પ્રિયંકા ચોપડાની મેનેજરની સુંદરતાનો છે દબદબો, સિઝલિંગ અવતાર સામે ફિલ્મી સુંદરીઓ પણ નિષ્ફળ

પ્રિયંકા ચોપડા અને મેનેજર અંજૂલા આચાર્ય

પ્રિયંકા અને અંજુલાની બોન્ડિંગ અંગે સૌકોઈ જાણે છે. તે આ વ્યવસાયમાં સૌથી લોકપ્રિય વ્યક્તિત્વમાંની એક છે અને તેણે પ્રિયંકાને હોલીવુડમાં પણ ઘણી તકો મેળવવામાં મદદ કરી છે.

 • Share this:
  મુંબઈ : બોલિવૂડ (Bollywood) સેલેબ્સ (Celebs)નું જીવન જાકજમાળથી ભરેલું હોય છે. બધાની નજર તેની પર્સનલ (Personal) અને પ્રોફેશનલ લાઈફ (Professional Life) પર છે. આવી સ્થિતિમાં દરેક બોલિવૂડ સ્ટાર (Star) પોતાની સાથે એક ખાસ વ્યક્તિ રાખે છે જે તેમના કામનું ધ્યાન રાખી શકે. ફિલ્મી દુનિયામાં કેટલાક સેલિબ્રિટી મેનેજર (Manager) અવારનવાર હેડલાઇન્સ (Headlines)માં રહે છે. બોલિવૂડથી હોલિવૂડ (Hollywood)ની સફર કરી ચૂકેલી અભિનેત્રી પ્રિયંકા ચોપડા જોનાસના મેનેજર (Priyanka Chopra Manager)નું પણ પોતાનું સ્ટેટસ છે. ચાલો આજે તમને તેમનો પરિચય કરાવીએ.

  પ્રિયંકા ચોપડાની મેનેજર (Priyanka Chopra Manager)નું નામ અંજુલા આચાર્ય (anjula acharya) છે અને તે પોતાની સુંદરતાથી સરળતાથી ફિલ્મી સુંદરીઓ સાથે સ્પર્ધા કરે છે.

  પ્રિયંકા અને અંજુલાની બોન્ડિંગ અંગે સૌકોઈ જાણે છે. તે આ વ્યવસાયમાં સૌથી લોકપ્રિય વ્યક્તિત્વમાંની એક છે અને તેણે પ્રિયંકાને હોલીવુડમાં પણ ઘણી તકો મેળવવામાં મદદ કરી છે.

  જ્યારે પણ સેલિબ્રિટી મેનેજરની વાત આવે છે ત્યારે તેમાં અંજુલાનું નામ ચોક્કસથી સામેલ થાય છે. લાંબા સમયથી અંજુલા શ્રેષ્ઠ અભિનેત્રી પ્રિયંકા ચોપડાને સંભાળી રહી છે.

  આ પણ વાંચોBollywood Interesting Story : બોલિવૂડની 7 સૌથી અમીર અભિનેત્રીઓ, તેમની નેટવર્થ જાણી આંખો પહોળી થઈ જશે

  Buzzfeed એ તાજેતરમાં પ્રિયંકા ચોપડા જોનાસના મેનેજર અંજુલાને તેના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં નિયુક્ત કરી છે. અંજુલા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે. અંજુલાને ઈન્સ્ટાગ્રામ પર 96 હજારથી વધુ લોકો ફોલો કરે છે.
  Published by:kiran mehta
  First published: