Priyanka Chopra: પ્રિયંકા ચોપરા-નિક જોનસનો Video, પતિ-પત્નીએ નવા ઘરમાં આવી રીતે ઉજવી દિવાળી

નીક પ્રિયંકાએ નવા ઘરે લક્ષમી પૂજા પણ કરી હતી.

Priyanka Chopra Nick Jonas: પ્રિયંકા ચોપરાએ લખ્યું, 'શ્રેષ્ઠ પતિ અને પાર્ટનર નિક જોનાસ, જેણે સપનાઓ સાચા કર્યા. આઇ લવ યુ.'

  • Share this:
    અભિનેત્રી પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર ખૂબ એક્ટિવ રહે છે. તેમાં પણ હાલ દિવાળી તહેવારો ચાલી રહ્યા છે અને પ્રિયંકા અને નિક (Priyanka Chopra-Nick Jonas) બંને ખૂબ ચર્ચાઓમાં છે. દિવાળીના તહેવારો પર વિદેશમાં તેનો દેશી અંદાજ લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે, તો બીજી તરફ આ તહેવાર નિક-પ્રિયંકા માટે પણ ખૂબ ખાસ છે. કારણ કે, પ્રિયંકાએ લોસ એન્જલિસ (Los Angeles)માં પોતાના નવા ઘરમાં પતિ નિક જોનસ સાથે પહેલી દિવાળી સેલિબ્રેટ(First Diwali Celebration) કરી છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર અમુક તસવીરો શેર કરી છે, જેમાં તેના લક્ઝરી ઘર (New House)ની અમુક તસવીરો દેખાય છે.

    પહેલા ઘરમાં પહેલી દિવાળી : પ્રિયંકા ચોપરાએ ફોટો કેપ્શનમાં લખ્યું કે, અમારા પહેલા ઘરમાં એકસાથે અમારી પહેલી દિવાળી. તે હંમેશા અમારા માટે ખાસ રહેશે. આ રાતને ખાસ બનાવવા મહેનત કરનાર તમામ લોકોનો આભાર. અભિનેત્રીએ આગળ લખ્યું છે કે, તે તમામ લોકોનો આભાર, જેમણે અમારા ઘર અને અમારી સંસ્કૃતિને માત્ર પોશાક પહેરીને જ નહીં, પણ પરંતુ રાત સેલિબ્રેટ કરી સન્માનિત કરી છે. મને અહેસાસ કરાવ્યો કે હું ઘરે પરત આવી ગઇ છું અને સૌથી શ્રેષ્ઠ પતિ અને પાર્ટનર નિક જોનાસ, જેણે સપનાઓ સાચા કર્યા. આઇ લવ યુ. હું હ્યદયપૂર્વક આભારી છું.

    ઘરે કરી લક્ષ્મી પૂજા

    પ્રિયંકા ચોપરાએ શાનદાર દિવાળી પાર્ટી અને ટ્રેડિશનલ કપડા પહેરવા સિવાય ઘરે તહેવાર નિમિત્તે લક્ષ્મી પૂજા પણ કરી હતી. નિક જોનસે ઇન્સ્ટાગ્રામ પર દિવાળી પાર્ટીનો આનંદ માણતો એક બૂમરેંગ વીડિયો પણ શેક કર્યો છે. જેમાં તેણે ભારતીય પોષાક અને તહેવારો વિશે અવગત કરાવવા બદલ પ્રિયંકા ચાપરાનો આભાર વ્યક્ત કર્યો હતો.

    આ પણ વાંચો : Sooryavanshi B/O Collection: પહેલા દિવસે અક્કીની ફિલ્મે કરી રૂ.26 કરોડની કમાણી

    વીડિયો શેર કરી નિકે કેપ્શનમાં લખ્યુ કે, તમામ લોકોને દિવાળી શુભકામનાઓ. આ રાત સૌની માટે પ્રેમ અને પ્રકાશથી ભરપૂર રહે. મારી સુંદર પત્નીએ અનેક ભારતીય તહેવારો અને રીવાજો વિશે મને અવગત કર્યો છે. હું ક્ષણો મારા પરીવાર અને મિત્રો સાથે મનાવી હ્યદય પૂર્વક ખૂબ ખુશ છું.




    ઉલ્લેખનીય છેકે, ગ્લોબલ આઇકોન ટોક શો હોસ્ટ લિલી સિંઘ અને મિન્ડી કલિંગ સાથે લામાં પ્રિ-દિવાળી પાર્ટીમાં હાજર રહી હતી.  પ્રિયંકાએ તેના આ ખાસ દિવસ પર સફેદ રંગનો લહેંગો પહેર્યો હતો. સાથે તેણે વાળમાં ફૂલોનો ગજરો પણ નાખ્યો હતો.
    First published: