લોકબસ્ટર ફિલ્મ બતાવી છે. તનુ વેડ્સ મનુ રિટર્ન્સ બાદ રાઝી બીજી એક્ટ્રેસ સેન્ટ્રીક ફિલ્મ છે, જેણે 100 કરોડ ક્લબના માર્કને પાર કર્યું  છે.



    કમાણીના આંકડા
    પહેલો સપ્તાહ – 56.59 કરોડ
    બીજો સપ્તાહ – 35.04 કરોડ
    વિકેન્ડ – 10.87 કરોડ
    કુલ 102.50 કરોડની કરી કમાણી

    આલિયા ભટ્ટના કરિયરની રાઝી ત્રીજી એવી ફિલ્મ છે, જેની એન્ટ્રી 100 કરોડ ક્લબમાં થઈ છે. આ પહેલા આલિયાની ફિલ્મ 2 સ્ટેટ્સે 102.13 કરોડની કમાણી કરી હતી. તેના બાદ તેની હીટ ફિલ્મ બદ્રીનાથ  કી દુલ્હનિયાએ 116.68 કરોડ કમાવ્યા હતા. રાઝીની બોક્સ ઓફિસ પર કમાણીની રફ્તાર આમ જ રહી તો શક્યતા છે કે આ ફિલ્મ  તેની અન્ય બે ફિલ્મોને પણ પછાડી દે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Box office Collection

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन