Home /News /entertainment /

બિકિની સાથે બંગડી અને બિંદીમાં નજર આવી Priyanka, 22 વર્ષ જૂનો ફોટો જોઇ ટ્રોલ્સે કહ્યું- 'શું નિકનો જન્મ થઇ ગયો હતો'

બિકિની સાથે બંગડી અને બિંદીમાં નજર આવી Priyanka, 22 વર્ષ જૂનો ફોટો જોઇ ટ્રોલ્સે કહ્યું- 'શું નિકનો જન્મ થઇ ગયો હતો'

પ્રિયંકા ચોપરાનો 22 વર્ષ જૂનો ફોટો થયો વાયરલ

Priyanka Chopra Throwback Pic: સામાન્ય લોકો હોય કે સેલિબ્રિટી, દરેક વ્યક્તિને યાદ કરવાનું પસંદ હોય છે. બોલિવૂડ (Bollywood) કલાકારો અવારનવાર તેમના જૂના ફોટા (Throwback Photo) સોશિયલ મીડિયા પર શેર કરે છે. આ ફોટા સાથે, તેણે તેની જૂની યાદોને તાજા કરી છે. અને સાથે જ તેનાં કમેન્ટ્સ સેક્શનમાં ચાહકો પણ એક્ટિવ થઇ ગયા છે.

વધુ જુઓ ...
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સામાન્ય લોકો હોય કે સેલિબ્રિટી, દરેક વ્યક્તિ જૂની તસવીરો જોઇ યાદોમાં સરી જાય છે. હાલમાં ફિલ્મ કલાકારો અવાર નવાર તેમનાં જૂના ફોટા શેર કરતાં હોય છે અને સોશિયલ મીડિયા પર કરવાનું પસંદ હોય છે. બોલિવૂડ કલાકારો અવારનવાર તેમના જૂના ફોટા (Throwback) સોશિયલ મીડિયા પર શેર કરે છે. હાલમાં જ એક અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર પોતાનો 22 વર્ષ જૂનો ફોટો શેર કર્યો છે. આ અભિનેત્રી બીજું કોઈ નહીં પણ પ્રિયંકા ચોપરા છે. આ ફોટા સાથે, તેઓ માત્ર તેમની જૂની યાદોને જગાડતા નથી પરંતુ ચાહકોને પણ આશ્ચર્યચકિત કરે છે. પ્રિયંકા ચોપરાએ સોશિયલ મીડિયા પર પોતાનો 22 વર્ષ જૂનો ફોટો શેર કર્યો છે. આ તસવીરમાં તે બિકિનીમાં નજર આવી રહી છે. ખાસ વાત તો એ છે કે તેણે બિકિનીની સાથે સાથે બિંદી અને બંગડી પણ પહેરી છે.

  આ તસવીર હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. લોકો પ્રિયંકાનો આ ફોટો જોઇને તેનાં પર જાત જાતની કમેન્ટ્સ કરી રહ્યાં છે. કોઇ કહે છે કે, અરે આ તો પહેલેથી જ બિકિનીમાં ફોટા પડાવતી હતી.. તો એક ટ્રોલર લખે છે, આ સમયે નિકનો જન્મ થઇ ગયો હતો કે નહીં?.. તો અન્ય એક ટ્રોલરે લખ્યુ છે બહુ ચેન્જિસ આવી ગયા છે હવે.. લાગે છે ઘણી સર્જરીઓ કરાવવી પડી હશે.

  બોલિવૂડ બાદ હવે પ્રિયંકા ચોપરા એક અભિનેત્રી તરીકે લોકપ્રિય છે જે હોલિવૂડમાં પોતાની ઓળખ બનાવી રહી છે. પ્રિયંકા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ગ્લોબલ આઇકોન પ્રિયંકા ચોપરા તેના અંગત જીવનની સાથે સાથે તેના વ્યવસાયિક જીવન વિશે ઘણી બાબતો શેર કરે છે. આજે પણ દેશી ગર્લ ઇન્સ્ટાગ્રામ પર આવો જ ફોટો શેર કર્યો છે. પ્રિયંકાએ સોશિયલ મીડિયા પર પોતાનો 22 વર્ષ જૂનો ફોટો શેર કર્યો છે. આ જોઈને ચાહકો દંગ રહી ગયા છે.
  View this post on Instagram


  A post shared by Voompla (@voompla)


  થોડા સમય પહેલાં જ સરોગસીની મદદથી પ્રિયંકા અને નિક માલતી મેરી જોનસ ચોપરાનાં માતા- પિતા બન્યા છે. મધર્સ ડેનાં અવસરે પ્રિયંકા ચોપરાએ દીકરીની એક તસવીર શેર કરી હતી જેમાં તેણે તેનાં વિશે વાત કરી હતી તેણે જણાવ્યું હતું કે, દીકરીને જન્મ બાદ તુરંત જ તેને 100 દિવસ સુધી NICUમાં રાખવી પડી હતી. 'આ મધર્સ ડે અમે મદદ કરી શકતા નથી પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓ અને ખુશીને અનુભવી શકીએ છીએ જે હવે અમે જાણીએ છીએ, ઘણા અન્ય લોકોએ પણ અનુભવ કર્યો છે. NICU માં 100 થી વધુ દિવસો પછી, અમારી નાની પુત્રી આખરે ઘરે છે."

  આ પણ વાંચો-મહિમા ચૌધરીથી મનીષા કોઇરાલા સુધી, બોલિવૂડની તે 10 હસીનાઓ જેણે કેન્સરને માત આપી

  પ્રિયંકા ચોપરાએ (Priyanka Chopra) આગળ લખ્યું, 'દરેક પરિવારની જર્ની અલગ-અલગ હોય છે અને તેના માટે ચોક્કસ સ્તરના વિશ્વાસની જરૂર હોય છે, અને જ્યારે અમે કેટલાક પડકારજનક મહિનાઓ પસાર કર્યા છે, ત્યારે પાછળ જોઈને, તે સ્પષ્ટપણે દેખાય છે.' તે દરેક ક્ષણ ખૂબ કિંમતી અને સંપૂર્ણ હતી. અમે ખૂબ જ ખુશ છીએ કે અમારી નાની દીકરી આખરે ઘરે આવી ગઈ છે.'

  ડૉક્ટર્સનો આભાર માન્યો
  પ્રિયંકા ચોપડાએ દીકરીની સારવાર અને સંભાળ રાખનારા ડૉક્ટરો અને અન્ય લોકોનો પણ આભાર માન્યો હતો. તેણે લખ્યું, 'તે રેડી ચિલ્ડ્રન લા જોલા અને સીડર સિનાઈ, લોસ એન્જલસના દરેક ડૉક્ટર, નર્સ અને નિષ્ણાતનો આભાર માને છે કે જેઓ નિઃસ્વાર્થપણે દરેક સમયે તેમની સાથે હતા. અમારું આગલું પ્રકરણ હવે શરૂ થાય છે, અને અમારું બાળક ખરેખર એક બદમાશ છે. ચાલો તેને એમએમ! મમ્મી-પપ્પા તને પ્રેમ કરે છે.'
  Published by:Margi Pandya
  First published:

  Tags: Bikini Photos, Entertainment, Priyanka chopra, બોલીવુડ

  આગામી સમાચાર