Home /News /entertainment /

પ્રિયંકા ચોપડા નીરવ મોદીની બ્રાન્ડ એમ્બેસેડર પદેથી હટી

પ્રિયંકા ચોપડા નીરવ મોદીની બ્રાન્ડ એમ્બેસેડર પદેથી હટી

પ્રિયંકા મોદી

નીરવ મોદીની જ્વેલરી બ્રાન્ડે ગયા વર્ષે જાન્યુઆરીમાં બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપડાને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નીમી હતી.

બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા નિરવ મોદીની જ્વેલરી બ્રાન્ડની એમ્બેસેડર પદેથી હટી ગઈ છે. નીરવ મોદી તેના પરિવાર સાથે પંજાબ નેશનલ બેંક સાથે રૂ. 11,400 કરોડની છેતરપિંડીના ખુલાસા પહેલા જ ભારત છોડીને વિદેશ ભાગી ગયો છે.

ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા પ્રમાણે પ્રિયંકા ચોપડાના પ્રવક્તાએ એક નિવેદનમાં કહ્યું છે કે, 'હાલમાં નીરવ મોદી પર જે આક્ષેપો લાગ્યા છે તેને જોતા પ્રિયંકા ચોપડાએ તેની સાથેનો કોન્ટ્રાક્ટ તોડી નાખવાનો નિર્ણય કર્યો છે.'

નીરવ મોદીની જ્વેલરી બ્રાન્ડે ગયા વર્ષે જાન્યુઆરીમાં બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપડાને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નીમી હતી. નીરવ મોદી પોતાના નામથી જ ત્રણ જેટલા દેશમાં જ્વેલરી શોપ ધરાવે છે. તેની શોપમાં પાંચ લાખથી લઈને 50 કરોડ સુધીની જ્વેલરી મળે છે.

બેંક સાથે ફ્રોડની માહિતી બહાર આવ્યા બાદ હોલિવૂડની ફિલ્મમાં પણ કામ કરી ચુકેલી અભિનેત્રી પ્રિયંકાએ નીરવ મોદી સાથે સંબંધો કાપી નાખવા માટે પોતાના વકીલનો સંપર્ક કર્યો હતો. તેમજ બ્રાન્ડ એમ્બેસેડર પદેથી હટી જવા માટે તમામ પ્રોસેસ શરૂ કરવા કહ્યું હતું.

PNBનો નીરવ મોદીને ઇ-મેઇલ, 'દેવું ભરપાઈ કરવા કોઈ ઠોસ પ્લાન બનાવી આવો'

પંજાબ નેશનલ બેંકે આજે રૂ. 11,400 કરોડના ગોટાળના આરોપી નીરવ મોદીના ઇ-મેઇલનો જવાબ આપ્યો છે, જેમાં તેણે એવી હિન્ટ આપી હતી કે હવે તે બેંકના પૈસા ચુકવી શકે તેવી સ્થિતમાં નથી. બેંકે તેના જવાબમાં લખ્યું છે કે, લેટર ઓફ અન્ડરટેકિંગ (LoU) દ્વારા તેની બેંકને થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે તે કોઈ ઠોસ અને જેનો અમલ કરી શકાય તેવા પ્લાન સાથે બેંકમાં આવે.

પીએનબીએ કહ્યું હતું કે નીરવ મોદીના ઇ-મેઇલનો જવાબ આપી દેવામાં આવ્યો છે જેણે બેંકના થોડા કર્મચારીઓ સાથે મળીને બેંક સાથે 11, 400 કરોડની છેતરપિંડી કરી છે.

પીએનબીના જનરલ મેનેજર (ઇન્ટરનેશનલ બેન્કિંગ ડિવિઝન) અશ્વિન વત્સે નીરવ મોદીને આપેલા જવાબમાં લખ્યું છે કે, 'તમે બેંકના અમુક અધિકારીઓ દ્વારા ખોટી રીતે તેમજ બિનઅનધિકૃત રીતે લેટર્સ ઓફ એન્ડરટેકિંમ મેળવી રહ્યા હતા. અમારી બેંક દ્વારા આવી સુવિધા તમારી ત્રણ ભાગીદાર પેઢીને આપવામાં આવી નથી.'

ઇ-મેઇલમાં અધિકારીએ વધુમાં લખ્યું છે કે, 'તમે તમારી બેંક પ્રત્યે બાકી નીકળતી રકમ નિર્ધારિત સમય મર્યાદામાં ચુકવી શક્યા નથી. શું તમારી પાસે આ રકમ પરત કરવાનો કોઈ ઠોસ પ્લાન છે.'
First published:

Tags: Bollywood actress, Nirav Modi, Priyanka chopra, Quit, બ્રાન્ડ એમ્બેસેડર

આગામી સમાચાર