Home /News /entertainment /ઈન્ડસ્ટ્રી પોલિટીક્સથી કંટાળી પ્રિયંકાએ છોડ્યું બોલિવૂડ, હોલિવૂડમાં કામ કરવા પર દેશી ગર્લે તોડ્યું મૌન
ઈન્ડસ્ટ્રી પોલિટીક્સથી કંટાળી પ્રિયંકાએ છોડ્યું બોલિવૂડ, હોલિવૂડમાં કામ કરવા પર દેશી ગર્લે તોડ્યું મૌન
પ્રિયંકાએ એક શોમાં મન ખોલીને વાત કરી હતી.
પ્રિયંકા ચોપરાએ શા માટે બોલિવૂડ છોડી વિદેશમાં પોતાનું કરિયર (Priyanka Chopra in Hollywood Films) બનાવવાનું નક્કી કર્યુ તે અંગે તેણે હાલમાં જ એક શોમાં મન ખોલીને વાત કરી હતી. પ્રિયંકા ચોપરાએ હોલિવૂડમાં (Why Priyanka Left Bollywood) જવાના પોતાના નિર્ણય પર પહેલીવાર મૌન તોડતા કારણો જાણીને તેના ફેન્સ પણ આશ્ચર્યમાં છે.
બોલિવૂડથી લઇને હોલિવૂડ સુધી પોતાની એક્ટિંગ અને ટેલેન્ટથી ડંકો વગાડનારી અભિનેત્રી પ્રિયંકા ચોપરા (Priyanka Chopra)ના કરોડો ફેન્સ છે. પ્રિયંકા આજે બોલિવૂડની ફિલ્મો (Priyanka Chopra Bollywood Films)માં ભાગ્યે જ જોવા મળે છે. તેની પાછળ શું કારણ છે અને શા માટે તેણે બોલિવૂડ છોડી વિદેશમાં પોતાનું કરિયર (Priyanka Chopra in Hollywood Films) બનાવવાનું નક્કી કર્યુ તે અંગે તેણે હાલમાં જ એક શોમાં મન ખોલીને વાત કરી હતી. પ્રિયંકા ચોપરાએ હોલિવૂડમાં (Why Priyanka Left Bollywood) જવાના પોતાના નિર્ણય પર પહેલીવાર મૌન તોડતા કારણો જાણીને તેના ફેન્સ પણ આશ્ચર્યમાં છે.
આ કારણે બોલિવૂડથી કંટાળી ગઇ હતી પ્રિયંકા
તાજેતરમાં ડેક્સ શેફર્ડના પોડકાસ્ટ શો આર્મચેર એક્સપર્ટમાં પ્રિયંકાએ કહ્યું હતું કે, કારકિર્દીની ટોચ પર હતી ત્યારે એણે બોલિવૂડ ઇન્ડસ્ટ્રી છોડી દીધી હતી અને સિંગિંગ શરૂ કર્યું હતું. તેણે અમેરિકામાં પોતાના માટે કામની શોધ્યું હતું.પ્રિયંકાએ કહ્યું કે, તે બોલિવૂડમાં પોતાની ઇચ્છા અનુસાર કામ મેળવી શકી નથી અને તે ઇન્ડસ્ટ્રીના પોલિટીક્સથી (Bollywood Politics) કંટાળી ગઇ છે.
પ્રિયંકાએ આગળ જણાવ્યું કે, "મ્યુઝિક લેબલ દેસી હિટ્સની અંજલિ આચાર્યએ મને એક વખત એક મ્યુઝિક વિડીયોમાં જોઇ હતી અને તેણે મને ફોન કર્યો હતો. તે સમયે હું સાત ખૂન માફનું શૂટિંગ કરી રહી હતી. અંજલિએ મને પૂછ્યું કે શું હું અમેરિકામાં મ્યૂઝીકમાં કારકિર્દી બનાવવા માગું છું? હું તે સમયે બોલિવૂડમાંથી છટકી જવાનું વિચારી જ રહી હતી.
પ્રિયંકાએ કહ્યું- હું અહીંથી ભાગવાનો સારો રસ્તો શોધી રહી હતી. મને ઇન્ડસ્ટ્રીમાં સાઇડમાં ધકેલી દેવામાં આવી રહી હતી. લોકો મને કાસ્ટ કરી રહ્યા ન હતા. મને લોકો સામે ફરિયાદો પણ હતી. હું આવા પ્રકારની ગેમ રમવામાં માહેર નથી. હું પોલિટીક્સથી કંટાળી ગઇ હતી અને મને બ્રેકની જરૂર હતી.
