Puneeth Rajkumar: કર્ણાટક સરકારે ચાહકોને સુપરસ્ટાર પુનિત રાજકુમારની સમાધિએ જવાની આપી મંજૂરી

કર્ણાટક સરકારે ચાહકોને સુપરસ્ટાર પુનિત રાજકુમારની સમાધિએ જવાની આપી મંજૂરી

કન્નડ સુપરસ્ટાર પુનીત રાજકુમાર (Puneeth Rajkumar)ના પરિવારે કાંતિરવા સ્ટુડિયો પરિસરમાં હાલુ-ટુપ્પા વિધિ (કબરને દૂધ અને ઘીની ચઢાવવું) કરી હતી.

  • Share this:
    કન્નડ સુપરસ્ટાર પુનીત રાજકુમાર (Puneeth Rajkumar)ના પરિવારે કાંતિરવા સ્ટુડિયો પરિસરમાં હાલુ-ટુપ્પા વિધિ (કબરને દૂધ અને ઘીની ચઢાવવું) કરી હતી. જ્યાં પુનીતની પત્ની (Wife of puneeth) અશ્વિની, પુત્રીઓ ધૃતિ અને વંદનાએ પરિવારના અન્ય સભ્યો પણ હાજર રહ્યા હતા. આ સ્થળે મંગળવારે તેમના પાર્થિવ દેહનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો.

    આ દરમિયાન પ્રતિબંધના આદેશ અમલમાં હોવાથી તેના હજારો ચાહકોએ સ્ટેડિયમ પરિસરને ઘેરી લીધું હતું અને તેમને તેમના પ્રિય સ્ટારને શ્રદ્ધાંજલિ આપવા માટે અંદર જવા દેવા વિનંતી કરી હતી. જેથી દબાણને કારણે પ્રવેશની મંજૂરી આપવામાં આવી હતી.

    પુનિતના મોટા ભાઈ રાઘવેન્દ્ર રાજકુમારે આ બાબતે જણાવ્યું હતું કે, તેમનો નાનો ભાઈ લોકોનો છે અને વિધિ બાદ તેઓ ગમે ત્યારે તેની કબર પાસે જઈ શકે છે.

    આ દરમિયાન તેલુગુ સુપરસ્ટાર અક્કિનેની નાગાર્જુન પુનીત રાજકુમારના નિવાસસ્થાને પહોંચ્યો હતો અને પરિવારના સભ્યોને સાંત્વના પાઠવી હતી. તેણે કહ્યું કે, આ ખૂબ જ આઘાતજનક અને હૃદયદ્રાવક ઘટના છે. જે બન્યું તેના પર વિશ્વાસ કરવો આપણા માટે શક્ય નથી. હું અવાચક છું અને તેના પરિવારના સભ્યોને શું કહેવું તેની ખબર નથી.

    તેણે વધુમાં ઉમેર્યું કે, બધા જ પુનીત રાજકુમારના ગુણો વિશે વાત કરી રહ્યા છે. તેઓની સામાજિક સેવાની વાત કરે છે. ત્યારે મને સમજાતું નથી કે ઈશ્વર તેને કેવી રીતે લઈ ગયા. તેમના પરિવાર, કર્ણાટકના લોકો અને તેમના ચાહકો પ્રત્યે મારી ઊંડી સંવેદના છે.

    નોંધનીય છે કે, કન્નડ સુપરસ્ટાર પુનીત રાજકુમારના અકાળે અવસાનથી દેશભરમાં શોક વ્યાપી ગયો હતો. જુનિયર એનટીઆર, મહેશ બાબુ, ચિરંજીવી, લક્ષ્મી મંચુ, આર માધવન, ડલ્કર સલમાન અને પૃથ્વીરાજ સુકુમારન સહિતના સાઉથના સ્ટાર્સે કન્નડ ફિલ્મ સ્ટારના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. પુનીતના ચાહકોએ દિવંગત અભિનેતાને સૌથી દયાળુ અને ઉમદા ફિલ્મ સ્ટાર્સ ગણાવ્યો હતો.

    આ પણ વાંચોPuneeth Rajkumar લોકો માટે કેમ હતા ખાસ? જુઓ ગરીબો માટે સ્કૂલોથી લઈ કર્યા અનેક ઉમદા કામ

    ઉલ્લેખનીય છે કે, સુપ્રસિદ્ધ અભિનેતા રાજકુમારના પુત્ર પુનીતને 46 વર્ષની ઉંમરે કાર્ડિયાક અરેસ્ટ બાદ પોતાના નિવાસસ્થાને જવા રવાના થયો હતો. છાતીમાં દુ:ખાવો થતાં તેને બેંગલુરુની વિક્રમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેણે અંતિમ શ્વાસ લીધા હતા. પુનિત રાજકુમારે 2002માં અપ્પુમાં અભિનયની શરૂઆત કરી હતી. 29 ફિલ્મોમાં લીડ સ્ટાર રહ્યા બાદ તેની છેલ્લી રિલીઝ યુવારત્ન હતી. જે આ વર્ષની શરૂઆતમાં એપ્રિલમાં રિલીઝ થઈ હતી.
    Published by:kiran mehta
    First published: