'તારા દેશમાં પાછી જઈને ગેંગરેપ કરાવ' પ્રિયંકા ચોપરાને મળી હતી પ્રતિક્રિયા

'તારા દેશમાં પાછી જઈને ગેંગરેપ કરાવ' પ્રિયંકા ચોપરાને મળી હતી પ્રતિક્રિયા
પ્રિયંકાની ફાઇલ તસવીર

પ્રિયંકાએ પુસ્તકમાં લખ્યું છે કે, તેને બ્રાઉન ટેરરિસ્ટ કહેવામાં આવી હતી.

 • Share this:
  પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) હવે ઇન્ટરનેશનલ સ્ટાર બની ચુકી છે. પરંતુ તેની આ યાત્રા આસાન નહોતી. તાજેતરમાં જ પ્રિયંકાએ પોતાની બુક (Priyanka biography) 'unfinished' રિલીઝ કરી છે. જેમાં પ્રિયંકાએ પોતાના જીવનની ઘણી ઘટનાઓનો ઉલ્લેખ કર્યો છે. પ્રિયંકાએ એ વખતની ઘટનાઓનો ઉલ્લેખ પણ કર્યો છે, જ્યારે તે હોલીવુડમાં (Hollywood) પગ જમાવવા ગઈ હતી.

  પ્રિયંકાએ પુસ્તકમાં લખ્યું છે કે, તેને બ્રાઉન ટેરરિસ્ટ કહેવામાં આવી હતી. આ તે સમયની વાત છે, જ્યારે 2012માં તેનું પહેલું ગીત 'માય સીટી' સિલીઝ થયું હતું. પ્રિયંકાએ લખ્યું કે, મારું એક્સાઇટમેન્ટ બહું જ જલ્દી ઠંડુ પડી ગયું. કારણ કે, ગીતના રિલીઝ પહેલા મને રેસિસ્ટવાળા મેલ અને ટ્વીટ્સ મળ્યા હતા.  ઐશ્વર્યા- અભિષેક સાથે દીકરીએ કર્યો દેસી ગર્લ પર ડાન્સ, Video Viral

  તેણે લખ્યું કે, મને એટલા ખરાબ મેઇલ મળ્યા હતા કે, જેમાં કહેવામાં આવ્યું હતું કે, અમેરિકીઓના ગેમમાં એક બ્રાઉન ટેરરિસ્ટ શું કરી રહી છે? મિડલ ઇસ્ટ જઈને બુરખો પહેરો અને તારા દેશમાં પાછી જઈને ગેંગરેપ કરાવ.

  અમદાવાદ: વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમનું નામ બદલાયું, હવે 'નરેન્દ્ર મોદી સ્ટેડિયમ' તરીકે ઓળખાશે

  પ્રિયંકાએ તેની બૂકમાં લખ્યું છે કે, તે 12 વર્ષની હતી ત્યારે અમેરિકા જતી રહી હતી. જ્યાં તે એક હાઈસ્કૂલમાં ભણી. તેણે કહ્યું, જયારે તે હાઈસ્કુલમાં હતી ત્યારે તેને ખુબ પરેશાન કરવામાં આવતી હતી. એ દરમિયાન તેને કહેવાતું હતું કે, બ્રાઉની પોતાના દેશમાં પરત જતી રહે.

  બાળકો મારી સાથે દુર્વ્યવહાર કરતા હતા. જે બાદ મેં પોતાનો આત્મવિશ્વાસ ગુમાવી દીધો હતો.
  Published by:Kaushal Pancholi
  First published:February 24, 2021, 15:12 pm