Home /News /entertainment /Daljeet Kaur Death: ફેમસ એક્ટ્રેસ દલજિત કૌરનું આકસ્મિક નિધન, ગંભીર બીમારી સામે હારી જીંદગીની જંગ

Daljeet Kaur Death: ફેમસ એક્ટ્રેસ દલજિત કૌરનું આકસ્મિક નિધન, ગંભીર બીમારી સામે હારી જીંદગીની જંગ

દલજીત મગજની ગંભીર બિમારીથી પીડિત હતા

ટોપ પંજાબી એક્ટ્રેસ દલજીત કૌર ખંગૂરાનું આકસ્મિક નિધન થયું છે. તેમણે ગુરુવાર, 17 નવેમ્બર, 2022 ના રોજ કસ્બા સુધાર બજાર, લુધિયાણા, પંજાબ ખાતે અંતિમ શ્વાસ લીધા.

    Famous actress Daljit Kaur died : ટોપ પંજાબી એક્ટ્રેસ દલજીત કૌર ખંગૂરાનું આકસ્મિક નિધન થયું છે. તેમણે ગુરુવાર, 17 નવેમ્બર, 2022 ના રોજ કસ્બા સુધાર બજાર, લુધિયાણા, પંજાબ ખાતે અંતિમ શ્વાસ લીધા.

    કથિત રીતે દલજીત મગજની ગંભીર બિમારીથી પીડિત હતા, તેની લાંબા સમયથી સારવાર ચાલી રહી હતી. ફેમસ એક્ટ્રેસે 10 હિન્દી ફિલ્મો સહિત 70 થી વધુ પંજાબી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેઓ 69 વર્ષના હતા.

    આ પણ વાંચો :  42ની ઉંમરમાં શ્વેતા તિવારીએ પહેર્યુ હદથી નાનુ ફ્રોક, કર્વી ફિગર જોઇને છૂટી જશે પરસેવો

    પુણેથી એક્ટિંગનો કોર્સ કર્યો


    પંજાબી એક્ટ્રેસ દલજીત કૌરના અંતિમ સંસ્કાર 17 નવેમ્બરે બપોરે 1 વાગ્યે લુધિયાણામાં કરવામાં આવ્યા હતા. તેણીએ લેડી શ્રી રામ કોલેજ (LSR)માંથી ગ્રેજ્યુએટ થયા પછી પ્રતિષ્ઠિત FTII, પુણેમાંથી એક્ટિંગનો કોર્સ કર્યો. તેણે પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વર્ષ 1976માં ફિલ્મ 'દાઝ'થી ડેબ્યૂ કર્યું હતું.

    આ પણ વાંચો :  મોનાલિસાને હોટલમાં મળતા હતા માત્ર 120 રૂપિયા, 10 વર્ષ રહી લિવ ઇનમાં, બોલ્ડ ફોટોઝ સાથે જાણો રોચક કિસ્સા

    કબડ્ડી અને હોકીની નેશનલ ખેલાડી


    દલજીત કૌર પોતાના સમયમાં કબડ્ડી અને હોકીની નેશનલ ખેલાડી રહી ચુકી છે. તેણીએ તેની શાનદાર એક્ટિંગ પછી સુપરહિટ પંજાબી ફિલ્મોથી દર્શકોનું મનોરંજન કર્યું, દલજીત કૌરે 'પુટ જટ્ટાં દે', 'મામલા ગડબડ હૈ', 'કી બનૂ દુનિયા દા', 'સરપંચ', 'પટોલા' જેવી ફિલ્મોમાં અભિનય કર્યો. દલજીતે સિંઘ વીએસ કૌર (2013)માં ગિપ્પી ગ્રેવાલની માતાની ભૂમિકા ભજવી હતી.

    માર્ગ અકસ્માતમાં પતિનું મોત


    દલજિતે તેના અભિનેતા પતિ હરમિન્દર સિંહ દેઓલના માર્ગ અકસ્માતમાં દુઃખદ અવસાન બાદ ફિલ્મોમાં કામ કરવાનું બંધ કરી દીધું હતું. તેમના આકસ્મિક નિધનથી તેના ફેન્સ અને ઈન્ડસ્ટ્રીના લોકો આઘાતમાં છે. તેમના નિધનથી ઘણા લોકો દુ:ખી થયા છે અને પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
    Published by:Bansari Gohel
    First published:

    Tags: Bollywood actress, Bollywood Latest News, Deaths

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन