પ્રિયંકાને બનાવવી છે આખી ક્રિકેટ ટીમ, મા બનવા અંગે કરી ખાસ વાત

પ્રિયંકાને બનાવવી છે આખી ક્રિકેટ ટીમ, મા બનવા અંગે કરી ખાસ વાત
પ્રિયંકા ચોપરા, એક્ટ્રેસ

બોલિવૂડની દેશી ગર્લે આપેલા એક નિવેદનથી લાગી રહ્યુ છે. પ્રિયંકાએ (Priyanka Chopra) માતા બનવાની પોતાની લાગણી જાહેર કરી છે તે ઇચ્છે છે કે તે એક કરતા વધારે બાળકોની માતા બને.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માએ ગત સોમવારે દીકરીને જન્મ આપ્યો છે. વિરાટ અનુષ્કાનાં માતા પિતા બન્યાનાં સમાચાર વાયુ વેગે વાયરલ થઇ ગયા છે. હવે આ સવાલ પ્રિયંકા ચોપરાને પુછવામાં આવી રહ્યો છે કે તે ક્યારે લગ્ન કરશે. . વર્ષ 2018 માં નિક જોનાસ (nick jonas) સાથે લગ્નના બંધનમાં બંધાયેલ પ્રિયંકા ચોપડાના ઘરે કીલકીલારી ક્યારે ગુંજશે તે અંગે ચર્ચા જામી છે. તાજેતરમાં જ એક મેગેઝિન સાથેની વાતચીતમાં તેણે તેના ફેમિલી પ્લાનિંગ વિશે વાત કરી હતી.

  પ્રિયંકાએ કહ્યું, 'મને બાળકો જોઈએ છે. શક્ય તેટલા બાળકો. ક્રિકેટ ટીમ ઉભી કરવી છે. ' આપને જણાવી દઇએ કે, પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનસ એક અમેરિકન સિંગર છે અને બંનેના લગ્ન હિન્દુ અને ક્રિશ્ચિયન બંને રિવાજોથી થયા હતા. બંનેની સંસ્કૃતિમાં રહેલા તફાવત અંગે, પ્રિયંકાએ એકવાર તેના એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેમાં કોઈ સમસ્યા આવતી નથી. નિક ભારત આવ્યો હતો સામાન્ય દંપતીની જેમ અમારે પણ તકરાર થાય લડાઇ થાય છે પણ નિક મને સંભાળી લે છે. પ્રિયંકાએ કહ્યું, અમારા લગ્નજીવનમાં કંઇપણ ખૂબ મુશ્કેલ નહોતું.  વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, પ્રિયંકા ચોપરાની ફિલ્મ ધ વ્હાઇટ ટાઇગર રિલીઝ થઈ હતી. ફિલ્મમાં રાજકુમાર રાવ અને પ્રિયંકા ચોપરા મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મને સારો પ્રતિસાદ મળ્યો છે અને આવનારા સમયમાં તેની પાસે ઘણા મોટા પ્રોજેક્ટ છે જે રિલીઝ થવા જઈ રહ્યા છે.

  પ્રિયંકા ચોપડા ટૂંક સમયમાં જ ફિલ્મ ‘ધ મેટ્રિક્સ 4’ માં કામ કરતી જોવા મળશે અને તેની ફિલ્મ ધ ટેક્સ્ટ ફોર યુ વિશે દર્શકોમાં ભારે ઉત્તેજના છે.
  Published by:Margi Pandya
  First published:January 12, 2021, 18:30 pm

  ટૉપ ન્યૂઝ