'કૃપ્યા ધ્યાન આપો, આપણી વચ્ચે રાક્ષસ પણ છે', રેમડેસિવીરની કાળાબજારી પર ભડક્યો આર માધવન

આર માધવનનો ફુટ્યો ગુસ્સો

કોરોના વયારસ (coronaVirus)નાં આ સંકટમાં દવાઓ અને ઓક્સીજનની કાળા બજારી થઇ રહી છે. બોલિવૂડ એક્ટર આર માધવન (R Madhavan)એ એવાં જ લોકોથી બચવાની સલાહ ફેન્સને આપી રહ્યો છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કોરોના વાયરસ (Corona Virus)એ લોકોને લાચાર બનાવી દીધા છે. હોસ્પિટલમાં બેડ, રેમડેસિવીર ઇન્જેક્શન અને ઓક્સીજન સિલેન્ડર સુધી લોકો સોશિયલ મીડિયા દ્વારા મદદ માંગી રહ્યાં છે. આ સંકટ સમયમાં દવાઓ અને ઓક્સીજનની કાળાબજારી થઇ રહી છે. જેનાં પર બોલિવૂડ એક્ટર આર માધવન (R Madhavan)એ એવાં લોકોથી બચીને રહેવા ફેન્સ પાસે મદદ માંગી છે.

  આર માધવને ટ્વિટ પર પોસ્ટ કર્યું છે જેમાં તેણે લખ્યું છે કે, 'મને પણ આ માલૂમ થયુ છે કૃપ્યા ધ્યાન રાખો. આપણી વચ્ચે એવાં રાક્ષસ પણ છે.' પોસ્ટ શેર કરતાં તેણે લખ્યું છે, 'ફ્રોડ એલર્ટ, આપ લોકો સચેત રહો. મિસ્ટર અજય અગ્રવાલ 3 હજાર રૂપિયામાં રેમડેસિવીર દવા વેચી રહ્યાં છે.

  તે આપની પાસે IMPS દ્વારા એડવાન્સમાં પૈસા મંગાવે છે જેથી તે પેન ઇન્ડિયા દ્વારા 3 કલાકમાં આપ સુધી ડિલીવરી કરાવી શકે. અને બાદમાં તે ફોન નથી ઉઠાવતાં. આવા છેતરામણાઓથી સાવધાન રહો. આ માણસ ફ્રોડ છે.'



  કોરોના વાયરસ સંક્રમણની સ્થિતિ સતત બગડી રહી છે. શનિવારનાં એક દિવસમાં પહેલી વખત 4 લાખથી વધુ નવાં કેસ સામે આવ્યાં છે. તો ફરી એક વખત 3000થી વધુ લોકોનું મોત થયું છે. જેમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં 62,919 નવાં કેસીસ સામે આવ્યાં છે. અને 828 લોકોનું સંક્રમણથી મોત થયુ છે. તો આ બાદ કર્ણાટકમાં 48,296 કેસ, કેરળમાં 37,199 કેસ, ઉત્તર પ્રદેશમાં 34,626 અને રાજધાની દિલ્હીમાં 27,047 કેસ સામે આવ્યાં છે. સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે જણાવ્યું કે, નવાં કેસમાં 73.05 ટકા કેસ મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્હી, કર્ણઆટક, કેરળ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને રાજસ્થાનમાં સામે આવ્યાં છે.
  Published by:Margi Pandya
  First published: