આસામ: દેસી ગર્લ પ્રિયંકા ચોપડા આસામ ટુરિઝ્મના નવા કેમ્પેનની શૂટિંગ વચ્ચે આસામ પહોંચી હતી. જ્યાં તેમણે પોતાના ફેન્સ સાથે ડાંસ કર્યો હતો. બધા સાથે સ્ટેપથી સ્ટેપ મેચ કરીને ડાંસ કરતી જોવા મળી. આ વીડિયોમાં પ્રિયંકા ખુબ જ સુંદર લાગી રહી છે. તેમને આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યો છે.
આ વીડિયોને શેર કરતા પ્રિયંકાએ લખ્યું કે, 'આ મહિલાઓએ મારા માટે શાનદાર પરફોર્મન્સ કર્યું. જિંદગી માટે તેના આત્મવિશ્વાસને જોઈને સારૂ લાગ્યું. આ એક મોટો હિસ્સો છે. કારણ કે આ એક સ્કૂલનો માહોલ છે. જે તેને સુરક્ષિત રાખે છે. આ લોકો ખુદ પોતાના આવનારા કાલને બનાવવા માટેના માલિક છે. એક છોકરીને સ્કૂલ સુધી લઈ જવા માટે ઘણી સારી વસ્તુઓ થાય છે ખાસ કરીને ખુશ થવું અને સંપન્ન થવું. #AwesomeAssam માટે મારા સફરની શાનદાર શરૂઆત.'
જણાવી દઈએ કે આ સિવાય પ્રિયંકા સલમાન સાથે આવનારી ફિલ્મ ભારત માટે પણ કામ કરશે, લાંબા સમય બાદ હિંદી ફિલ્મમાં જોડાવવા પર પ્રિયંકાના ફેન્સમાં ઘણું જ એક્સાઈટમેન્ટ જોવા મળી રહ્યું છે. કારણ કે અંદાજીત 10 વર્ષ બાદ પ્રિયંકા સલમાન સાથે ફિલ્મમાં કામ કરશે. પ્રિયંકા અને સલમાને છેલ્લે વર્ષ 2008માં આવેલી 'ગોડ તુસ્સી ગ્રેટ હો'માં સાથે જોવા મળ્યા હતા.