Aitraazનાં 16 વર્ષ બાદ પ્રિયંકા ચોપરાનો મોટો ખુલાસો- ત્યારે હું ઇન્ડસ્ટ્રીમાં નવી હતી અને...

Aitraazનાં 16 વર્ષ બાદ પ્રિયંકા ચોપરાનો મોટો ખુલાસો- ત્યારે હું ઇન્ડસ્ટ્રીમાં નવી હતી અને...
પ્રિયંકા ચોપરાએ શેર કર્યો ખાસ વીડિયો

પ્રિયંકા ચોપરા (Priyanka Chopra)એ તેની ફિલ્મ 'એતરાઝ' (16 years of Aitraaz)નાં 16 વર્ષ પૂર્ણ થવા પર એક મોટો ખુલાસો કર્યો છે. સ્ક્રીન પર કમાલનો કોન્ફિડન્સ રાખનારી પ્રિયંકા અસલમાં ખુબજ ડરી ગઇ હતી. તેની પાછળનું કારણ પણ તેણે જણાવ્યું હતું.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા (Priyanka Chopra)એ બોલિવૂડ (Bollywood)માં એકથી એક આઇકોનિક કિરદાર અદા કર્યા છે. ફિલ્મમાં લિડ એક્ટ્રેસની સાથે સાથે પ્રિયંકાએ વિલનનો રોલ પણ શાનદાર રીતે અદા કર્યો છે. તેનાં આવાં જ બોલ્ડ કિરદાર વાળી એક ફિલ્મ છે 'એતરાઝ' આ ફિલ્મને આજે 16 વર્ષ પૂર્ણ થઇ ગયા છે. પ્રિયંકા ચોપરા, અક્ષય કુમાર અને કરીના કપૂર સ્ટાર આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખુબજ સફળ રહી હતી. તેની સાથે જ ફિલ્મમાં પ્રિયંકા ચોપરાનાં પરફોર્મન્સનાં પણ ખુબજ વખાણ થયા હતાં. તો આજે આ ફિલ્મને 16 વર્ષ પૂર્ણ થવાનાં સમયે પ્રિયંકાએ આ ફિલ્મ સાથે જોડાયેલો એક ખુલાસો કર્યો છે.

    પ્રિયંકા ચોપરાએ એતરાઝનાં 16 વર્ષ પૂર્ણ થવા પર એક વીડિયો શેર કર્યો છે જેમાં ફિલ્મની તેની કેટલીક ક્લિપિંગ્સ જોવા મળી રહી છે. તેની સાથે પ્રિયંકા આ વીડિયોમાં કહેતી નજર આવે છે કે, કેવી રીતે ફિલ્મનાં ડિરેક્ટરે તેનાં કિરદારમાં જીવ રેડવાં તેને પ્રેરિત કરી હતી. આ વીડિયોમાં પ્રિયંકા તેનાં રોલને સૌથી મુશ્કેલ કિરદારોમાંથી એક માને છે. અહીં જુઓ પ્રિયંકાનો વીડિયો





    વીડિયોનાં શેર કરતાં પ્રિયંકાએ તેનાં કેપ્શનમાં લખ્યું છે કે, '2004, એક એક્ટર તરીકેનું વર્ષ, મે અબ્બાસ-મસ્તાનની થ્રિલર ફિલ્મ એતરાઝમાં સોનિયા રોયનું કિરદાર અદા કર્યુ હતું. આ મારા દ્વારા અદા કરવામાં આવેલાં કિરદારમાં સૌથી બોલ્ડ હતું. જે એક મોટું રિસ્ક પણ હતું કારણ કે હું તે સમયે ઇન્ડસ્ટ્રીમાં નવી આવી હતી. હું આ જણાવવાં ઇચ્છીશ કે હું બહુ ખરાબ રીતે ડરેલી હતી પણ મારી અંદરનો આર્ટિસ્ટ રડી રહ્યો હતો કે હું કંઇક રસપ્રદ કરુ અને સોનિયા તે જ કિરદાર હતી.. ચાલાક, શિકારી, ઉલઝેલી.. અને પોતાનાં વિશે જ વિચારનારી પણ આશ્ચર્યજનક રૂપથઈ ઇમોશનલ.'

    પ્રિયંકા વધુમાં આગળ લખે છે કે, 'હું હમેશાં ડાયનાનિક ડુઓ અબ્બાસ મસ્તાનની આભારી રહીશ, મારા જેવાં ન્યૂકમર પર આ પ્રકારનાં રોલ માટે વિશ્વાસ કરવા માટે નહીં પણ મારી અંદરનાં ટેલેન્ટને સમજીને મને આવું કિરદાર અદા કરવાં પ્રેરિત કવરા માટે, જેમનાં પર આજે મને ગર્વ છે. 16 વર્ષ બાદ હું પાછળ વળીને જોવું છું તો એતરાઝ મારા માટે એક ગેમ ચેન્જર હતી. જેણે મને દરેક કરિદારને સંપૂર્ણ શિદ્દતથી અદા કરતાં શીખવી.'
    Published by:Margi Pandya
    First published:November 13, 2020, 12:33 pm

    ટૉપ ન્યૂઝ