Home /News /entertainment /

Priyanka Chopraની માતાએ હજી પોતાની પૌત્રીનો ચહેરો પણ નથી જોયો, આ છે કારણ

Priyanka Chopraની માતાએ હજી પોતાની પૌત્રીનો ચહેરો પણ નથી જોયો, આ છે કારણ

પ્રિયંકા ચોપરા અને તેની માતા મધુ ચોપરા

પ્રિયંકા ચોપરાની (Priyanka Chopra) માતા મધુ ચોપરાએ (Madhu Chopra) હાલમાં જ તેની પૌત્રી વિશે વાત કરતા ખુલાસો કર્યો હતો કે આજ સુધી તેને તેની પૌત્રીને ખોળામાં બેસાડીને રમાડવાનો આનંદ મળ્યો નથી. મધુ ચોપરાએ કહ્યું કે તેમની પુત્રી માતા બનીને ખૂબ જ ખુશ છે.

વધુ જુઓ ...
    આ વર્ષની શરૂઆત 'દેશી ગર્લ' પ્રિયંકા ચોપરા અને તેના પતિ નિક જોનાસ માટે ખુશીઓ સાથે થઈ. બંને પહેલીવાર સરોગસી દ્વારા માતા-પિતા બન્યા હતા. તેમના ઘરે એક સુંદર બાળકીનો જન્મ થયો, જેની સંભાળ બંને લોસ એન્જલસમાં રાખે છે. પ્રિયંકાની દીકરીની એક ઝલક જોવા માટે ફેન્સ આતુર છે, પરંતુ શું તમે જાણો છો કે પ્રિયંકા ચોપરાની (Priyanka Chopra Daughter) માતા એટલે કે નાની બની ગયેલી મધુ ચોપરાએ (Madhu Chopra) હજુ સુધી પોતાની પૌત્રીનો ચહેરો પણ જોયો નથી.

    પ્રિયંકા ચોપરાની માતા મધુ ચોપરાએ હાલમાં જ તેની પૌત્રી વિશે વાત કરતા ખુલાસો કર્યો હતો કે આજ સુધી તેને તેની પૌત્રીને ખોળામાં બેસાડીને ખવડાવવાનો આનંદ મળ્યો નથી. મધુ ચોપરાએ કહ્યું કે તેમની પુત્રી માતા બનીને ખૂબ જ ખુશ છે.

    ETimes Lifestyle ના લાઇવ સેશન દરમિયાન, મધુ ચોપરાએ પ્રિયંકા ચોપરાની બાળકી વિશે વાત કરી. વાતચીત દરમિયાન તેણે કહ્યું કે મેં હજુ સુધી નાની રાજકુમારીને જોઈ નથી. કારણ કે હું અહીં (ભારત) છું અને તે લોસ એન્જલસમાં છું. અમે ક્યારેક ફેસટાઇમ કરીએ છીએ. તેણે વધુમાં કહ્યું કે મને લાગે છે કે પ્રિયંકા માતા બનીને ખુશ અને આનંદિત છે.

    નિક-પ્રિયંકા જલ્દી દીકરી સાથે ભારત આવશે!


    શું પ્રિયંકા અને નિક જલ્દી જ દીકરી સાથે ભારત આવશે? આના જવાબમાં મધુ ચોપરાએ કહ્યું કે હું હંમેશા ઇચ્છતી હતી કે તે આવે. આ તેનો દેશ છે, તે આવી શકે છે.

    આ પણ વાંચો - થાઈ હાઈ સ્લિટ ગાઉનમાં Neha Malikએ દેખાડ્યો બોલ્ડ અવતાર, તસવીરો જોઈને તમે પણ કહેશો 'વાહ'

    મધુ ચોપરાએ નાની બનવા અંગે પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. તેણે કહ્યું હતું કે તે લાંબા સમયથી આવું કંઈક બને તેની રાહ જોઈ રહી હતી. તેણે આગળ કહ્યું, 'આ ખૂબ જ ખુશીની વાત છે. હું તમને કહી શકતી નથી કે આ એવી વસ્તુ છે જેની હું લાંબા સમયથી રાહ જોઈ રહી હતી. તે હવે થઈ ગયું છે અને હું મારી ખુશી છુપાવી શકતી નથી.' તેણે વધુમાં કહ્યું કે હવે હું પ્રિયંકા કે મારા પુત્ર વિશે નથી વિચારતી પરંતુ માત્ર મારી પૌત્રી વિશે જ વિચારું છું.

    આ પણ વાંચો - Bollywood News : કાજોલે જ્યારે બાળકો સાથે ઘર છોડવાની આપી ધમકી, જાણો શું હતુ કારણ

    પ્રિયંકાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે 'ધ મેટ્રિક્સ રિએક્શન'માં જોવા મળી હતી. તેના આગામી પ્રોજેક્ટ્સમાં 'સિટાડેલ', 'જી લે ઝરા' અને 'એન્ડિંગ થિંગ્સ'નો સમાવેશ થાય છે.
    Published by:Bhavyata Gadkari
    First published:

    Tags: Madhu chopra, Nick Jonas, Priyanka chopra

    આગામી સમાચાર