અમેરિકામાં મળી મ્યૂઝિક ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાની તક
પ્રિયંકાએ જણાવ્યું કે, મ્યૂઝિકના કારણે મને દુનિયાના અન્ય ભાગોને એક્સપ્લોર કરવાની તક મળી. મને બોલિવૂડમાં જે પ્રકારની ફિલ્મો મળી રહી હતી તેના માટે હું ક્યારેય તત્પર ન હતી. ત્યાં સુધીમાં મેં ઇન્ડસ્ટ્રીમાં ઘણું કામ કરી લીધું હતું. હવે મને નથી લાગતું કે હવે હું તે કરવા માંગુ છું, તેથી જ્યારે મ્યૂઝીકની ઓફર આવી, ત્યારે મેં કહ્યું – ‘ભાડ મેં જાયે, મૈં તો ચલી અમેરિકા’.
પ્રિયંકાએ વર્ષ 2012માં પોતાના મ્યૂઝીક કરિયરની શરૂઆત કરી હતી. તેનું પહેલું ગીત 'ઇન માય સિટી' હતું. આ સિવાય તેણે એક્ઝોટિક, આઇ કેન ટુ મેક યુ લવ મી જેવા ગીતો ગાયા હતા. તેણે 2015માં આવેલી ફિલ્મ મેરી કોમમાં પોતાનું પહેલું બોલિવૂડ સોન્ગ ગાયું હતું.
મ્યૂઝીક બાદ એક્ટિંગમાં અજમાવ્યો હાથ
પ્રિયંકા ચોપરાએ મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો હતો. તેણે પિટબુલ ફેરેલ વિલિયમ્સ અને જે ઝેડ જેવા ઇન્ટરનેશનલ સિંગર્સ સાથે કામ કર્યું હતું. જો કે સંગીતમાં તેની કારકિર્દી ટકી શકી નહોતી. આ દરમિયાન પ્રિયંકાને અહેસાસ થયો કે તેની એક્ટિંગ સારી છે. આ પછી કોઈએ પ્રિયંકા ચોપરાને સૂચન કર્યું કે તે અમેરિકામાં એક્ટિંગમાં પણ હાથ અજમાવી શકે છે.
હવે બોલિવૂડ ફિલ્મોથી દૂર છે પ્રિયંકા
પ્રિયંકાએ બોલિવૂડની લગભગ 53 ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં બરફી, બાજીરાવ-મસ્તાની, દોસ્તાના, ક્રિશ અને ડોન 2 જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. 2019માં તેની છેલ્લી બોલિવૂડ ફિલ્મ ધ સ્કાય ઇઝ પિંક હતી, જેનું બોક્સ ઓફિસ કલેક્શન કંઇ ખાસ નહોતું. જો કે પ્રિયંકા 2015થી બોલીવૂડમાં ખાસ એક્ટિવ નથી. હવે તે હોલિવૂડની ફિલ્મો અને ઇન્ટરનેશનલ શોમાં પોતાની ઓળખ બનાવી રહી છે.
અહીંથી કર્યું હોલિવૂડમાં ડેબ્યુ
પ્રિયંકાએ 2015માં શો ક્વાન્ટિકોથી હોલિવૂડમાં એક્ટિંગની શરૂઆત કરી હતી. આ પછી તેણે 2017 માં બે-વોચ, 2018 માં ફિલ્મ અ કિડ લાઇક જેક અને 2019 માં તેની ફિલ્મ ઇઝ નોટ રોમેન્ટિકમાં કામ કર્યું હતું. 2023માં પ્રિયંકા સિટાડેલ એન્ડ લવ અગેનમાં જોવા મળશે. આ સિવાય તેની આગામી બોલિવૂડ ફિલ્મ 'જી લે ઝારા' છે, જેમાં પ્રિયંકાની સાથે આલિયા અને કેટરિના કૈફ પણ જોવા મળશે.
10 વર્ષમાં પ્રિયંકાની બોલિવૂડ ફિલ્મો
ફિલ્મ
વર્ષ
ધ સ્કાઇ ઇઝ પિંક
2019
જય ગંગાજલ
2017
બાજીરાવ મસ્તાની
2015
દિલ ધડકને દો
2015
મેરી કોમ
2014
ક્રિશ
2013
ઝંઝીર
2013
બર્ફી
2012
પ્રિયંકાના હોલિવૂડ પ્રોજેક્ટ્સ
ફિલ્મ
વર્ષ
ધ વ્હાઇટ ટાઇગર
2021
ધ મેટ્ર્રિક્સ રિસ્યોરેશન
2021
ઇઝ ઇંટ રોમેન્ટિક
2019
અ કિડ લાઇક જેક
2018
બે વોચ
2017
ક્વાંટિકો
2015
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર