પ્રિયંકા ચોપરાએ સ્વીકાર્યું કે 'મેરી કોમ' માટે નોર્થ ઈસ્ટની અભિનેત્રીને લેવી જોઈતી હતી, લૈશરામ થઈ ખુશ
પ્રિયંકા ચોપરાએ સ્વીકાર્યું કે 'મેરી કોમ' માટે નોર્થ ઈસ્ટની અભિનેત્રીને લેવી જોઈતી હતી, લૈશરામ થઈ ખુશ
મણિપુરની એક અભિનેત્રી, લીન લેશરામ પ્રિયંકાને 'મેરી કોમ'માં મુખ્ય અભિનેત્રી તરીકે કાસ્ટ કરવામાં આવી હોવાથી ખૂબ નારાજ થઈ હતી
પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) એ અલગ-અલગ શૈલીની ફિલ્મોમાં શાનદાર અભિનય કરીને બોલિવૂડથી લઈને હોલીવુડ સુધી ઘણી સફળ ફિલ્મો આપી. તેણે 2014માં ઓમંગ કુમાર (Omung Kumar) દ્વારા નિર્દેશિત ફિલ્મ 'મેરી કોમ' (Mary Kom) બાયોપિકમાં કામ કર્યું હતું
પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) એ અલગ-અલગ શૈલીની ફિલ્મોમાં શાનદાર અભિનય કરીને બોલિવૂડથી લઈને હોલીવુડ સુધી ઘણી સફળ ફિલ્મો આપી છે. પ્રિયંકા એક એવી અભિનેત્રી છે, જે બોલીવુડ અને હોલીવુડ બંનેમાં શાનદાર કામ કરી રહી છે. પ્રિયંકાએ 2014માં ઓમંગ કુમાર (Omung Kumar) દ્વારા નિર્દેશિત ફિલ્મ 'મેરી કોમ' (Mary Kom) બાયોપિકમાં કામ કર્યું હતું. ભારતની મહાન બોક્સર મેરી કોમના જીવન પર બનેલી આ બાયોગ્રાફિકલ ફિલ્મ અંગે પ્રિયંકા પણ સંમત થઈ હતી કે, તેમાં નોર્થ ઈસ્ટની એક અભિનેત્રીને લેવી જોઈતી હતી.
પ્રિયંકા ચોપરાએ સ્વીકાર્યું 'મેરી કોમ'માં ખોટી કાસ્ટિંગ હતી
લાંબા સમય બાદ પ્રિયંકા ચોપરાએ મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં કબૂલ્યું હતું કે, ફિલ્મ 'મેરી કોમ'માં તેના બદલે નોર્થ ઈસ્ટની કોઈ અભિનેત્રીને કાસ્ટ કરવામાં આવી હોત તો સારું હોત. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મમાં દેશી ગર્લની ભૂમિકાની પ્રશંસા પણ થઈ હતી અને તેની ટીકા પણ થઈ હતી. મણિપુરની એક અભિનેત્રી, લીન લેશરામ પ્રિયંકાને 'મેરી કોમ'માં મુખ્ય અભિનેત્રી તરીકે કાસ્ટ કરવામાં આવી હોવાથી ખૂબ નારાજ થઈ હતી.
લિન લેશરામે કર્યો હતો વિરોધ
લિન લેશરામે (Lin Laishram) 'બોલિવૂડ હંગામા'ને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, 'જો કોઈ નોર્થ ઈસ્ટ અભિનેત્રી અથવા મહિલા બોક્સર મેરી કોમના રોલમાં હોત તો તેને ખૂબ ગમ્યું હોત. એક કલાકાર તરીકે મારી અંદરથી અવાજ આવે છે કે, મારે આ રોલ માટે હોવું જોઈતું હતું અથવા નોર્થ ઈસ્ટમાંથી કોઈ પણ હોઈ શકે. અમારી પાસે અહીં ઘણા મહાન કલાકારો છે. અહીં થોડા લિબરલ હોવાથી હું કહું છું કે, મેરી કોમની ભૂમિકા ભજવી શકે તેવા ઘણા કલાકારો હતા.
પ્રિયંકાને લીડ રોલ મળ્યા બાદ લૈશરામનું દિલ તૂટી ગયું હતું
લીન લેશરામે કહ્યું હતું કે, 'ફિલ્મ મેકર્સ અને કાસ્ટિંગ ટીમે આ રોલ માટે અન્ય કોઈને પસંદ કર્યું, આ દિલ તોડવાવાળી વાત હતા. જ્યારે અમારા ત્યાંથી આવી સ્ક્રિપ્ટ આવે છે, ત્યારે કોઈ એવાને રોલ આપવો જોઈએ જે તે સ્થાન સાથે જોડાયેલ હોય અને વધુ સક્ષમ હોય. ક્યારેક કાસ્ટિંગ સ્ટીરિયોટાઇપ થઈ જાય છે. લીન પણ 'મેરી કોમ'માં પ્રિયંકાની સહ-અભિનેત્રી હતી.
હવે પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) ના કબૂલાત પછી, લિન લેશરામે તેના વખાણ કર્યા છે કે, 'પ્રિયંકા ખરેખર દયાળુ અને બહાદુર છે. આખરે તે સંમત થઈ કે, મેરી કોમ રોલ માટે નોર્થ ઈસ્ટની કોઈ મહિલા હોવી જોઈતી હતી. મને લાગે છે કે, આ સમજવું મુશ્કેલ છે. OTT યુગમાં મેરિટને ધીમે ધીમે મહત્વ મળી રહ્યું છે. હું આ પરિવર્તનને આવકારું છું અને આભારી પણ છું, આશા છે કે, મને આવનારા સમયમાં સારું કામ મળશે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર