Home /News /entertainment /

'પુષ્પા' ફિલ્મમાં જોવા મળેલી આ 5 ભૂલ તમે પકડી પાડી કે નહીં ? મુખ્ય સીનમાં જ મેકર્સે આટલી મોટી ભૂલ કરી છે

'પુષ્પા' ફિલ્મમાં જોવા મળેલી આ 5 ભૂલ તમે પકડી પાડી કે નહીં ? મુખ્ય સીનમાં જ મેકર્સે આટલી મોટી ભૂલ કરી છે

પુષ્પા ફિલ્મ ભૂલ

ફિલ્મ 'પુષ્પા : ધ રાઈઝ" (Pushpa: The Rise)ની ચર્ચા ખુબ થઈ રહી છે. ફિલ્મ ગમે એટલી મોટી હિટ કેમ ન હોય પરંતુ કેટલાક ચપળ દર્શકો તેમાં મેકર્સ (Makers)ની ભૂલ શોધી કાઢે છે. અલ્લુ અર્જુન (Allu Arjun) અને રશ્મિકા મંદાના (Rashmika Mandana) સ્ટાર ફિલ્મ 'પુષ્પા'માં કઈ ભૂલ છે તે જોઈએ

વધુ જુઓ ...
    મુંબઈ : બોક્સ ઓફિસ (Box Office) પર તાબડતોડ હિટ થયેલી ફિલ્મ 'પુષ્પા : ધ રાઈઝ" (Pushpa: The Rise)ની ચર્ચા ખુબ થઈ રહી છે. કોરોના (Corona Virus) સમયગાળામાં પણ હિટ ગયેલી આ ફિલ્મનો ક્રેઝ (Craze) તેના તમામ દર્શકોમાં જોવા મળી રહ્યો છે. ફિલ્મ ગમે એટલી મોટી હિટ કેમ ન હોય પરંતુ કેટલાક ચપળ દર્શકો તેમાં મેકર્સ (Makers)ની ભૂલ શોધી કાઢે છે. આવું જ કઈંક અલ્લુ અર્જુન (Allu Arjun) અને રશ્મિકા મંદાના (Rashmika Mandana) સ્ટાર ફિલ્મ 'પુષ્પા'માં જોવા મળ્યું છે. 'પુષ્પા' ફિલ્મના કેટલાક સીનમાં મેકર્સની ભૂલ દેખાઈ રહી છે. ચાલો જાણીએ આ કઈ ભૂલ છે, જે કદાચ તમે ફિલ્મ જોતી વખતે પકડી શક્યા નહીં.

    'પુષ્પાઃ ધ રાઇઝ' ફિલ્મને રિલીઝ થયાને એક મહિનાથી વધુ સમય થઈ ગયો છે પરંતુ હજુ પણ ફિલ્મ અનેક રેકોર્ડ તોડીને આગળ વધી રહી છે. અલ્લુ અર્જુનથી લઈને ફિલ્મના દરેક કલાકારની ખૂબ પ્રશંસા થઈ રહી છે. પરંતુ મેકર્સે ફિલ્મના મુખ્યસીનમાં જ કેટલી ભૂલો કરી છે. સૌપ્રથમ જોઈએ તો, પહેલી ભૂલ 'પુષ્પા'ના બેસ્ટ ફ્રેન્ડ કેશવ દ્વારા કરવામાં આવી હતી. કેશવ, જેને વાનનો દરવાજો ખોલતા આવડતું ન હતું, તે બીજે જ દિવસે વિમાનની જેમ રેડ વેન ઉડાવી રહ્યો હતો. આ કોન્સેપ્ટમાં મેકર્સની ભૂલ ઉડીને આંખે વળગે છે.

    ફિલ્મ 'પુષ્પા'માં પુષ્પાના બાળપણના સીન પણ ફિલ્માવવામાં આવ્યા છે. બાળપણના એક સીનમાં પુષ્પાની માતા તેને પકડવા દોડી રહી છે. આ સીન દરમિયાન પહેલા તો એક સાઈકલ સવાર જોવા મળે છે પરંતુ પછીના સીનમાં સાઈકલ સવાર અચાનક ગાયબ થઈ જાય છે.

    'પુષ્પા' ફિલ્મમાં રાત્રિનું દ્રશ્ય બતાવવામાં આવ્યું છે. પરંતુ રાત્રિના અંધારામાં બહાર નીકળતા લોકોની પાછળ આ તડકો શા માટે દેખાઈ રહ્યો આમ, ફિલના એ સીનમાં રાત્રી અને તડકો બંને જોવા મળે છે.

    ફિલ્મમાં જ્યારે અલ્લુ અર્જુન પોતાના ખિસ્સામાં પૈસા રાખે છે અને તે નોટ બહાર આવતી જોવા મળે છે, તે સીનમાં પણ મેકર્સની ભૂલ સામે દેખાય છે. કારણ કે, જો તે જ સીનમાં કેમેરાના બીજા એંગલને જોવામાં આવે, તો તેના પૈસા ખિસ્સા બહાર નહીં પરંતુ અંદર દેખાય છે.

    આ પણ વાંચોનવાઝુદ્દીન સિદ્દીકીએ મુંબઈમાં બનાવ્યો લક્ઝુરિયસ મહેલ, જુઓ આલીશાન ઘર 'નવાબ'ની તસવીરો

    સ્મગલિંગ પર બનેલી આ ફિલ્મમાં સ્મગલિંગ તો જ શક્ય છે જયારે પોલીસને લાંચ મળતી હોય. આ ફિલ્મમાં પણ પોલીસ ઓફિસરને આપેલી લાંચની રકમ ફિલ્મમાં ઘણી વખત ગણવામાં આવી હતી. પરંતુ આ સીનમાં દર્શવવામાં આવેલી લાંચની રકમ પર તમે ધ્યાનથી નજર કરી છે. જો નહીં તો જાણી લો કે આ નોટ કરન્સી બહારની નોટ છે. જીહા ! આ નોટ પર ખરેખર તમારું ધ્યાન નથી ગયું તો અમે તમને જણાવી દઈએ કે આ સીનમાં 1000ની જૂની નોટો જોવા મળે છે, જેના પર સરકારે પ્રતિબંધ મૂક્યો હતો. પરંતુ ધ્યાનથી જોશો તો હજાર રૂપિયાની જૂની નોટ પર નીચે એક નંબર છે, જ્યારે જૂની હજારની નોટ પર તે જગ્યાએ કોઈ નંબર નહોતો. એટલે કહી શકાય કે, આ નોટ કરન્સી બહારની નોટ છે એટલું જ નહીં પરંતુ આ નોટ નકલી છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Allu Arjun, Bollywood Latest News, Bollywood News in Gujarati, Pushpa box office collection, Pushpa Movie

    આગામી સમાચાર