Home /News /entertainment /

Pushpa The Rise Movie Review: અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્નાની ફિલ્મ એક્શન - રોમાન્સની અદભુત પેકેજ

Pushpa The Rise Movie Review: અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્નાની ફિલ્મ એક્શન - રોમાન્સની અદભુત પેકેજ

અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની લેટેસ્ટ ફિલ્મ પુષ્પાઃ ધ રાઇઝ - ભાગ 1 રોમાંસ, કોમેડીથી ભરપૂર છે

અલ્લુ અર્જુન (Allu Arjun) અને રશ્મિકા મંદાના (Rashmika Mandanna)ની લેટેસ્ટ ફિલ્મ પુષ્પાઃ ધ રાઇઝ - ભાગ 1 9Pushpa The Rise) રોમાંસ, કોમેડીથી ભરપૂર. એક્શન અને પાવર-પેક્ડ પર્ફોમન્સ. સરસ સ્ટોરી લાઇન સાથે મનોરંજન, અદભુત મ્યુઝિક અને પિક્ચરાઇઝેશન

વધુ જુઓ ...
    પુષ્પા: ધ રાઈઝ - પાર્ટ 1 (Pushpa: The Rise - Part 1)

    ડિરેક્ટર: સુકુમાર

    કાસ્ટ: અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના

    Pushpa The Rise Movie Review : અલ્લુ અર્જુન (Allu Arjun) અને રશ્મિકા મંદાના (Rashmika Mandanna)ની લેટેસ્ટ ફિલ્મ પુષ્પાઃ ધ રાઇઝ - ભાગ 1 રોમાંસ, કોમેડીથી ભરપૂર છે. સુકુમારે ફિલ્મ સાથે ઘણા અંશે ન્યાય કર્યો છે. જ્યારે અલ્લુ અર્જુને અભિનય અને ડાયલોગ ડિલિવરીથી ફિલ્મને સંભાળી રાખી છે. ભૂમિકા માટે તેનું ટ્રાન્સફોર્મેશન ખૂબ પ્રશંસનીય છે.

    ફિલ્મમાં ઘણી જગ્યાએ અલ્લુ અર્જુનના ટિપિકલ દ્રશ્યો પણ જોવા મળે છે અને અલ્લુ અર્જુનના ચાલવાના અને પરફોર્મ કરવાના સ્લો મોશન દ્રશ્યોએ ચાહકોનું દિલ જીતી લીધું છે. બીજી તરફ રશ્મિકા અપેક્ષાઓ પર ખરી ઉતરી છે. તે તેનો રોલ સારું રીતે નિભાવે છે અને "ડી-ગ્લેમ" લુકમાં પણ સારું પ્રદર્શન કરે છે. તેનું પાત્ર સ્વરવલી પડદા પર અત્યંત જરૂરી હળવા દ્રશ્યો માટે છે.

    એક્શન અને પાવર-પેક્ડ પર્ફોમન્સ

    એક્શન સિક્વન્સ જોરદાર છે. રોહિત શેટ્ટી કાર ઉડાવી જાણે છે, તો સુકુમાર તેની આગળ નીકળી ગયા છે. ફિલ્મમાં સ્લો મોશનમાં ઉડતી ટ્રકો જોવા મળે છે. જો આવી અતિશયોક્તિને બાજુએ મૂકીને અલ્લુ અર્જુને ફરી પોતાના એક્શન સિક્વન્સથી લોકો પર ઊંડી છાપ છોડી છે. આ ફિલ્મમાં પાવર-પેક્ડ પર્ફોમન્સ અને પંચ લાઇન્સ સાથેના તેના એક્શન સિક્વન્સ લોકોને ખૂબ ગમ્યા છે. મોટા પડદા પર આવું જોવા મળે ત્યારે પ્રેક્ષકો ખૂબ જ ઉત્સાહિત થઈ જાય છે.

    સરસ સ્ટોરી લાઇન સાથે મનોરંજન

    ફિલ્મમાં સ્ટોરી અને વર્ણન થોડી ગતિનું છે. આ બાબત ધીમી કરી શકાઈ હોત. જોકે, ફિલ્મ પહેલેથી જ લાંબી હોવાથી આ ઝડપનું કારણ સમજી શકાય છે. મૂવીના બીજા ભાગમાં દાણચોરી ઉદ્યોગનું વરવું ચિત્ર બતાવવા માટે સ્ટોરી આગળ વધતી જાય છે. આ સ્ટોરી એક્શનથી ભરપૂર સિક્વન્સથી ભરેલી છે. જો કે, તસ્કરો પોલીસથી કેવી રીતે બચે છે અથવા છેતરે છે? તેમાં કેટલીક ખામી જોવા મળે છે. પણ યાદ રાખવું કે, આવી ફિલ્મોની વાત આવે ત્યારે આ સામાન્ય હોય છે.

    અદભુત મ્યુઝિક અને પિક્ચરાઇઝેશન

    ફિલ્મનું સંગીત ખૂબ સારું છે. દેવી શ્રી પ્રસાદે સંગીતની દ્રષ્ટિએ વધુ એક હિટ આપી છે. બધા ગીતો આકર્ષક છે અને ફિલ્મના વાઇબને સારી રીતે ઉપાડે છે. ગીતોનું પિક્ચરાઇઝેશન કલરફુલ છે અને અલ્લુ અર્જુનના ચાહકોને આનંદ માણવા માટે સ્વેગ મોમેન્ટથી ભરપૂર છે. સામંથાનું આઇટમ સોંગમાં પણ ખૂબ પ્રભાવી છે.

    આ પણ વાંચોYear Ender 2021: આ વર્ષની ટોપ-10 વેબ સિરીઝ, જુઓ - કઈ સિરીઝ સૌથી અવ્વલ રહી?

    અસરકારક સંવાદો અને પંચ લાઇનો

    ફિલ્મના અંતમાં ફહાદ ફસિલની એન્ટ્રી પણ આખી ફિલ્મને ઉપાડી લે છે. જોકે, ફહાદની એન્ટ્રી અલ્લુ અર્જુન જેવી પ્રભાવી નથી, પણ સંવાદો અને પંચ લાઇનો અસરકારક છે. ફહાદની એક્ટ્રી પછી મૂવી અલગ વળાંક લે છે અને પછી આખી ફિલ્મ અલ્લુ અર્જુન અને ફહાદ વિશે છે. એકંદરે, આ ફિલ્મ સરસ સ્ટોરી લાઇન સાથે એન્ટરટેઇનર છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Allu Arjun, Bollywood Latest News, Movie Review

    આગામી સમાચાર