અભિનેતા અક્ષય કુમારે શરૂ કર્યા એક્ટિંગના પ્રોફેશનલ માસ્ટર ક્લાસ

અભિનેતા અક્ષય કુમારની ફાઈલ તસવીર

Akshay Kumar professional acting classes: અભિનેતા અક્ષય કુમારે વિડીયો શેર કરતા જણાવ્યું કે, ‘જ્યારે હું એક્ટર બનવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, તે સમયે ક્યારેય પણ ફોર્મલી એક્ટિંગ શીખવાની તક નહોતી મળી. અત્યારે સમય બદલાઈ ગયો છે, તમે મારા પ્રોફેશનલ માસ્ટરક્લાસ અટેન્ડ કરી શકો છો અને મારી 30 વર્ષની એક્ટિંગ જર્નીમાંથી કંઈક શીખી શકો છો.’

  • Share this:
મુંબઈઃ હાલમાં અક્ષય કુમાર(Akshay Kumar) અનેક ફિલ્મો અંગે ચર્ચામાં છે. અક્ષય કુમારની એક બાદ એક ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે. અક્ષય કુમારની ફિલ્મ ‘બેલબોટમ’ (Bellbottom) 27 જુલાઈના રોજ રિલીઝ થશે. અક્ષય કુમારના ફેન્સ આ ફિલ્મની ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે અક્ષય કુમાર હવે એક નવા પ્રોજેક્ટ સાથે દર્શકોની સામે આવ્યા છે. જે લોકો એક્ટિંગમાં પોતાનું કરિઅર બનાવીને આગળ વધવા માંગે છે, તે લોકો માટે આ પ્રોજેક્ટ ખૂબ જ લાભદાયી છે.

અક્ષય કુમાર લોકોને ઓનલાઈન એક્ટિંગ શીખવાડશે. અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો છે. અભિનેતા અક્ષય કુમારે વિડીયો શેર કરતા જણાવ્યું કે, ‘જ્યારે હું એક્ટર બનવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, તે સમયે ક્યારેય પણ ફોર્મલી એક્ટિંગ શીખવાની તક નહોતી મળી. અત્યારે સમય બદલાઈ ગયો છે, તમે મારા પ્રોફેશનલ માસ્ટરક્લાસ અટેન્ડ કરી શકો છો અને મારી 30 વર્ષની એક્ટિંગ જર્નીમાંથી કંઈક શીખી શકો છો.’

વિડીયોમાં અક્ષય કુમાર જણાવે છે કે કેવી રીતે તેઓ એક પાત્રની એક્ટિંગ કરતા કરતા અન્ય પાત્રની એક્ટિંગ કરવા માટે તૈયાર થાય છે. અભિનેતા અક્ષય કુમાર જણાવે છે કે કોઈપણ પાત્ર ભજવતા પહેલા તેઓ પોતાના મનની વાત સાંભળે છે. અક્ષય કુમારે કહ્યું કે, ‘શું હું એક મૈથર્ડ અભિનેતા છું? હું મારા તમામ પાત્રને ખૂબ જ સારી રીતે સમજુ છું.

આ પણ વાંચોઃ-પતિ સાથે બેવફાઈનો કરણુ અંજામ! પ્રેમીએ પ્રેમિકાના ઘરમાં જ તેની કરી હત્યા, પછી પોતે પણ કર્યો આપઘાતનો પ્રયાશ

આ પણ વાંચોઃ-Video: ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં સાપ નીકળ્યો, ભક્તો ભોલેનાથનો ચમત્કાર માનવા લાગ્યા

એક પાત્રમાંથી અન્ય પાત્રની એક્ટિંગ કરતા મને વધુ સમય લાગતો નથી. હું પાત્રને સમજ્યા પ્રમાણે તેને ભજવવાનો પ્રયત્ન કરું છે. આ મારી મૈથર્ડ છે. એક પાત્રને કેવી રીતે ભજવવું તેની પ્રેરણા મેં હંમેશા વાસ્તવિક જીવનમાંથી લીધી છે. જીવનભર તમે કરેલ નાનામાં નાના સીનના કારણે તમને યાદ રાખવામાં આવે છે. આ સેશનમાં હું તમારી સાથે ઈન્ડિયન સિનેમાના 30 વર્ષનો અનુભવ તમારી સાથે શેર કરીશ. ’

અક્ષય કુમારના વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો, અક્ષય કુમારની અનેક ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે, જેમાં ફિલ્મ ‘બેલબોટમ’ અને ‘સુર્યવંશી’ શામેલ છે. આગામી સમયમાં અક્ષય કુમાર ફિલ્મ ‘અતરંગી રે’, ‘રામસેતુ’, ‘રક્ષાબંધન’, ‘બચ્ચન પાંડે’ સહિતની અનેક ફિલ્મોમાં અભિનય કરતા જોવા મળશે.
First published: