Home /News /entertainment /પ્રિયંકા અને નિકે દીકરી માલતી સાથે ઉજવી પહેલી દિવાળી, શેર કરી સેલિબ્રશનની ઝલક
પ્રિયંકા અને નિકે દીકરી માલતી સાથે ઉજવી પહેલી દિવાળી, શેર કરી સેલિબ્રશનની ઝલક
પ્રિયંકા અને નિક દિવાળી ઉજવણી
Priyanka Chopra Nick Jonas Diwali celebration - પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે પુત્રી માલતી મેરી જોનાસ ચોપરા સાથે તેમની પ્રથમ દિવાળી ઉજવી. નિકે ચાહકોને તેની ઝલક બતાવી છે. આ સાથે તેમણે દીકરી સાથે પહેલી દિવાળી ઉજવવાનો ઉત્સાહ પણ વ્યક્ત કર્યો હતો.
પ્રિયંકા ચોપરા અને એના પતિ નિક જોનાસ પેરેન્ટ્સહુડને ખુબ એન્જોય કરી રહ્યા છે. બનંને આ વર્ષે સરોગેસી દ્વારા બન્યા હતા. એમણે બેબી ગર્લ માલતી મેરી જોનાસ ચોપરાનું વેલકમ કર્યું હતું. કપલે દિવાળીને ખુબ ઉત્સાહ સાથે સેલિબ્રેટ કરી, આ કપલની બેબી માલતી સાથે પહેલી દિવાળી હતી. પ્રિયંકા અને નાઇકી બેબી સાથે પહેલી દિવાળી સેલિબ્રેશનની ઝલક શેર કરી. પ્રિયંકા અમેરિકામાં રહેતા પણ દરેક તહેવાર ખુબ આનંદ અને ઉત્સાહથી ઉજવે છે.
નિક જોનાસે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફેન્સ અને ફોલોવર્સને ટ્રીટ આપી છે. એમણે જે તસવીર શેર કરી છે. એમાં પ્રિયંકા ચોપરા, નિક જોનાસ અને માલતી મેરીને જોઈ શકાય છે. ત્રણે એક સાથે પૂજા કરતા ખુબ સુંદર લાગી રહ્યા છે. ત્રણેએ ઓફ વ્હાઇટ આઉટફિટને દિવાળી પૂજા માટે કેરી કર્યા.
જોકે આ તસવીરોમાં માલતી મેરીનો ચહેરો હંમેશની જેમ જોવા મળ્યો નથી. જ્યારથી માલતીએ આ દુનિયામાં પગ મૂક્યો છે ત્યારથી પ્રિયંકા અને નિકે તેની ઘણી તસવીરો શેર કરી છે, પરંતુ હજુ સુધી તેનો ચહેરો દેખાડ્યો નથી. આ તસવીરો શેર કરીને નિક જોનાસે દિવાળીની ઉજવણીનો ઉત્સાહ વ્યક્ત કર્યો છે.
નિક જોનાસે એક્સાઇટમેન્ટ વ્યક્ત કરી
તસવીરો શેર કરતાં નિક જોનાસે લખ્યું, “મારા પ્રિયજનો સાથે આવી સુંદર દિવાળીની ઉજવણી કરી. સૌને દિવાળીની શુભકામનાઓ. તમારા બધાને ખુશી અને રોશની મોકલી રહ્યો છું." આ ફેમિલી ફોટોમાં ત્રણેય ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. પ્રિયંકા અને નિક બંને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. ફેન્સ પણ આ ફેમિલી ફોટો પર કોમેન્ટ કરીને પ્રેમ વરસાવી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે લાંબી ડેટિંગ બાદ ડિસેમ્બર 2018માં લગ્ન કર્યા હતા. બંનેએ હિંદુ અને ક્રિશ્ચિયન રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન રાજસ્થાનના ઉમેદ ભવન પેલેસમાં થયા હતા, જેમાં માત્ર તેમના નજીકના અને પરિવારના સભ્યો જ હાજર રહ્યા હતા.
Published by:Damini Patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર