નિક-પ્રિયંકા છુટાછેડાની અફવા બદલ USની મેગેઝિન પર કરશે કોર્ટ કેસ: રિપોર્ટ

News18 Gujarati
Updated: April 2, 2019, 12:30 PM IST
નિક-પ્રિયંકા છુટાછેડાની અફવા બદલ USની મેગેઝિન પર કરશે કોર્ટ કેસ: રિપોર્ટ
પ્રિયંકા અને નિકની ફાઇલ તસવીર

પ્રિયંકા જોનસ ફેમિલી સાથે મિયામીમાં છે અને અહીં તેઓ ખુબજ સુંદર સમય વિતાવી રહ્યાં છે

  • Share this:
એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: US બેઝ મેગેઝિન દ્વારા પ્રિયંકા ચોપરા અને નિક જોનસનાં લગ્નનાં માત્ર 117 દિવસમાં જ તેઓ અલગ થઇ રહ્યાં હોવાનાં અહેવાલ છાપ્યા હતાં. OK મેગેઝિન દ્વારા નિક-પ્રિયંકાનાં છુટાછેડાની ખબરને કવર સ્ટોરી તરીકે લેવામાં આવી હતી. આ અહેવાલમાં તે વાત પણ ઉમેરવામાં આવી હતી કે નિકનાં પરિવારને પ્રિયંકાની રેહણી કરણી અને લાઇફ સ્ટાઇલથી પણ સમસ્યા છે.

ક્વોન્ટિકોની ટીમનાં એક નિકટનાં વ્યક્તિનાં જણાવ્યા મુજબ આ બધી જ એક ઉપજાવી કાઢેલી વાર્તા છે. જે પ્રિયંકા અને નિકનાં સુખી દામ્પત્ય જીવનને ખરાબ કરવાનો પ્લાન છે. જાણે કોઇ ટાર્ગેટ કરીને પ્રિયંકા અને નિકનાં લગ્ન તોડાવવા માંગતુ હોય તેમ લાગે છે. અને જો આ એપ્રિલ ફૂલ પ્રેન્ક છે તો પછી આ એક ભયાનક પ્રેન્ક છે.

OK મેગેઝિનની માહિતી મુજબ, આ જોડી ટૂંક સમયમાં જ એખબીજાનાં પ્રેમમાં પડ્યાં, હજું તો તેમણે એકબીજાને ઓળખવાનાં શરૂ કર્યા હતાં. ત્યાં તેઓ વચ્ચે દરેક નાનામાં નાની બાબતે ઝઘડા શરૂ થવા લગા્યા. કામ, પાર્ટી, સાતે સમય વિતાવવાથી લઇને દરેક નાનામાં નાની વાત પર. ટૂંકમાં તેઓએ ખોી તાવળ કરી દીધી. અને હવે તેઓ તેની ભારે કિંમત ચુકવી રહ્યાં છે.

વેલ આ બધાની વચ્ચે પ્રિયંકા અને નિકનાં નિકટનાં લોકોનું કહેવું છે કે, OK મેગેઝિનની સ્ટોરી તદ્દન 'નોનસેન્સ' છે. હાલમાં પ્રિયંકા અને નિક ખુબજ રોમેન્ટિક સમય વિતાવી રહ્યાં છે. હાલમાં પ્રિયંકા જોનસ ફેમિલી સાથે મિયામીમાં છે અને અહીં તેઓ ખુબજ સુંદર સમય વિતાવી રહ્યાં છે. આ બધાની વચ્ચે છુટાછેડાનાં સમાચાર તદ્દન ખોટા છે. આ નેગેટિવ ન્યૂઝનો જવાબ આપવા અંગે જો પ્રિયંકા અને નિક નક્કી કરી લેશે મેગેઝિન વિરુદ્ધ જરૂરથી કોર્ટ કેસ કરશે.
First published: April 2, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading