હવે પ્રિયંકા માટે આ ડિઝાઇનર તૈયાર કરશે લગ્નનું પાનેતર

જોધપુરના ઉમેદ ભવનમાં પ્રિયંકા ચોપડા અને નિક જોનસના લગ્ન યોજાશે.

જોધપુરના ઉમેદ ભવનમાં પ્રિયંકા ચોપડા અને નિક જોનસના લગ્ન યોજાશે.

 • Share this:
  પ્રિયંકા ચોપડા અને નિક જોનસ લગ્નના બંધના બંધાશે. આ દિવસની તેમના ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે. ગયા મહિને, પ્રિયંકાએ તેમના લગ્નની સાડીની ડિઝાઇન કરવા માટે અબુ જાની અને સંદીપ ખોસલાને હાયર કર્યા હતા, પરંતુ હવે આ બાબતે એક વધુ સમાચાર મળી રહ્યાં છે.

  સબ્યસાચી કરશે કપડાની ડિઝાઇન
  શરૂઆતમાં જ સંદીપ ખોસલા અને અબુ જાની જ પ્રિયંકાના કપડા તૈયાર કરી રહ્યા હતા, પરંતુ હવે સમાચાર આવી રહ્યાં છે કે સવ્યસાચી મુખર્જી પણ પ્રિયંકા માટે લગનના પાનેતરની ડિઝઆઇન તૈયાર કરશે. સ્પોટબોયમાં પ્રકાશિત છપાયેલા સમાચાર અનુસાર, અબુ જાની અને સંદીપ ખોસલા, પ્રિયંકા માટે સંગીત રસમમાં પહેરવા માટે કપડાં તૈયાર કરશે. જ્યારે સબ્યસાચી લગ્નની સાડી ડિઝાઇન નક્કી કરશે. પ્રિયંકા અમેરિકા જવાના છ દિવસ પહેલાં સબ્યસાચીને મળી હતી અને તેમની સાથે 6 કલાક આ વાત પર ચર્ચા ચાલી હતી.

  ઉમેદ ભવનમાં યોજાશે લગ્ન
  પ્રિયંકા ચોપડા અને નિક જોનસના લગ્ન જોધપુરના ઉમેદ ભવનમાં થશે. થોડા દિવસો પહેલા આ બન્ને જોધપુર પણ ગયા હતા પરંતુ ત્યા પ્રિયંકા તેમના ફ્રેન્ડની બર્થડે પાર્ટીમાં ગઇ હતી, પરંતુ બાદમાં એ સમાચાર મળ્યા કે બન્ને તેમના લગ્નની જગ્યા શોધવા માટે ગયા હતા.

  એક અહેવાલ અનુસાર બંને 14-15 જાન્યુઆરી 2019ના રોજ લગ્ન કરશે. તેમણે પોતાની પ્રોફેશનલ લાઇફને ધ્યાનમાં લેતાં આ નિર્ણય લીધો છે. અગાઉ એવા અહેવાલ પણ મળ્યાં હતા કે તેમના લગ્નના ફંક્શન 30 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી ચાલશે.
  Published by:Bhoomi Koyani
  First published: