Home /News /entertainment /

જ્યારે અમિતાભ બચ્ચનને ચાલુ શૂટિંગની વચ્ચે પ્રોડ્યુસરે ફિલ્મમાંથી કાઢી મૂક્યા હતા? જાણો પછી શું થયું

જ્યારે અમિતાભ બચ્ચનને ચાલુ શૂટિંગની વચ્ચે પ્રોડ્યુસરે ફિલ્મમાંથી કાઢી મૂક્યા હતા? જાણો પછી શું થયું

બિગ બીને ચાલુ શૂટિંગની વચ્ચે પ્રોડ્યુસરે ફિલ્મમાંથી કાઢી મૂક્યા હતા

અમિતાભ બચ્ચન અને રેખાની જોડી પહેલી વખત દુલાલ ગુહાની ફિલ્મ દો અનજાને (1976)માં જોવા મળી હતી. દર્શકોને બંનેની જોડી ઘણી પસંદ આવી હતી. અમિતાભ-રેખાની જોડી હિન્દી સિનેમાના ઈતિહાસમાં સૌથી સફળ જોડીમાંની એક ગણવામાં આવી. દો અનજાને પહેલા 1972-73માં એક ફિલ્મ બંનેએ સાથે શરૂ તો કરી હતી, પરંતુ નિર્માતા-નિર્દેશકે સાત રીલ બનાવ્યા પછી અમિતાભને ફિલ્મમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા

વધુ જુઓ ...
    અમિતાભ બચ્ચન અને રેખાની જોડી પહેલી વખત દુલાલ ગુહાની ફિલ્મ દો અનજાને (1976)માં જોવા મળી હતી. દર્શકોને બંનેની જોડી ઘણી પસંદ આવી હતી. અમિતાભ-રેખાની જોડી હિન્દી સિનેમાના ઈતિહાસમાં સૌથી સફળ જોડીમાંની એક ગણવામાં આવી. દો અનજાને પહેલા 1972-73માં એક ફિલ્મ બંનેએ સાથે શરૂ તો કરી હતી, પરંતુ નિર્માતા-નિર્દેશકે સાત રીલ બનાવ્યા પછી અમિતાભને ફિલ્મમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા કેમ કે તે સમયે તેમની ફિલ્મો નહોતી ચાલતી. પરિણામે તેમને ફિલ્મ માટે ફાઇનાન્સર્સ અને ડિસ્ટ્રીબ્યુટર્સ નહોતા મળતા. અમિતાભને કાઢીને બીજા એક્ટરને લેવામાં આવ્યો અને ફિલ્મ બનીને રિલીઝ થઈ.

    અમિતાભની જગ્યાએ આ ખાનને લેવામાં આવ્યા

    અમિતાભ-રેખાને લઈને શરૂઆતમાં આ ફિલ્મનું નામ હતું અપના પરાયા. એક મહિના સુધી ફિલ્મનું શૂટિંગ ચાલ્યું, પરંતુ મહિના પછી ફિલ્મના ડાયરેક્ટર કુંદન કુમાર અને નિર્માતા જીએમ રોશને અમિતાભને કાઢીને સંજય ખાનને લઈ લીધા હતા. જો કે તેનાથી નિર્માતાને નુકસાન થયું હતું. આ મામલામાં ડાયરેક્ટર કુંદન કુમારનું કહેવું હતું કે, અમિતાભની સતત ફ્લોપ ફિલ્મોના કારણે કોઈ ડિસ્ટ્રીબ્યુટર આ ફિલ્મ ખરીદવા માટે તૈયાર નહોતો. એવામાં નિર્માતાએ વધારે જોખમ ન લેતા શૂટિંગ બંધ કરી દીધું. અમિતાભની જગ્યાએ સંજય ખાનને લીધા પછી નિર્માતા-નિર્દેશકને ફિલ્મનું નામ બદલીને દુનિયા કા મેલા કરી દીધું.

    નસીબનો ખેલ તો જુઓ

    કિસ્મતનો ખેલ તો જુઓ જે ફિલ્મમાં અમિતાભની જગ્યાએ સંજય ખાને લીધી હતી, તે ફ્લોપ થઈ ગઈ અને તે સમયે અમિતાભની જંજીર સુપર ડુપર હિટ સાબિત થઈ. 1973માં રિલીઝ થયેલી જંજીરે અમિતાભને રાતોરાત સુપસ્ટાર બનાવી દીધા હતા. તેના પછી તેમને એંગ્રી યંગ મેનની નામ મળ્યું. તેના પછી અમિતાભની પાસે ફિલ્મોની લાઈન લાગી. જ્યારે દુનિયા કા મેલા આવતા વર્ષે 1974માં થિયેટરોમાં આવી હતી. પરંતુ દર્શકો તેને જોવા ન ગયા. અમિતાભ પછી અને સંજય ખાન પહેલા આ ફિલ્મ નવીન નિશ્ચલને ઓફર કરવામાં આવી હતી. જે તે સમયે મોટા સ્ટાર હતા. પરંતુ તેમણે એવું કહીને ના પાડી કે સ્ટ્રગલિંગ એક્ટરે છોડેલી ફિલ્મ સહી નહીં કરું.

    એક ગીત પણ શૂટ થયું હતું

    અમિતાભ જ્યારે અપના પરાયાનું શૂટિંગ કરી રહ્યા હતા, તે દરમિયાન અમિતાભ અને રેખા પર એક ગીતનું શૂટિંગ થઈ ગયું હતું. ગીતના શબ્દો હતા, તૌબા તૌબા. જ્યારે સંજય ખાન આ ફિલ્મમાં આવ્યા તો તેમન પર પણ રેખાની સાથે આ ગીત શૂટ થયું. યુટ્યુબ પર આજે પણ આ ગીત છે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Bollywood actor, Rekha, અમિતાભ બચ્ચન

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन