પ્રિયંકા ચોપરા બોલી-'2016માં બ્રેકઅપ બાદ હું એકલી અને દુ:ખ અનુભવતી હતી'

પ્રિયંકા ચોપરા બોલી-'2016માં બ્રેકઅપ બાદ હું એકલી અને દુ:ખ અનુભવતી હતી'
પ્રિયંકા ચોપરાએ બૂકમાં કર્યો ખુલાસો

પ્રિયંકા ચોપરા (Priyanka Chopra)એ તેની બૂક 'અનફિનિશ્ડ' (Unfinished)માં લખ્યું છે કે, તે 2016નાં વસંત માસમાં સૌથી દુખી હતી. જ્યારે તે 'ક્વોન્ટિકો' (Quantico) માટે ન્યૂયોર્ક ગઇ હતી. તે એક રોમેન્ટિક સંબંધનો અંત અને પિતાનાં મૃત્યુથી ખુબજ દુખી હતી.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) જ્યારે 2016નાં વસંતમાં ન્યૂયોર્ક ટીવી શો 'ક્વોન્ટિકો' (Quantico)ની શૂટિંગ કરી રહી હતી ત્યારે તે જીવનનાં સૌથી ખરાબ સમયમાંથી પસાર થઇ રહી હતી. તે તેનાં એક બ્રેકઅપમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહી હતી સાથે જ તેનાં પિતા ડો. અશોક ચોપરાનું વર્ષ 2013માં નિધન થયુ હતું. તેની બૂક 'અનફિનિશ્ડ'માં પ્રિયંકાએ આ અંગે વાત કરી છે. તે ખરાબ સમયમાંથી તેણે કેવી રીતે પોતાને ઉગારી. તે શૂટિંગ સવાય કોઇપણ કામ માટે ઘરની બહાર નહોતી નીકળતી. આ સમયમાં તેનું 9 કિલો વજન પણ વધી ગયુ હતું. તે રાત્રે ઉંઘી નહોતી શકતી.

    પ્રિયંકાએ તેની બૂકમાં લખ્યું છે, 'જ્યારે હું શાંત નહોતી હોતી ત્યારે પોતાને એકલી, ઉદાસ અને લોકોથી અલગ થલગ અનુભવ કરતી હતી. કોઇને સમજાતું ન હતું કે, મારી અંદર શું ચાલી રહ્યું છે. કારણ કે મે કોઇને જણાવ્યું જ ન હતું.' ઇટાઇમ્સ અનુસાર, પ્રિયંકાએ બૂકમાં લખ્યું છે, તે સમયે તેને તેની માતા ડો. મધુ ચોપરા પર પણ વિશ્વાસ નહોતો થતો.



    પ્રિયંકાએ હવે નિક જોનાસ સાથે લગ્ન કરી લીધા છે. તેમણે 2018માં જોધપુરનાં ઉમેદ ભવનમાં લગ્ન કર્યા હતાં. તેમણે એકબીજાની પરંપરાઓને સન્માન આપતા હિન્દુ અને ક્રિશ્ચ્યન રીતિ રિવાજોથી લગ્ન કર્યા હતાં.



    પ્રિયંકા ચોપરાની આ બૂક અઠવાડિયાની શરૂઆતમાં રિલીઝ થઇ હતી. જેમાં પ્રિયંકાએ તેનાં બાળપણ, અમેરિકામાં સમય, મિસ ઇન્ડિયા અને મિસ વર્લ્ડનો ખિતાબ જીતવા અને બોલિવૂડ અને હોલિવૂડમાં તેની સફર અંગે વાત કરી છે. પ્રિયંકા હાલમાં નેટફ્લિક્સની સીરીઝ વી કૈન બી હીરોઝ અને ધ વ્હાઇટ ટાઇગરમાં નજર આવી હતી. આ સમયે તે એમેઝોનની સીરીઝ 'સિટડેલ'ની શૂટિંગમાં વ્યસ્ત છે. જેમાં રિચર્ડ મેડેન અને એશલે કેમિંગ્સ પણ કામ કરી રહ્યાં છે.

    આ ઉપરાંત, પ્રિયંકાની પાસે ઘણી ફિલ્મો છે. જેમાં 'ધ મેટ્રિક્સ 4', 'ટેક્સ્ટ ફોર યૂ' અને મિંડી ક્લિંગ સાથે એક રમોન્ટિક કોમેડી છે. આ ઉપરાંત તે એમેઝોનની સીરી 'સંગીત'માં પણ કામ કરી રહી છે.
    Published by:Margi Pandya
    First published:February 12, 2021, 10:55 am

    ટૉપ ન્યૂઝ