મુંબઇ: ભલે પ્રિયંકા ચોપરા જાહેરમાં તેનાં અને નિકનાં સંબંધો સ્વિકારતી નથી. પણ હાલમાંજ તેઓ બંને સિંગાપોરમાં હતાં. અહીં પ્રિયંકા નિકનો કોન્સર્ટ અટેન્ડ કરવા આવી હતી. સિંગાપોરમાં તેમણે ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કર્યો હતો. જેનાં બે વીડિયો સામે આવ્યાં છે. એક વીડિયોમાં પ્રિયંકા અને નિક કોઇ પાર્ટીમાં નજર આવે છે. આ પાર્ટીમાં તેઓ ખુબજ નજીક બેઠેલાં છે. નિક પ્રિયંકાને કાનમાં કંઇક કહેતો નજર આવે છે.
તો અન્ય એક વીડિયોમાં પ્રિયંકા અને નિક સિંગાપોરનાં ચાંગી એરપોર્ટ પર નજર આવે છે. બંનેએ બ્લેક કલરનાં કપડાં પહેરેલાં છે. બંને સાથે એરપોર્ટ પરથી બહાર નીકળતા નજર આવે છે તે સમયે તેમની સાથે એરપોર્ટ સ્ટાફ પણ હાજર હતો.