દેશી ગર્લ તરીકે ફેમસ પ્રિયંકા ચોપરા આ દિવસોમાં દુબઈમાં વેકેશન મનાવી રહી છે. તેણે તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટા શેર કર્યા છે, જેમાં તે યલો કલરની બિકીનીમાં તેનું સેક્સી ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.
પ્રિયંકા ચોપરા આ દિવસોમાં દુબઈમાં વેકેશન માણી રહી છે. તેણે થોડા કલાકો પહેલા તેના ઇન્સ્ટાગ્રામ પર હોલીડે મનાવતા કેટલાક ફોટા શેર કર્યા છે, જેણે ઇન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો છે.
હકીકતમાં, શેર કરાયેલા એક ફોટામાં પ્રિયંકા યલો કલરની બિકીનીમાં જોવા મળી રહી છે. ફોટોમાં જોઈ શકાય છે કે તે પાણીમાં યાટ પર બિકીની પહેરીને બીચ પર સૂઈ રહી છે. તેણે ગોગલ્સ પહેર્યા છે અને તે લાઇટ મૂડમાં જોવા મળી રહી છે. તેણે યાટની કેટલીક વધુ તસવીરો પણ શેર કરી છે.
ફોટામાં પીસીનો કિલર લુક જોઈને ફેન્સ ક્રેઝી થઈ ગયા છે અને કોમેન્ટ્સનો મારો ચલાવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં તેણે સાઉદી અરેબિયામાં આયોજિત રેડ સી ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લીધો હતો અને હવે તે દુબઈમાં વેકેશન મનાવી રહી છે.
પ્રિયંકા ચોપરાએ જેટ સ્કીઇંગ એન્જોય કરી
પ્રિયંકા ચોપરાએ વેકેશન એન્જોય કરતી વખતે જેટ સ્કીઇંગ પણ કરી હતી. તેનો વીડિયો તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પણ શેર કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે તે દરિયામાં જેટ સ્કીઈંગ કરી રહી છે અને તેના કેટલાક ફ્રેન્ડ્સ પણ તેની સાથે છે. આ સિવાય તેણે બીજો ફોટો શેર કર્યો છે, જેમાં તે યાટના ડેક પર બેસીને વાઈન પીતી જોવા મળી રહી છે.
તમને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપરા પતિ નિક જોનાસ અને દીકરી માલતી મેરી વગર દુબઈમાં એન્જોય કરી રહી છે. અહીં તેની સાથે તેના કેટલાક ફ્રેન્ડ્સ પણ છે. તેણીએ શેર કરેલા તમામ ફોટામાં તે ખૂબ જ ગ્લેમરસ અને બોલ્ડ દેખાઈ રહી છે. તેણે ફોટા અને વીડિયો શેર કર્યા અને લખ્યું – વીકએન્ડ વાઇબ્સ.
Published by:Bansari Gohel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર