મને સેક્સ દેખાડી ખુબ ખુશી થાય છે: એકતા કપૂર

News18 Gujarati
Updated: December 11, 2018, 6:20 PM IST
મને સેક્સ દેખાડી ખુબ ખુશી થાય છે: એકતા કપૂર
એકતા કપૂર (ફાઈલ ફોટો)

આપણને સેક્સથી કોઈ સમસ્યા ન હોવી જોઈએ. મને આપણા દેશથી સમસ્યા છે, કારણ કે ખાવાના દાંત જુદા અને બતાવવાના દાંત જુદા છે.

  • Share this:
ડેલી સોપ ક્વીન એકતા કપૂરને હંમેશા તેમના શો અથવા ફિલ્મના કોન્ટેન્ટને લઈ ક્રિટીસાઈઝ કરવામાં આવ્યા છે. એકતાએ મુંબઈમાં મીડિયા ઈન્ટરેક્શન દરમ્યાન પોતાના આલોચકોને જવાબ આપ્યો છે. તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે, તમે જે આલોચના સાંભળો છો તેના પર કઈંક કહેવા માંગો છો.

આ પ્રશ્ન પર એકતા કપૂરે જવાબ આપ્યો કે, મને સેક્સ બતાવીને ખુબ ખુશી મળે છે. ઓનસ્ક્રિન સેક્સ દેખાડવામાં કોઈ સમસ્યા નથી. આપણને સેક્સથી કોઈ સમસ્યા ન હોવી જોઈએ. મને આપણા દેશથી સમસ્યા છે, કારણ કે ખાવાના દાંત જુદા અને બતાવવાના દાંત જુદા છે. આપણને વગર સહમતિના સેક્સ અને સેક્સ ક્રાઈમથી પ્રોબલમ હોવો જોઈએ.

એકતા આગળ જણાવે છે કે, જ્યાં સુધી અંધવિશ્વાસની વાત છે તો, નાગીન એક ફેન્ટેસી શો છે. મને હેરી પોટર અને ગેમ ઓફ થ્રોન્સ ખુબ પસંદ આવ્યું. અમે તેવા ઈફેક્ટ નથી આપતા કારણ કે, અમારૂ બજેટ તેમના બજેટથી 1/100 છે અને જે દિવસે અમને તેમના જેવું બજેટ મળશે તો અમે તેમના લેવલનું મેચ કરીશું. અમે સ્ટોરી લાઈનમાં મજબૂત છીએ, એટલા માટે નાગીન આટલું હીટ છે.
First published: December 11, 2018, 6:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading