Home /News /entertainment /વિદેશમાં પતિની સાથે પાણીપૂરી ખાતા જોવા મળી 'દેશી ગર્લ', કાળા રંગના આઉટફિટમાં પ્રિયંકાએ કહેર વરસાવ્યો

વિદેશમાં પતિની સાથે પાણીપૂરી ખાતા જોવા મળી 'દેશી ગર્લ', કાળા રંગના આઉટફિટમાં પ્રિયંકાએ કહેર વરસાવ્યો

વિદેશમાં પતિની સાથે પાણીપૂરી ખાધી

ગ્લોબલ સ્ટાર અને બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા હાલમાં ન્યુયોર્કમાં અલગ-અલગ ઈવેન્ટ્સમાં ભાગ લઇ રહી છે. તેઓ યુનિસેફ સાથે જોડાયેલા એક કાર્યક્રમનો પણ ભાગ બની.

    ગ્લોબલ સ્ટાર અને બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા હાલમાં ન્યુયોર્કમાં અલગ-અલગ ઈવેન્ટ્સમાં ભાગ લઇ રહી છે. તેઓ યુનિસેફ સાથે જોડાયેલા એક કાર્યક્રમનો પણ ભાગ બની. જેનો વીડિયો તેણે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયોમાં પ્રિયંકા પાકિસ્તાનની સમાજસેવી કાર્યકર્તા મલાલા યુસુફજઈની સાથે પણ જોવા મળી. પ્રિયંકા એક તસ્વીરમાં પતિ નિક જોનસની સાથે પકોડીનો આનંદ લઇ રહી છે. આ વીડિયો પ્રિયંકાએ તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

    આ પણ વાંચોઃ- Taarak Mehta Ka Ooltah Chashmah: શૈલેષ લોઢાએ આસિત મોદીને આડે હાથ લીધા, પોસ્ટ શેર કરી કહી દીધી આ વાત

    પ્રિયંકા ચોપરાએ નિક જોનસ સાથે ખાધી પકોડી


    કાળા રંગના આઉટફિટમાં પ્રિયંકાએ સોશિયલ મીડિયામાં કહેર વરસાવ્યો છે. તેની એક-એક અદા પર પ્રશંસકો વખાણ કરી રહ્યાં છે. તો દેશી ગર્લે યુનિસેફના કાર્યક્રમમાં પકોડી ખાતા તસ્વીર શેર કરી છે. જાણકારી મુજબ પ્રિયંકા ચોપડા હાલમાં એક ઈવેન્ટમાં આવી છે. આ ઈવેન્ટ માટે તેમણે કાળા રંગનો બેકલેસ આઉટફિટ પહેર્યો છે. પ્રિયંકા આ ડ્રેસમાં ખૂબ સુંદર લાગી રહી છે અને તેના પ્રશંસકોના દિલના ધબકારા વધારી રહી છે.








    View this post on Instagram






    A post shared by Priyanka (@priyankachopra)





    પ્રિયંકા ચોપરાનું વર્કફ્રન્ટ


    પ્રિયંકા વેબ સિરીઝ 'સિટાડેલ' માં જોવા મળશે. આ વેબ સિરીઝમાં પ્રિયંકા રિચાર્ડ મેડેન સાથે કામ કરશે. પરંતુ આ વેબ સિરીઝને લઈને હાલમાં જ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. પ્રિયંકા અને રિચર્ડની આ વેબ સીરીઝ એમેઝોન પ્રાઇમની બીજી સૌથી મોંઘી વેબ સીરીઝ બનવા જઈ રહી છે. આ સીરીઝનું બજેટ 200 મિલિયન ડોલર એટલે કે લગભગ 2 હજાર કરોડ સુધી પહોંચી ગયું છે

    સોશિયલ મીડિયા પ્રિયંકા ઘણી એક્ટિવ છે


    પ્રિયંકા ચોપરાનો નાઈટ આઉટનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. પ્રિયંકાની પોસ્ટને લાખો લોકોએ પસંદ કરી છે. તે સાથે જ પ્રિયંકાના ફેન્સ પણ સતત કમેન્ટ્સ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે પ્રિયંકા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. પ્રિયંકાના ઈન્સ્ટાગ્રામ પર 82.4M ફોલોઅર્સ છે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Bollywood actress, New York, Priyanka chopra

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन