Home /News /entertainment /Priyanka Chopra: વેલેન્ટાઇન્સ ડે પર પ્રિયંકાએ બતાવી બોલ્ડનેસ, બેડરૂમમાં પતિને આ અંદાજમાં વિશ કર્યુ

Priyanka Chopra: વેલેન્ટાઇન્સ ડે પર પ્રિયંકાએ બતાવી બોલ્ડનેસ, બેડરૂમમાં પતિને આ અંદાજમાં વિશ કર્યુ

અભિનેત્રીએ તેના પતિને ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ખૂબ જ બોલ્ડ રીતે શુભેચ્છા પાઠવી છે.

વેલેન્ટાઈન ડે (Valentine's Day) પર પ્રિયંકાએ બેડ પર સૂઈને ખૂબ જ બોલ્ડ અંદાજમાં તેના પતિને વેલેન્ટાઈન ડેની શુભેચ્છા પાઠવી છે, જેને જોઈને તેના ફેન્સ દંગ રહી ગયા છે. તમે પણ એક નજર નાખી લો...

Priyanka Chopra Bold Valentine's Day Wish for Nick Jonas: પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) અને નિક જોનાસની લવસ્ટોરી ખૂબ જ ફિલ્મી રહી છે. બોલિવૂડની 'દેસી ગર્લ' (Desi Girl) એ આ અમેરિકન સિંગર સાથે ડિસેમ્બર 2018 માં જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં લગ્ન કર્યા હતા. નિક અને પ્રિયંકાએ થોડા સમય માટે એકબીજાને ડેટ પણ કર્યા હતા અને હવે તેઓ એક પુત્રી માલતી મેરી ચોપરા જોનાસ (Malti Marie Chopra Jonas) ના માતા-પિતા છે.

પ્રિયંકા અને નિક ખૂબ જ રોમેન્ટિક છે અને સોશિયલ મીડિયા પર ઘણી વખત તેમનો પ્રેમ વ્યક્ત કરતા જોવા મળ્યા છે. વેલેન્ટાઈન ડે (Valentine's Day) પર પ્રિયંકાએ બેડ પર સૂઈને ખૂબ જ બોલ્ડ અંદાજમાં તેના પતિને વેલેન્ટાઈન ડેની શુભેચ્છા પાઠવી છે, જેને જોઈને તેના ફેન્સ દંગ રહી ગયા છે. તમે પણ એક નજર નાખી લો...



આ પણ વાંચો :  હેં! 'Taarak Mehta Ka Ooltah Chashmah'માં જલ્દી થશે 'દયા ભાભી'ની એન્ટ્રી, દિશા વાકાણીના કમબેક પર અસિત મોદીએ આપી દીધી આ મોટી હિંટ

વેલેન્ટાઈન્સ ડે પર દેસી ગર્લ પ્રિયંકાની બોલ્ડનેસ


પ્રિયંકા ચોપરા તેના પતિ સાથે અમેરિકામાં છે જેના કારણે તેનો સમય ભારતથી અલગ ચાલે છે. મોડી રાત્રે, અભિનેત્રીએ વેલેન્ટાઇન ડે (Valentine's Day)ની સવારની ઉજવણી કરી છે, જેમાં અભિનેત્રીએ તેના પતિને ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ખૂબ જ બોલ્ડ રીતે શુભેચ્છા પાઠવી છે. અભિનેત્રીએ લખ્યું છે કે 'નિક તારી સાથે, મારો દરેક દિવસ વેલેન્ટાઇન ડે છે!'

બેડ પર સૂતા સૂતા આ અંદાજમા પતિને કર્યુ વિશ


આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે પ્રિયંકા ચોપરા તેના બેડ પર સૂઈ રહી છે. આ પ્રિયંકા દ્વારા શેર કરવામાં આવેલા એક વીડિયોના સ્ક્રીનશૉટ્સ છે, જેને અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યો હતો.

વીડિયોમાં પ્રિયંકા બેડ પર સફેદ ચાદર ઓઢીને બેઠી છે. તેના નાઈટ વિયરના પાતળા સ્ટ્રેપ્સ પણ દેખાઈ રહ્યાં છે અને એવું લાગે છે કે તે હમણાં જ જાગી ગઈ છે. વીડિયોને સાંભળ્યા બાદ એવું લાગે છે કે નિક બેકગ્રાઉન્ડમાં ગીત ગાઈ રહ્યો છે.

આ પણ વાંચો :  સિદ્ધાર્થ-કિયારાની હલ્દી સેરેમનીની ખાસ તસવીરો ભાઇ મિશાલે કરી દીધી શેર, જોવા જેવું છે એક્ટ્રેસનું રિએક્શન

જણાવી દઈએ કે આ કપલ સોશિયલ મિડીયા પર પણ એકબીજા પ્રત્યેનો પ્રેમ બતાવવામાં પાછળ રહેતા નથી. પ્રિયંકાની સાથે નિક પણ તેમના ફોટો સોશિયલ મિડીયા પર શેર કરતો રહે છે.



આ પહેલા નિક જોનસએ તેના ઈંસ્ટાગ્રામ અકાઉંટ પર પ્રિયંકાની સાડી પહેરેલી તસ્વીર તેના બર્થડે પર શેર કરી હતી અને ખૂબ જ રોમેન્ટિક કેપ્શન સાથે પ્રિયંકાને બર્થડે વિશ કર્યું હતું.
First published:

Tags: Bollywood Latest News, Priyanka chopra, Valentine Day 2023, Valentines day

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો