Home /News /entertainment /Salman Khan Threat: સલમાન ખાનને ધમકી આપવાના મામલે મુંબઈ પોલીસ એક્શનમાં, આ મોટું પગલું ભરવા જઈ રહી છે

Salman Khan Threat: સલમાન ખાનને ધમકી આપવાના મામલે મુંબઈ પોલીસ એક્શનમાં, આ મોટું પગલું ભરવા જઈ રહી છે

મુંબઈ પોલીસ એક્શનમાં

બોલિવૂડ એક્ટર સલમાન ખાનની મુશ્કેલીઓ ઓછું થવાનું નામ નથી લઈ રહી. જ્યારથી સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી છે તેના પછી તેની સુરક્ષા વધારી દેવામાં આવી છે. હાલમાં પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલા મર્ડર કેસમાં એક શૂટરની ધરપકડ કરવામાં આવી હતી જેની પૂછપરછમાં ખુલાસો થયો કે ગેંગસ્ટરના નિશાના પર સલમાન ખાન છે. આ મામલે મુંબઈની બ્રાંદ્રા પોલીસ પોતાના વરિષ્ઠ અધિકારીઓ સાથે ચર્ચા કરી રહી છે. ચર્ચા પછી એક ટીમે સિદ્ધુ મુસેવાલા મામલામાં ધરપકડ કરવામાં આવેલા આરોપીઓને પૂછપરછ માટે મોકલવામાં આવશે.

વધુ જુઓ ...

    પંજાબના ડીજીપી ગૌરવ યાદવે સિદ્ધુ મુસેવાલા કેસમાં ધરપકડ થયેલા શૂટર કપિલ પંડિતની પૂછપરછની માહિતી આપી હતી. તેમને જણાવ્યું હતું કે, લોરેન્સ બિશ્વનોઈએ કપિલને સલમાન ખાનને મારી નાખવાનું કામ સોંપ્યું હતું. આ ખુલાસા પછી મુંબઈ પોલીસ એક ટીમ બનાવી તે આરોપીઓની પૂછપરછ કરવાનો નિર્ણય લીધો છે.

    આ પણ વાંચોઃ- ગેંગસ્ટર્સના નિશાના પર છે ભાઈજાન! મુસેવાલા મર્ડર કેસમાં ધરપકડ કરવામાં આવેલા શૂટરે કર્યો ખુલાસો

    સુરક્ષા વધારવામાં આવી

    સલમાન ખાનની સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. તેની ગાડી પણ અપગ્રેડ કરી દેવામાં આવે છે. તે બુલેટપ્રૂફ સફેદ ગાડીમાં ફરી રહ્યો છે. એટલું જ નહીં સલમાનને ગન રાખવાનું લાઈસન્સ પણ મળી ચૂક્યું છે. સલમાનના સેટ પર પણ ગાર્ડ વધારી દેવામાં આવ્યા છે. હવે સલમાનની સાથે હંમેશાં ઘણા ગાર્ડ રહે છે.

    વર્કફ્રન્ટની વાત કરીએ તો સલમાન ખાન તેલુગુ ફિલ્મ ‘ગોડ ફાધર’માં જોવા મળશે. તે સિવાય તે ‘કિસી કા ભાઈ કિસી કી જાન મેં’ જોવા મળશે. આ ફિલ્મથી સલમાનનો લુક પણ સામે આવી ચૂક્યો છે. સલમાન આ ફિલ્મમાં લાંબા વાળમાં જોવા મળશે. થોડા સમય પહેલા તેણે ફિલ્મના ટાઈટલની જાહેરાત કરી હતી.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Actor salman khan, Sidhu Moose Wala, પોલીસ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन