તાજેતરમાં જ અલ્લુ અર્જુને (Allu arjun) પુષ્પા ફિલ્મ (Pushpa movie)ની સફળતાનો સ્વાદ ચાખ્યો છે. આ ફિલ્મમાં તેના અભિનય અને એક્શનની ચોમેર પ્રશંસા થઈ રહી છે. આ દરમિયાન તે કાયદાકીય (Allu arjun in legal trouble) મુશ્કેલીમાં મુકાયો હોવાનું અહેવાલો કહી રહ્યા છે. અલ્લુ અર્જુન સામે ટ્રાફિકના નિયમો તોડવા (violating traffic rules)નો આરોપ લગાવાયો છે અને હૈદરાબાદ ટ્રાફિક પોલીસે (Hyderabad traffic police) તેની સામે કાર્યવાહી કરી છે.
બોલીવૂડ લાઇફના અહેવાલ મુજબ અલ્લુ અર્જુનને તાજેતરમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા બદલ દંડ ભરવો પડયો હતો. તેની લેન્ડ રોવર રેન્જ રોવર લક્ઝરી એસયુવીમાં ટીન્ટેડ ગ્લાસ હોવાથી હૈદરાબાદ પોલીસે તેને દંડ ફટકાર્યો હતો. અહેવાલ મુજબ, અલ્લુ અર્જુનને 700 રૂપિયાનો દંડ ભરવો પડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, 2012માં સુપ્રીમ કોર્ટે કારમાં ટીન્ટેડ ગ્લાસ તેમજ સન ફિલ્મ સહિતના અન્ય વિકલ્પોનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. ત્યારે હૈદરાબાદમાં પોલીસે ટીન્ટેડ વિંડો શિલ્ડ જોયા બાદ અલ્લુ અર્જુનની કારને રોકી હતી.
પુષ્પાનો બીજો ભાગ એક્શન સિક્વન્સથી ભરપૂર રહેશે
અલ્લુ અર્જુન હાલ પુષ્પાના બીજા ભાગના શૂટિંગમાં વ્યસ્ત છે. ચાહકો પણ આતુરતાથી પુષ્પરાજની વાપસીની રાહ જુએ છે. ત્યારે નવા અહેવાલ મુજબ નિર્માતાઓ ચાહકોને ખૂબ મનોરંજક ફિલ્મ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે.
પિંકવિલાના અહેવાલ અનુસાર, નિર્માતાઓ અલ્લુ અર્જુનની પુષ્પરાજ અને ફહાદ ફાસિલના વિલનના પાત્ર શેખાવત વચ્ચે એક્શન સિક્વન્સ સેટ કરવાનું કામ કરી રહ્યા છે. પુષ્પાના બીજા ભાગમાં આ બંને પાત્રોની ટક્કર જોવા મળશે અને નિર્માતાઓ આ જોડી માટે મોટા પાયે એક્શન સિક્વન્સની કલ્પના પર કામ કરી રહ્યા છે. પુષ્પા 1 કરતા બીજા ભાગમાં પ્રેક્ષકોને વધુ સારા એક્શન સિક્વન્સ જોવા મળશે અને અલ્લુ અર્જુન અને ફહાદ ફાસિલ બંને તે સિક્વન્સનો ભાગ બનવા માટે તૈયારી ચાલી રહી છે.
અહીં નોંધનીય છે કે, પુષ્પા ટોલીવુડ સાથે હિન્દી બોક્સ ઓફિસ પર પણ સફળ નીવડી હતી. આ ફિલ્મના હિન્દી વર્ઝને 100 કરોડ રૂપિયાથી વધુનું કલેક્શન કર્યું હતું. ચાહકોથી માંડીને અર્જુન કપૂર અને જાન્હવી કપૂર જેવા સ્ટાર્સ તેમજ ઓસ્ટ્રેલિયાના પ્લેયર ડેવિડ વોર્નર અને ભારતના સુરેશ રૈના જેવા ક્રિકેટરો સુધી અનેક જાણીતા ચહેરા પુષ્પા ફિલ્મના દિવાના બન્યા હતા. હવે પુષ્પા 2 ફરીથી પહેલા ભાગ જેવો જાદુ પાથરે છે કે નહીં? તે જોવાનું રહ્યું.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર