'લાયકાત' કોને કહેવાય? પ્રિયંકાએ ઓસ્ટ્રેલિયાના પત્રકારને આપ્યો સણસણતો જવાબ

'લાયકાત' કોને કહેવાય? પ્રિયંકાએ ઓસ્ટ્રેલિયાના પત્રકારને આપ્યો સણસણતો જવાબ
પ્રિયંકા ચોપરા, એક્ટ્રેસ

પ્રિયંકા ચોપરા અને તેના પતિ નિકની લાયકાત અંગે ઓસ્ટ્રેલિયાના પત્રકારે પૂછેલા પ્રશ્નથી મામલો વકર્યો છે. ઓસ્ટ્રેલિયાના પત્રકાર પીટર ફોર્ડએ પ્રિયંકા અને નિક ઓસ્કાર નોમિનેશન

 • Share this:
  પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) ચાહકોના મનમાં આગવું સ્થાન ધરાવે છે. હોલિવૂડમાં એન્ટ્રી કર્યા બાદ પ્રિયંકા સામે અનેક પડકારો હતા. નિક જોનાસ (Nick Jonas) સાથે સંસાર વસાવ્યા બાદ પ્રિયંકાને ઘણા પ્રોજેકટ મળ્યા છે. જેમાં ઓસ્કારના નોમિનેશનમાં તેની અને તેના પતિની પસંદગી કરાઈ હોવાની વાત પણ સામેલ છે. જોકે, ઘણી વખત વિવાદ પણ થયા છે. ત્યારે હવે વધુ એક વિવાદ થયો છે. જે સોશ્યલ મીડિયામાં ચર્ચાનો વિષય બની ગયો છે.

  તાજેતરમાં પ્રિયંકા ચોપરા અને તેના પતિ નિકની લાયકાત અંગે ઓસ્ટ્રેલિયાના (Asussie)પત્રકારે (Journalist) પૂછેલા પ્રશ્નથી મામલો વકર્યો છે. ઓસ્ટ્રેલિયાના પત્રકાર પીટર ફોર્ડએ પ્રિયંકા અને નિક ઓસ્કાર નોમિનેશન લાયક છે કે નહીં? તેવો સવાલ કર્યો હતો.  આ પ્રશ્નના જવાબના પ્રિયંકાએ પોતાના કારકિર્દી અંગે પિટરને પોતાની 60થી વધુ ફિલ્મોની જાણકારી આપી હતી. પ્રિયંકા અને નિકે સોમવારે વ્હાઇટ ટાઇગર માટે ઓસ્કાર નામાંકનની જાહેરાત કરી હતી. જેમાં બન્નેએ અભિનય કર્યો છે અને ફિલ્મને પ્રોડ્યુસ પણ કરી છે. વાઇટ ટાઇગરના સ્ક્રીન પ્લેના ખૂબ વખાણ થયા છે.

  પીટરે શું લખ્યું છે ટ્વિટમાં?

  પત્રકાર પીટર ફોર્ડે ટ્વીટમાં લખ્યું છે કે, "આ બંને પ્રત્યે કોઈ અનાદર નથી, પરંતુ મને ખાતરી નથી કે ફિલ્મોમાં તેમનું યોગદાન તેમને ઓસ્કાર નોમિનેશન જાહેર કરવા માટે લાયક ઠેરવે છે." તેણે પ્રિયંકા અને નિકનો ફોટો પણ શેર કર્યો હતો.

  પ્રિયંકાએ શું જવાબ આપ્યો?

  આપના મતે લાયકાત શું હોવી જોઈએ તે વિચાર જાણીને આનંદ થયો. મારી 60થી વધુ ફિલ્મોને તમારી જાણ ખાતર મુકુ છું. સાથે જ પ્રિયંકાએ લિસ્ટ મૂક્યું હતું.

  પ્રિયંકાના ફેન્સનું શું કહેવું છે?

  તેના ચાહકોએ પ્રિયંકાએ આપેલા જવાબને બિરદાવ્યો હતો, તેને ‘કવીન’ ગણાવી હતી અને આવા તત્વો પર ધ્યાન ન આપવાનું કહ્યું હતું.

  લોકો શું વિચારે છે તે જાણીને માનસિક તાણ નથી અનુભવતી પ્રિયંકા

  અગાઉના એક મેગેઝીન સાથે ઇન્ટરવ્યુમાં પ્રિયંકાએ કહ્યું હતું કે, “હું બીજા બધાની જેમ જ છું. સવારે જ્યારે હું કામ કરવા માટે ડ્રાઇવિંગ કરું છું અથવા મારી પાસે કોફી હોય છે ત્યારે હું ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, ન્યુઝ જોઉં છું અને જ્યારે મારું દેખાય ત્યારે હું જોઉં છું ’હું તેના પર પ્રતિક્રિયા આપતી નથી, તેને મારા માનસિક સુખને અસર થવા દેતી નથી."
  Published by:News18 Gujarati
  First published:March 17, 2021, 21:16 IST

  ટૉપ ન્યૂઝ