Home /News /entertainment /પંજાબી સિંગર AP Dhillon સાથે થયો અકસ્માત, એક અઠવાડિયાના શો થયા પોસ્ટપોન

પંજાબી સિંગર AP Dhillon સાથે થયો અકસ્માત, એક અઠવાડિયાના શો થયા પોસ્ટપોન

ફોટોઃ @ap.dhillxn

પંજાબી સિંગર એપી ઢિલ્લનનો અકસ્માત થવાથી હોસ્પિટલમાં દાખલ છે. જેની જાણકારી સિંગરે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. એક અઠવાડિયા સુધીના તમામ શોને એપી ઢિલ્લને પોસ્ટપોન કર્યા છે.

    નવી દિલ્હીઃ યુવાનોમાં પ્રખ્યાત પંજાબી સિંગર એપી ઢિલ્લનના ગીતો રીલિઝ થતાંની સાથે જ ધમાલ મચાવી દે છે. તેના ગીતો લોકોમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. તેના ગીતો જ એવા હોય છે, જે સાંભળીને લોકો પોતાનું નાચવાનું રોકી નથી શકતાં. તેની ફેન ફોલોઇંગ પણ એટલી જોરદાર છે. જોકે, હાલ મશહૂર સિંગર અને રેપર એપી ઢિલ્લન સાથે જોડાયેલા એક સમાચાર સામે આવ્યા છે, જે ફેન્સ માટે ચિંતાનો વિષય બન્યો છે.

    એપી ઢિલ્લનને થઈ ગંભીર ઈજા


    એપી ઢિલ્લને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્ટોરી શેર કરીને ફેન્સને પોતાની ઈજાના સમાચાર આપ્યા છે. સિંગર અને રેપર એપી ઢિલ્લને પોતાની પોસ્ટમાં હોસ્પિટલના ખાટલા પર ઈજાગ્રસ્ત સૂતેલો જોવા મળે છે. તેને આ હાલતમાં જોઈને બધાં ફેન્સ પરેશાન થઈ ગયા છે અને પોતાના ફેવરેટ સિંગરની સલામતીની પ્રાર્થના કરી રહ્યા છે. આ સાથે ફેન્સ જાણવા માંગે છે કે તેને આટલી ઈજા કેવી રીતે પહોંચી. જોકે, એપી ઢિલ્લને આ વિશે કોઈ જાણકારી આપી નથી.



    આ પણ વાંચોઃ સલમાન ખાન સાથે આ બે અભિનેતાની સુરક્ષામાં કરાયો વધારો, હત્યાની મળતી હતી ધમકી

    સિંગરે કરી પોસ્ટ


    એપી ઢિલ્લન સાથે જોડાયેલા આ સમાચારે ફેન્સને ચિંતામાં મૂકી દીધા છે. તમને જણાવી દઈએ કે, સિંગરે તેની પોસ્ટમાં લખ્યું છે કે, 'કેલિફોર્નિયામાં મારા તમામ ફેન્સને જણાવવામાં દિલ દુખી રહ્યુ છે કે SF અને LAમાં મારા શો પોસ્ટપોન કરવામાં આવી રહ્યા છે, કારણકે યાત્રા દરમિયાન હું અચાનક ઘાયલ થઈ ગયો છુ. હું ઠીક છું. જલ્દી જ પૂરી રીતે રિકવર થઈ જઈશ. જોકે, હું આ સમયે પરફોર્મ નહીં કરી શકું. હું તમને જલ્દી મળવા માટે આતુર છું.'



    આ પણ વાંચોઃ VIDEO: ભારત પહોંચતા પ્રિયંકાએ મોરબી દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યુ

    એપી ઢિલ્લને ફેન્સની માફી માંગી


    એપી ઢિલ્લને પોતાની પોસ્ટમાં ચાહકોની માફી પણ માંગી છે અને કહ્યું છે કે, 'જો તમને મારા કારણે કોઈ પ્રકારની તકલીફ થઈ હોય તો હું તેના માટે માફી માંગુ છું. હું તમને થોડા અઠવાડિયામાં મળીશ. તમારી ટિકિટ નવા શેડ્યૂલ કરેલા શો માટે માન્ય રહેશે.'
    Published by:Hemal Vegda
    First published:

    Tags: Entertainment news, Punjabi singer, મનોરંજન

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन