Home /News /entertainment /

નવજોત સિંહ સિદ્ધુનું સમર્થન કરી ફસાયો કપિલ શર્મા, લોકોએ કરી બોયકોટની માંગણી

નવજોત સિંહ સિદ્ધુનું સમર્થન કરી ફસાયો કપિલ શર્મા, લોકોએ કરી બોયકોટની માંગણી

સોશિયલ મીડિયા યૂઝર્સ જે કપિલનાં શોમાં અર્ચના પૂરણ સિંહની એન્ટ્રીથી શાંત થઇ ગયા હતાં પણ હવે કપિલ પર ફરી નિશાન સાધ્યુ છે

સોશિયલ મીડિયા યૂઝર્સ જે કપિલનાં શોમાં અર્ચના પૂરણ સિંહની એન્ટ્રીથી શાંત થઇ ગયા હતાં પણ હવે કપિલ પર ફરી નિશાન સાધ્યુ છે

    મુંબઇ: ક્રિકેટર, નેતા અને શબ્દોનાં નાં બાઝીગર નવજોત સિંહ સિદ્ધુ પુલવામા આતંકી હુમલાને લઇને પોતાનાં નિવેદનને લઇને ન્યૂઝમાં છે. તે બાદ જ્યારે કપિલ શર્માને સિદ્ધુને લઇને સવાલ કરવામાં આવ્યો તો તેને એવું નિવેદન આપ્યું કે તે નિવેદનને કારણે ફરી એક વખત સોશિયલ મીડિયા પર ઘેરાઇ ગયો છે.

    કપિલે કહ્યું કે, જે મુદ્દો છે તેનાં પર ફોકસ કરવું જોઇએ, આતંકવાદીઓથી બદલો લેવો જોઇએ. પહેલાં ફક્ત આ મામલે સિદ્ધુ ટ્રોલ થઇ રહ્યો હતો તો હવે કપિલ શર્માનાં શોને બોયકોટ કરવાની માંગણી ઉઠવા લાગી છે. સોશિયલ મીડિયા યૂઝ્સ જે કપિલનાં શોમાં અર્ચના પૂરણ સિંહની એન્ટ્રીથી શાંત થઇ ગયા હતાં, હવે તેઓએ કપિલ  શર્માને નિશાનો સાધ્યો છે.



    જ્ઞાનેન્દ્ર ગિરિ નામનાં ટ્વિટર યુઝરે લખ્યુ કે, કપિલ શર્મા ખુલીને આતંકીઓને માફ કરનારા સિદ્ધુને સપોર્ટ કરી રહ્યો છે.



    માયા નામની મહિલાએ લખ્યું કે, કપિલ શર્મા જો કેટલીક બીમારીનો પર્મનેન્ટ ઇલાજ નથી. કોઇ જ પ્રયાસ કરો અને ઇલાજમાં કોઇ બદલાવ કર્યો તે શખ્સને બીમારીથી મરવા છોડી દેવા જોઇએ.



    સવિતા સિંહ નામની એક ટ્વિટર યૂઝરને લખ્યુ કે, તેને જુઓ કેવી જોકર જેવી વાત કરે છે. તેનાં અવાજમાં કેટલી અકડ છે. જવાનોની શહાદત માટે કોઇ ભાવના અને દર્દ છે જ નહીં.



    તો અન્ય એક ટ્વટિર યૂઝરે લખ્યુ કે, સોની ટીવીને જ અનસબ્સક્રાઇબ કરવાની વાત કરી દીધી છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Kapil Sharma, Navjot Siddhu, Troll, પુલવામા એટેક

    આગામી સમાચાર