VIDEO : પ્રિયંકા ચોપરાની સાસુ લગ્નની એક બાબતથી નથી ખુશ

પ્રિયંકા ચોપરા જોનસની સાસુમાનો એક વીડિયો ઇન્ટરનેટ પર વાઇરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં તે લગ્નને લઇને વાત કરતી નજર આવે છે.

પ્રિયંકા ચોપરા જોનસની સાસુમાનો એક વીડિયો ઇન્ટરનેટ પર વાઇરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં તે લગ્નને લઇને વાત કરતી નજર આવે છે.

  • Share this:
    મુંબઇ: લગ્નમાં 4 મહિના બાદ પ્રિયંકા ચોપરા જોનસની સાસૂમા ડેનિસ જોનસનો એક વીડિયો ઇન્ટરનેટ પર વાઇરલ થયો છે. આ વીડિયોમાં તે લગ્ન વિશે વાત કરતી નજરઆવે છે. ડેનિસને લગ્નની તસવીરોથી તકલીફ છે. તેમનું કહેવું છે કે તેમના દીકરા અને વહુના લગ્ન જેટલાં શાનદાર હતા તસવીરો તેટલી શાનદાર નથી.

    ડેનિસ કહે છે કે, લગ્ન ખુબજ શાનદાર હતાં. હું કહી શકુ કે જે તસવીરો છે તે તેને ન્યાય નથી આપી રહી. ડેનિસ વધુમાં કહે છે કે, લગ્નની દરેક પળ તેની આંખોમાં તાજા છે. તે આ તમામથી એટલી ઇમપ્રેસ્ડ છે કે તેને તસવીરોમાં તે વાત નજર નથી આવતી. સૌ કોઇ જાણએ છે કે, પ્રિયંકા અને નિકનાં લગ્ન જયપુરનાં ઉમેદ ભવનમાં થયા હતાં. અહીં ક્રિશ્ચયન અને હિન્દૂ રીતિ રિવાજોથી તેમના લગ્ન થયા હતાં.




    આ લગ્નની ઝાઝી તસવીરો સોશિયલ મીડિયા પર નથી. કારણ કે લગ્નમાં મોબાઇલ ફોન પર બેન હતો. પ્રિયંકાએ કોફી વિથ કરનમાં પણ આ વાત જણાવી હતી.લગ્નનાં તમામ મહેમાનોનાં ફોન ગેટ પર એક પ્લાસ્ટિક બેગમાં રાખવામાં આવ્યા હતાં. ફોન બહાર જમા થવાને કરાણે જ તેનાં વીડિયો કે ફોટા સામે આવ્યા નથી. પ્રિયંકાએ કરનની મજાક ઉડાવતા તેમ પણ કહ્યુ હતું કે, કરનને એટલે નહોતો બોલાવ્યો કારણ કે કરન સેલ્ફીનો શોખીન છે. અને ફોન વગર તે રહી શકતો નથી.
    Published by:Margi Pandya
    First published: