Home /News /entertainment /

શું પ્રિયંકા ચોપડાએ ચોરીછૂપીથી કરી લીધા છે લગ્ન? જાણો શું છે હકીકત

શું પ્રિયંકા ચોપડાએ ચોરીછૂપીથી કરી લીધા છે લગ્ન? જાણો શું છે હકીકત

    ગ્લોબલ આઈકોન પ્રિયંકા ચોપડાએ હાલમાં જ એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેને લઈને તે હાલ ચર્ચામાં છે. આ ફોટોમાં તેને પોતાના હાથમાં કંઈક પહેર્યું હતું. જેને જોઈને લોકોનું કહવું છે કે તે મંગલસૂત્ર છે. જેથી સોશિયલ મીડિયામાં પ્રિયંકાએ લગ્ન કરી લીધા હોવાની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે.

    જો કે સમગ્ર મામલે પ્રિયંકાએ ચુપ્પી તોડીને પોતાની સફાઈ રજૂ કરી હતી. પ્રિયંકાએ આ રિપોર્ટ્સને ખોટા ગણાવ્યા હતા. પ્રિયંકાએ સોશિયલ મીડિયામાં લેટેસ્ટ પોસ્ટ શેર કરીને લખ્યું છે કે, 'હાહાહાહા.. અંદાજ લગાવવાની પણ હદ હોય છે. આ એક ઈવિલ આય છે મિત્રો. શાંત થઈ જાવ. હું જ્યારે લગ્ન કરીશ ત્યારે હું બધાને મારા લગ્ન વિશેની જાણ કરીશ અને મારા લગ્ન સીક્રેટ નહીં હોય.'



    તમને જણાવી દઈ કે પ્રિયંકા ટુંક સમયમાં જ સલમાન ખાન સ્ટાટર ફિલ્મ 'ભારત'થી બોલિવૂડમાં વાપસી કરશે. આ ફિલ્મમાં તે લીડ રોડમાં નજર આવશે. આમ બંને 2008 બાદ 10 વર્ષ પછી એક સાથે મોટા પડદા પર નજર આવશે.


    First published:

    Tags: Priyanka chopda

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन