જ્યારે સ્ટાઇલિશ સ્વિમસૂટ પહેરી જેઠાણી સાથે પૂલમાં ઉતરી પ્રિયંકા ચોપરા

બંનેની તસવીર જોઇ આપ પણ કહેશો કે સ્ટાઇલ મામલે કોઇ કોઇનાંથી ઉતરતું નથી. આ તસવીરો મિયામીની છે

બંનેની તસવીર જોઇ આપ પણ કહેશો કે સ્ટાઇલ મામલે કોઇ કોઇનાંથી ઉતરતું નથી. આ તસવીરો મિયામીની છે

 • Share this:
  એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: પ્રિયંકા ચોપરાની બોન્ડિંગ તેનાં સાસરા પક્ષમાં પણ ઘણી જ સારી છે. તે ન ફક્ત નિકની સાથે પણ પરિવારનાં અન્ય સભ્યો સાથે પણ અવાર નવાર ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરતી નજર આવે છે. હાલમાં જ તે તેની જેઠાણી સોફી ટર્નરની સાથે પૂલ સાઇડ એન્જોય કરતી નજર આવી. આ નવી તસવીરો નથી. પણ મિયામીની જ તસવીરો છે જે હાલમાં જ જાહેર થઇ છે. આપ જોઇ શકો છો આ તસવીરોમાં પ્રિયંકા ચોપરા અને સોફી ટર્નર બંને સ્ટાલિશ
  સ્વિમ શૂટમાં નજર આવે છે. પ્રિયંકા ચોપરાએ Max Mara Angola બ્રાન્ડનું સ્વિમવેર પહેર્યુ છે. જ્યારે સોફીએ એક ગ્રીન કલરની બિકિની પહેરી છે.  બંનેની તસવીર જોઇને આપ કહી શકો છો કે, સ્ટાઇલ મામલે કોઇ કોઇનાંથી કમ નથી. વેલ આપને જણાવી દઇએ કે, પ્રિયંકાએ તેનો જન્મ દિવસ મિયામીમાં ઉજવ્યો હતો. અહીં નિક અને પરિવાર સાથે તે વેકેશન પર હતી. ત્યારે સોફી ટર્નર પણ ત્યાં આવી હતી. આ પહેલાં તેમની તસવીરો જાહેર થઇ ન હતી. પણ હાલમાં જાહેર થયેલી આ તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.  પ્રોફેશનલ ફ્રન્ટની વાત કરીએ તો, પ્રિયંકાએ હાલમાં જ ડિરેક્ટર શોનાલી બોસની ફિલ્મ 'ધ સ્કાય ઇઝ પિંક'માં કામ પૂર્ણ કર્યુ છે. આ ફિલ્મથી તે બોલિવૂડમાં રીએન્ટ્રી કરી રહી છે. આ ફિલ્મમાં તેની સાથે ફરહાન અખ્તર અને ઝાયરા વસીમ લિડ રોલમાં છે. આ ઉપરાંત પ્રિયંકા હોલિવૂડ એક્ટ્રેસ મિંડી કલિંગની કોમેડી ફિલ્મમાં પણ કામ કરી રહી છે.
  Published by:Margi Pandya
  First published: